બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan might join SS Rajamouli 1000 crore film

મનોરંજન / રાજામૌલીની 1000 કરોડમાં બની રહેલી ફિલ્મમાં આમિર ખાનની થશે એન્ટ્રી! કરશે ખતરનાક રોલ

Vidhata

Last Updated: 09:44 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસએસ રાજામૌલી અને મહેશ બાબુ દેશની સૌથી મોંઘી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. 1000 કરોડમાં બની રહેલી ફિલ્મમાં ખાસ રોલ માટે રાજમૌલીએ તેમને એપ્રોચ કર્યા છે. સાથે જ આને લઈને એક ગુપ્ત મુલાકાત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે.

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ ફ્લોપ થયા બાદથી આમિર ખાન મોટા પડદાથી દૂર છે. તેણે હજુ સુધી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાન દિગ્ગજ નિર્દેશક એસએસ રાજામૌલીની આગામી ફિલ્મનો ભાગ બની શકે છે. વાસ્તવમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે આમિર રાજામૌલી અને મહેશ બાબુની આગામી ફિલ્મમાં વિલન બની શકે છે. જો કે, લાંબા સમય સુધી મેકર્સ અને આમિર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું ન હતું, જેના કારણે એવું માનવામાં આવતું હતું કે આ એક અફવા છે. પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલ લેટેસ્ટ અપડેટને કારણે આવી ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે.

રાજામૌલી અને આમિર ખાન વચ્ચે થઈ સિક્રેટ મીટીંગ 

એસએસ રાજામૌલી અને મહેશ બાબુ દેશની સૌથી મોંઘી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. હાલ આ ફિલ્મને SSMB29 નામ આપવામાં આવ્યું છે. હાલ ફિલ્મનાં પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, બાહુબલી ફેમ ડાયરેક્ટર રાજામૌલી અને આમિર ખાને થોડા દિવસો પહેલા મુંબઈમાં એક ગુપ્ત મુલાકાત કરી હતી. બંનેની આ ગુપ્ત મુલાકાત બાદ ફરી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગ રાજામૌલી અને મહેશ બાબુની SSMB29 માટે હતી. જો કે હજુ સત્તાવાર રીતે કંઈ પણ કહી શકાય તેમ નથી.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજામૌલીએ SSMB29માં મહત્ત્વની ભૂમિકા માટે આમિર ખાનનો સંપર્ક કર્યો છે. જો આ સમાચાર સાચા હોય અને આમિર આ પ્રોજેક્ટનો ભાગ બને તો ચાહકોએ બીજી મોટી ફિલ્મ માટે તૈયાર થઈ જવું જોઈએ. ખાસ વાત એ છે કે આ ફિલ્મને દેશની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. તેનું બજેટ લગભગ 1000 કરોડ રૂપિયાનું હશે.

વધુ વાંચો: પ્રભાસ અને મોહનલાલની ફિલ્મ 'કનપ્પા'માં ખેલાડીની એન્ટ્રી, હવે તેલુગૂમાં રંગ જમાવશે અક્ષય કુમાર

સાઉથ અને બોલિવૂડનું મિલન 

આમિર રાજામૌલીની ફિલ્મનો હિસ્સો બનશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ સાઉથથી બોલિવૂડ અને બોલિવૂડથી સાઉથ સિનેમા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. જુનિયર એનટીઆર રિતિક રોશનની વોર 2માં જોવા મળશે. જાન્હવી કપૂર અને કિયારા અડવાણી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે કામ કરી રહી છે. આ સિવાય સંજય દત્તે દક્ષિણની ઘણી ફિલ્મો કરી છે. આ યાદી દરરોજ મોટી થઈ રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ