બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / A young man gifted a mobile phone with an obscene video downloaded to his sister in Surat

સંબંધોને લાંછન / સુરતમાં માનેલી બહેનને નફ્ફટ યુવકે અશ્લીલ વીડિયો સાથે મોબાઈલ ગિફ્ટ કર્યો, બાદમાં સગીરાએ હકીકત જણાવતા પરિવાર ચોંકી ઉઠ્યો

Malay

Last Updated: 02:57 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં માનેલી બહેનને યુવકે અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલો મોબાઈલ કર્યો ગિફ્ટ, માતા-પિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં યુવક સામે નોંધાવી ફરિયાદ

  • સંબંધોને શર્મસાર કરતો કિસ્સો 
  • માનેલી બહેન પર બગાડી નજર 
  • બિભત્સ વીડિયો સાથે આપ્યો મોબાઈલ 
  • આરોપી 1 વર્ષથી સગીરાને રંજાડતો હતો 

Surat News: સુરતમાંથી આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માનેલી બહેનને ભાઈએ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલો ફોન ગિફ્ટ આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હાલ ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

સગીરાએ યુવકને બનાવ્યો હતો માનેલો ભાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા પૂજા (નામ બદલ્યું છે)એ તેના પડોશમાં રહેતા મુયર શર્મા નામના યુવકને પોતાનો માનેલો ભાઈ બનાવ્યો હતો. જેથી મયુર શર્મા પૂજાના ઘરે અવરજવર કરતો હતો. છેલ્લા એક વર્ષથી મયુરની પૂજા પર દાનત બગડી હતી. પૂજાને તેણે બહેન બનાવી હોવા છતાં તે છેલ્લા એક વર્ષથી તેને રંજાડતો હતો. જ્યારે પૂજા સ્કૂલે જાય ત્યારે મયુર તેનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો.

ગિફ્ટમાં આવેલા મોબાઈલમાં હતા અશ્લીલ વીડિયો
આ અંગેની જાણ પૂજાએ માતા-પિતાને કરતા અગાઉ પૂજાના પિતાએ મયુરને ઠપકો પણ આપ્યો હતો. 15 દિવસ પહેલા મયુરે પૂજાને રક્ષાબંધનની ભેટ તરીકે મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો હતો. જે મોબાઇલમાં પહેલાથી પાંચ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલા હતા. મયુરે ગિફ્ટ આપેલા મોબાઈલમાં બિભત્સ વીડિયો જોવા મળતા પૂજાએ માતા-પિતાને આ અંગેની જાણ કરી હતી.

પોલીસે યુવકની કરી ધરપકડ 
જે બાદ પૂજાનો પરિવાર સીધો ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આ બાબતે પૂજાના માતા-પિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મુયર શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકમાં યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ