બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / VTV વિશેષ / A video of the cleaning of a school in Narmada's Gadit village has gone viral, on which some political organizations protested

મહામંથન / નર્મદામાં વિદ્યાર્થીઓનું શાળામાં શ્રમદાન મુદ્દે રાજકીય સંગઠનોનું વિરોધ, બાળકો સફાઈ કરે તેમા ખોટું શું ?

Dinesh

Last Updated: 09:54 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: બાળકોના સફાઈના વીડિયો તો સોશિયલ મીડિયાના જમાનામાં વાયરલ થાય જ છે પરંતુ બાળકો પાસે જો શિક્ષકો સફાઈ કરાવે તો વાલીઓ કે કેટલાક સ્થાપિત હિતો વિરોધ પણ કરે છે

  • નર્મદાના ગાડીત ગામની શાળાનો વીડિયો વાયરલ થયો
  • જે મુદ્દે કેટલાક રાજકીય સંગઠનોએ વિરોધ કર્યો
  • વિદ્યાર્થીઓ સફાઈ કરે એ વિરોધનો મુદ્દો કેમ બને?


સત્યાગ્રહી શબ્દ પછી નવા જમાનામાં ચલણમાં આવેલો શબ્દ છે સ્વચ્છાગ્રહી. કોઈપણ વ્યક્તિ સમજદાર થાય ત્યારથી જ જો તેનામાં સ્વચ્છતા જાળવવાના ગુણ હોય તો તે વ્યક્તિ હંમેશા પાંચ લોકોમાં પૂછાતો રહે છે. મોટેભાગે શાળા જીવનમાં વિદ્યાર્થીને તેનો સર્વાંગી વિકાસ થઈ શકે તે પ્રકારના તમામ પદાર્થપાઠ શિખવા મળે છે જેમાનું એક મહત્વનું અંગ છે સફાઈ. શાળામાં એક સમય હતો કે અઠવાડિયે એક વખત તમામ વિદ્યાર્થીઓ શાળાને સ્વચ્છ રાખવા શ્રમદાન કરતા હતા. અત્યારે સ્થિતિ થોડી વિરોધાભાસી છે. બાળકોના સફાઈના વીડિયો તો સોશિયલ મીડિયાના જમાનામાં વાયરલ થાય જ છે પરંતુ બાળકો પાસે જો શિક્ષકો સફાઈ કરાવે તો વાલીઓ કે કેટલાક સ્થાપિત હિતો વિરોધ પણ કરે છે. સફાઈને લઈને દરેકની વ્યક્તિગત સમજણ અલગ હોય છે અને દરેકની વ્યાખ્યા અલગ હોય છે પણ એ સમજવું અત્યંત જરૂરી છે કે જો શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓ સફાઈનું મૂલ્ય સમજતા થશે તો તેની પ્રગતિમાં આ મૂલ્ય કામ જ આવવાનું છે. જો કે શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાના વિરોધમાં પણ કેટલાક તર્ક છે. ક્યારેક એવા વીડિયો પણ સામે આવે છે કે જેમાં વિદ્યાર્થીઓ પાસે જોખમી કામ કરાવવામાં આવે છે. બીજી દલીલ એ છે કે જો સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે તો પછી બાળકો પાસે સફાઈ શા માટે કરાવવામાં આવે છે. 

સફાઈનો મુદ્દો
નર્મદાના ગાડીત ગામની શાળાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થિનીઓ શાળાની સફાઈ કરતી હતી.વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન સફાઈ કરતી હોવાનો વીડિયો
વાયરલ વીડિયો બાદ વિરોધ શરૂ થયો છે. કેટલાક રાજકીય સંગઠનો પણ વિરોધ કરતા હતા.  સવાલ એ છે કે વિદ્યાર્થીઓ સફાઈ કરે એ વિરોધનો મુદ્દો કેમ બને?. શાળાની સફાઈ વિદ્યાર્થીઓ કરતા જ હોય છે તો વારંવાર વિરોધ શા માટે?, વિદ્યાર્થીઓ શ્રમદાનનું મહત્વ સમજે એમાં ખોટું શું છે?

તાજેતરના બનાવ ચર્ચામાં
21 ડિસેમ્બર 2023
મહેસાણાની કાવેરી સ્કૂલ ચર્ચામાં આવી હતી
વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈંટ ઉપડાવાતી હતી
મહેસાણા-મોઢેરા રોડ ઉપર સ્કૂલ આવેલી હતી

14 ઓક્ટોબર 2023
રાજકોટના સોખડાની શાળા ચર્ચામાં આવી
વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવી હતી
શાળાના આચાર્ય કામ કરાવી રહ્યા હોવાનો આરોપ હતો

સફાઈના મુદ્દે સફાઈ કેમ આપવી પડે?
કેળવણીકારો સફાઈને શિક્ષણ અને જીવનમૂલ્યના અંગ તરીકે ગણે છે તેમજ સફાઈનું મૂલ્ય વિદ્યાર્થી સમજશે તો તે ગંદકી કરતો અટકી જશે. વિદ્યાર્થીને શ્રમદાનનું મહત્વ પણ સમજાશે. ઘર અને શાળા બંને જગ્યાએથી સફાઈના પાઠ શીખવા મળે તો અતિ ઉત્તમ છે. વિદ્યાર્થી તેના ભવિષ્યમાં પણ સ્વયંશિસ્તનો આગ્રહી બનશે. સફાઈની એક શૃંખલા ઉભી થશે જે પેઢી દર પેઢી ટકી રહેશે

શાળામાં સફાઈ, વિરોધના તર્ક શું?
શાળામાં સફાઈ માટે ગ્રાન્ટ મળે છે તો વિદ્યાર્થી પાસે સફાઈ કેમ? અને મોટેભાગે સફાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવાય છે. માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો પણ સામેલ થાય છે. વિદ્યાર્થીની સાથે શિક્ષક પણ સફાઈમાં જોડાય તેમજ અઠવાડિયામાં એક દિવસ વિદ્યાર્થી પાસે શ્રમદાન ઈચ્છનીય છે. બાકીના દિવસે શાળાની સફાઈ મળતી ગ્રાન્ટમાંથી થાય એ જરૂરી તેમજ ક્યારેક શિક્ષકો સજાના ભાગરૂપે બાળક પાસે સફાઈકામ કરાવે છે. સજાના ભાગરૂપે સફાઈ કરાવવાથી બાળક સફાઈથી દૂર થતું જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ