બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A standing committee meeting was held in Ahmedabad.

સ્ટેન્ડિંગ કમિટી / અમદાવાદ નવી લાઈટોથી ઝગમગી ઉઠશે, ઉપરાંત ઇન્ટરનેશનલ કક્ષાનો ફ્લાવર શો કરવાની પણ AMCની તૈયારીઓ

Kishor

Last Updated: 10:16 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફ્લાવર શો ઉપરાંત લાઈટ પોલ નાખવા મામલે નિર્ણય કરવા સહિતના અનેક બાબતે ચર્ચા કરાઈ હતી.

  • અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફ્લાવર શો ને લઇ ચર્ચા
  • ફ્લાવર શો માટે અમદાવાદ કોર્પોરેશનની તૈયારી
  • 3 મહિનામાં 2500 લાઈટના પોલ નાખવામાં આવશે

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિકાસ મામલે આયોજનો ઘડી કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જનતાને ધ્યાનમાં લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયને શહેરની જનતા આવકારી રહી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા લાઈટ પોલ નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી જનતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અમદાવાદ શહેરમાં હવે આગામી 3 મહિનામાં 2500 લાઈટના પોલ નાખવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે નવા સ્ટ્રીટ લાઈટ પોલ નાખવામાં આવશે. આ સાથે જ શિયાળામાં વહેલા લાઈટો ચાલુ કરી સવારે મોડા સુધી લાઈટો શરૂ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. 

2500 લાઈટના પોલ નાખવામાં આવશે

અમદાવાદ શહેરના નવા વિસ્તારોમાં નવા લાઈટના પોલ નાખવામાં આવશે. આ લાઈટના પોલને વહેલી સાંજે શરૂ કરી દેવામાં આવશે અને મોડી સવારે શરૂ કરવામાં આવે તે સૂચન આપવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયથી હવે શહેરના તમામ વિસ્તારોમાં લાઈટીંગ ચાલુ રહેશે. અમદાવાદ કોર્પોરેશનના આ નિર્ણયને અમદાવાદની જનતા વધાવી રહી છે. કારણ કે અમદાવાદના જે વિસ્તારોમાં લાઈટીંગનો પ્રશ્ન હતો તે હવે હલ થઈ જશે અને લોકોને પણ અંધારા બહાર નીકળવામાં કોઈ ભય રહેશે નહી આમ તંત્ર દ્વારા શહેરમાં 2500 લાઈટના પોલ નાખવામાં આવશે.

ઇન્ટરનેશનલ કક્ષાનો ફ્લાવર શો કરવા તૈયારીઓ 

અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શો યોજાઈ છે. આ ફ્લાવર શોને જોવા માટે ગુજરાતભરમાંથી લોકો આવે છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શો યોજવા અંગે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફ્લાવર શોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે તંત્ર દ્વારા ઈન્ટરનેશનલ કક્ષાનો ફ્લાવર શો કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.. જેથી આ ફ્લાવરને શોને જોવા માટે માત્ર અમદાવાદ કે ગુજરાતના જ લોકો નહીં પણ અન્ય રાજ્યોના લોકો પણ આ ફ્લાવર શોને જોવા માટે આવે છે. ફ્લાવર શોમાં 800 પ્રકારના છોડને ફ્લાવર શોમાં લાવવામાં આવશે. ફ્લાવર શો માટેની જનરલ એન્ટ્રી 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે.. જ્યારે 12 વર્ષ સુધીના સ્કૂલના બાળકોની એન્ટ્રી ફ્રી હશે.

મિસ્ટ મશીન લાવવામાં આવશે

દિલ્લીની જેમ હવે અમદાવાદમાં પણ દિવસેને દિવસે પ્રદુષણ વધી રહ્યું છે.  ત્યારે અમદાવાદમાં વધી રહેલા પ્રદુષણને રોકવા માટે મિસ્ટ મશીન લાવવામાં આવશે. જેથી અમદાવાદમાં વધી રહેલા પ્રદુષણ પર કંટ્રોલ મેળવી શકાઈ. અમદાવાદમાં હવે દિલ્લીની જેમ પ્રદુષણ વધી રહ્યું છે. જેથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદની ગણતરી ગુજરાતના સૌથી વધુ પ્રદુષિત શહેરમાંથી થાય છે. આ પ્રદુષણના કારણે લોકોના સ્વાસ્થય પણ ખુબ ગંભીર અસર કરે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમા વાયુ પ્રદુષણના કારણે નાના બાળકોથી લઈને વડિલોને શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે.

વાહનોના ધૂમાડા, ફેક્ટરીઓના ધૂમાડાના લીધે હવાનું પ્રદૂષણ વધારે થાય છે..ત્યારે શહેરમાં વધતા પોલ્યુશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોતાનું નિવેદન આપતા કહ્યું કે AMCના પ્રોજેક્ટ સાઈટ પર બેદરકારી તો તેને સથી પહેલા દુર કરવામાં આવશે.વધુમાં તેમને જણાવ્યું કે પ્રદૂષણ રોકવામાં માટે મિસ્ટ મશીન લાવવામાં આવશે. 10 કરોડના ખર્ચે કોલ્ડ મિસ્ટ મશીન આગામી દિવસોમાં લાવીને પાણીનો છંટકાવ કરવામાં આવશે. આ મિસ્ટ મશીન હવાના પ્રેશરથી પાણીના ફુવારા દૂર સુધી ઉડાડે છે.. જેથી હવામાં તરતા રજકણો પાણીના છાંટામાં ચોટી જાય છે અને જમીન પર આવે છે.. જેના લીધે હવા શુદ્ધ બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ