બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / aamir khan daughter ira khan romantic video on instagram with boyfriend nupur shikhare goes viral
ADVERTISEMENT
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે જાણીતા અભિનેતા આમિર ખાનની દીકરી આઈરા ખાન સોશ્યલ મીડિયામાં સક્રિય જોવા મળી રહી છે. તેણે હંમેશા પર્સનલ લાઈફને સોશ્યલ મીડિયામાં શેર કરી છે. તેમના ફેન્સ પણ તેમને ખૂબ પસંદ કરે છે. એક વાર ફરીથી આઈરા ખાને બોયફ્રેન્ડ નૂપૂર સાથેના રોમેન્ટિક પળને સોશ્યલ મીડિયામાં વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયો છે. જે ચર્ચાનો વિષય બની રહ્યો છે અને સાથે જ ફેન્સ તેની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ADVERTISEMENT
વીડિયોમાં કપલ વચ્ચે જોવા મળી રહ્યું છે ખાસ બોન્ડિંગ
આઈરા ખાને જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તેઓેએ નૂપૂર સાથે વીતાવેલી કેટલીક ખાસ પળને દેખાડી છે. આ વીડિયોમાં બને વચ્ચે અલગ અલગ જગ્યાએ કમાલનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. વીડિયોના કેપ્શનમાં આઈરાએ લખ્યું છે કે તુમ હી મેરા સહારા હો. તુમસે મેં બહુત પ્યાર કરતી હું ક્યૂટી. આઈરા ખાને આ વિડિયો શેર કર્યો ત્યારથી અત્યાર સુધી લગભગ 1.50 લાખ લોકો તેને જોઈ ચૂત્યા છે. અને ફેન્સ બંનેની જોડીને પરફેકટ ગણાવી રહ્યા છે. અને આ જોડી કાયમ સલામત રહે તેવી દુઆ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આઈરા ખાને હાલમાં પોતાના નામને લઈને કહ્યું હતું કે મારું નામ આઈરા છે. ઈરા નહીં. સાથે તેઓએ ચીમકી આપતા એમ પણ કહ્યું હતું કે જો કોઈ મારું નામ સાચી રીતે નહીં તો તે તેમની પર કાર્યવાહી કરશે. નૂપૂર સાથે આઈરાના સંબંધની વાત કરીએ તો તે પોતાની માતા રીના દત્તા સાથે બોયફ્રેન્ડને મળાવી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.