બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP candidate kalpesh patel's alcohol hookah party photos viral
ADVERTISEMENT
ગુજરાત AAP પાર્ટી એકવાર ફરીથી વિવાદમાં આવી છે. AAPની ત્રીજી યાદી જાહેર થતા જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. વેજલપુરના જાહેર થયેલા ઉમેદવાર કલ્પેશ પટેલના ચોંકાવનારા ફોટા સામે આવ્યા છે.

ADVERTISEMENT
ઋત્વિજ પટેલે આપ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર
આમ આદમી પાર્ટીએ ગઇ કાલે પોતાના વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એક ઉમેદવાર એવાં છે કે, જે પોતાના વ્યક્તિગત જીવનમાં શરાબની મહેફિલ માણતા દેખાય છે, એક ઉમેદવાર એવાં છે કે જેમની પર 300 કરોડના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. એક ઉમેદવાર એવાં છે કે જેઓ નર્મદા વિરોધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંદોલનના પ્રણેતા બનીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું તેમજ તેમના હક છીનવવાનું કામ કરેલ છે. આમ કુલ મળીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત એમના પાર્ટીના લોકોની કરણી અને કથણીમાં ફરક છે. એમનું ચાલ અને ચરિત્ર ક્યાંક ને ક્યાંક ખંડાયેલું છે. ગુજરાતની પ્રજા આ બધું જ જોઇ રહી છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને કોઇ પણ રાજ્યમાં ન મળ્યો હોય તેવો જાકારો આપવા માટે ગુજરાતની પ્રજા સજ્જ છે.'
ADVERTISEMENT
ઉમેદવારના ફોટા અને વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું
વેજલપુરના જાહેર થયેલા ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ પાર્ટી અને હુક્કા પાર્ટી કરતા વીડિયો અને ફોટો સામે આવ્યા છે. AAPના ઉમેદવારના વ્યભિચારી ફોટો સામે આવતા અનેક સવાલો AAPના ઉમેદવાર સામે અનેક સવાલો ઊભા થયા છે. જોકે આમ આદમી પાર્ટીના આ ઉમેદવારના ફોટા અને વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ભાજપ નેતા રૂત્વિક પટેલે પણ આપ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT

મહત્વનું છે કે, ગઇકાલે બુધવારના રોજ AAPએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલનો પણ સમાવેશ થાય છે. ત્યારે વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ અને હુક્કા પાર્ટી કરતા ચોંકાવનારા ફોટા અને વીડિયો વાયરલ થયા છે. જે મુદ્દે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે શક્ય છે કે, આ મામલે ભાજપના અનેક નેતાઓના પણ એકબાદ એક નિવેદન સામે આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગઇકાલે વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેની યાદી નીચે મુજબ છે...
ADVERTISEMENT
.jpg)
આ અગાઉ AAPએ કુલ 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાંથી AAPએ બીજી વખત જાહેર કરેલા 9 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. જેમાં ચોટીલા, માંગરોળ અને ગોંડલ સહિતની બેઠકો માટેના ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યા હતા.
| બેઠક | ઉમેદવાર |
| નિઝર | અરવિંદ ગામિત |
| માંડવી | કૈલાશ ગઢવી |
| દાણીલીમડા | દિનેશ કાપડિયા |
| ડીસા | ડૉ.રમેશ પટેલ |
| વેજલપુર | કલ્પેશ પટેલ |
| સાવલી | વિજય ચાવડા |
| ખેડબ્રહ્મા | બિપીન ગામેતી |
| નાંદોદ | પ્રફુલ વસાવા |
| પોરબંદર | જીવન જુંગી |
આ અગાઉ પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.