બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A shocking incident of ragging at Kendriya Vidyalaya in Ahmedabad

શરમજનક / જૂનિયર વિદ્યાર્થીને જબરદસ્તી બાથરૂમમાં લઈ જઈ....: અમદાવાદના કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગની ચોંકાવનારી ઘટના

ParthB

Last Updated: 03:16 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યમાં રેગીંગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં રેગીંગની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે.

  • અમદાવાદના કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગની ઘટના 
  • વસ્ત્રાપુરની  વિદ્યાલયમાં બન્યો બનાવ
  • ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હેરાનગતિ

અમદાવાદની કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગની ઘટના સામે આવી

મહત્વનું છે કે, અમદાવાદમાં કોલેજો બાદ હવે શાળાઓમાં પણ ચોંકાવનારી રેગીંગની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં વાલીએ પોલીસને જાણ કરી છે.

ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હેરાનગતિ કરવામાં આવી

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ગત  20 એપ્રિલે સ્કૂલના 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અન્ય જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરી હેરાન પરેશાન કરી રહ્યા હતા. આ દરમિયાન ધો. 9માં ભણતા એક વિદ્યાર્થીને જબરદસ્તી ધો.12ના ત્રણ વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા હતા જ્યાં અગાઉથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું .જે યુરિન ખેંચીને લાવેલા વિદ્યાર્થીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી.

વાલીને જાણ થતાં વાલીએ વસ્ત્રાપુર પોલીસમાં આપી અરજી

વિદ્યાર્થીના પરિવારને આ અંગે જાણ થતાં તેમને વિદ્યાર્થીને પૂછયું હતું ત્યારે વિદ્યાર્થીએ પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. વિદ્યાર્થીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે તેણે સ્કૂલમાં ફરિયાદ કરી હતી. પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી વાલીએ 23 એપ્રિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે સ્કૂલ તરફથી વાલીને લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું પરંતુ વાલી જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું.

Vtvના સળગતા સવાલો

- ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ ક્યારે બંધ થશે ?
- રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થશે ?
- વિદ્યાર્થીઓને શિખવાડવાની જગ્યાએ હેરાન કેમ કરો છો ?
- શું શાળા દ્વારા રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે પગલા લેવાશે ?
- નાના વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કેમ ?
- કેન્દ્રિય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં રેગિંગની ઘટના કેમ ?
- એક ઘટના પ્રકાશમાં આવી, બીજી કોઈ ઘટના નહીં બની હોય ?
- સક્ષમ સત્તામંડળ રેગિંગ મુદ્દે કોઈ કાર્યવાહી કરશે ?
- હોસ્ટેલ તો ઠીક હવે શાળાના સમય દરમિયાન પણ રેગિંગ ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ