બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / a woman get heart attack during sexual intercourse with her partner

OMG / સેક્સ માણ્યા બાદ આવ્યો હાર્ટ એટેક, આ એક ભૂલથી જીવ ગુમાવી દેત મહિલા

Premal

Last Updated: 11:34 AM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં અભ્યાસ એવો દાવો કરે છે કે સેક્સ માણવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સેક્સ માણવાથી ક્યારેય જીવન જોખમમાં મુકાઈ શકે છે. એક મહિલાએ ઓનલાઈન વેબસાઈટ રેડિટ પર વન નાઈટ સ્ટેન્ડની સેક્સ્યુઅલ એક્ટિવિટી બાદ અચાનક આવેલા હાર્ટ એટેકે અંગે જણાવ્યું છે.

  • સેક્સ માણ્યા બાદ મહિલાને આવ્યો હાર્ટ એટેક
  • મહિલાએ કહ્યું, મેં પહેલા રિપોર્ટ કરાવ્યાં હતા જે નોર્મલ આવ્યા હતા
  • ડૉકટરે મહિલાને કાર્ડિયોલોજીસ્ટને મળવાનું કહ્યું

મારા અને મારા મિત્ર વચ્ચે સેક્સ્યુઅલ એક્ટિવિટી સારી રહી

મહિલાએ જણાવ્યું, થોડા દિવસો પહેલાં હું મારા મિત્રના લગ્નમાં ગઇ હતી. આ દરમ્યાન મારી મુલાકાત એક શખ્સ સાથે થઇ. જોકે, અમે સોશિયલ મીડિયામાં એકબીજાને લગભગ 1 વર્ષથી ઓળખતા હતા. લગ્નમાં અમે સારી રીતે ડાન્સ કર્યો અને ખૂબ વાતચીત કરી. પાર્ટી પૂર્ણ થયા બાદ હું તેની સાથે હોટલલના એક રૂમમાં ગઇ અને અમે બંને એકબીજાની ઘણાં નજીક આવ્યાં. અમારી વચ્ચે સેક્સ્યુઅલ એક્ટિવિટી પણ અત્યંત સારી રહી.

સેક્સ માણ્યા બાદ હાર્ટમાં થયો દુ:ખાવો

મહિલાએ વધુમાં કહ્યું, સેક્સ બાદ અચાનક મારા હૃદયમાં દુ:ખાવો થયો. માથુ ચકરાવા લાગ્યુ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. મારી સાથે આવુ પહેલા ક્યારેય થયુ નથી. વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે મને પેનિક એટેક અથવા હાર્ટ એટેક આવ્યો છે. પછી મને અચાનક યાદ આવ્યું કે હું એક એવી દવા લઇ રહી છુ કે જે હાર્ટ સંબંધી સમસ્યાઓ વધારી શકે છે. પોતાની હાર્ટ રેટને મોનિટર કરવા માટે મેં ઓગષ્ટ મહિનામાં બે ઈસીજી કરાવ્યાં હતા. જેના રિપોર્ટ સારા આવ્યાં હતા.

ડોકટરે મહિલાને કાર્ડિયોલોજીસ્ટને મળવાનું જણાવ્યું

મહિલાએ વધુમાં જણાવ્યું, મને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે હોટલના રુમમાં મારી સાથે એક સમજદાર શખ્સ ઉપસ્થિત રહ્યો હતો. તેણે તાત્કાલિક મારી કમરને હલાવવાનું શરૂ કરી દીધુ. મને શાંત રાખી અને જે કઈ થતુ હતુ તે અંગે મારી સાથે વાતચીત કરી. અમે ઘણાં કલાકો સુધી ઉંઘ્યા નહીં. પરંતુ પછી દુ:ખાવો ઓછો થયો અને મને રાહત મળી. સવારે અમે એકબીજાને ગુડબાય કહ્યુ અને પછી મેં ડોકટર સાથે મુલાકાત કરી. ડૉટટરે મહિલાને તપાસ્યા બાદ મહિલાએ જણાવ્યું કે મહિલાનું ECG એકદમ નોર્મલ હતુ. પરંતુ તેણે જલ્દી કોઈ કાર્ડિયોલોજીસ્ટને મળવાની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ