ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રમતા-રમતા 4 વર્ષની બાળકીના નાકમાં ઘૂસી ગયું રબરનું સ્પોન્જ, અને પછી...!

રાજકોટ / રમતા-રમતા 4 વર્ષની બાળકીના નાકમાં ઘૂસી ગયું રબરનું સ્પોન્જ, અને પછી...!

Published By: Vishal Khamar

Last Updated: 10:46 AM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. માસૂમ બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ ફસાઈ જતા બાળકીનું ઓપરેશન કર્યા બાદ સ્પોન્જ બહાર કાઢ્યું હતું.

ADVERTISEMENT

રાજકોટમાં બનેલી એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટનાએ વાલીઓને બાળકો પર સતત નજર રાખવાની યાદ અપાવી છે. શહેરમાં 4 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા પોતાના નાકમાં રબરનું સ્પોન્જ ઠૂંસી દેતાં તકલીફમાં આવી ગઈ હતી.

બાળકીને છેલ્લા દોઢ મહિનાથી નાકમાં સતત દુખાવો થતો હતો. દવાઓ લીધા છતાં સમસ્યામાં ખાસ સુધારો ન હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા. સિટી સ્કેન રિપોર્ટમાં પણ કોઈ વિદેશી મટિરિયલ (રબર) નજરે ન આવતાં સમસ્યા વધુ ગૂંચવણભરી બની ગઈ.

અંતે બાળકીને રાજકોટના ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કર પાસે લઈ જવામાં આવી. ડૉક્ટરે દૂરબીનની મદદથી નિરીક્ષણ કરતાં બાળકના નાકમાં રબરનું નાનું સ્પોન્જ ફસાયેલું હોવાનો ખુલાસો થયો. તેઓએ તરત જ સફળતાપૂર્વક તે સ્પોન્જ બહાર કાઢ્યું. ડૉક્ટરના જણાવ્યા મુજબ રબર નાકમાં વધુ સમય સુધી ફસાયેલું રહેતાં બાળકના જીવનને ગંભીર જોખમ સર્જાઈ શકતુ હતુ.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે

ઘટનાએ વાલીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નાનાં બાળકો રમતા રમતા ઘણી વખત અનજાણે જોખમ ઉભું કરી દે છે. તેથી આવી ઉંમરે બાળકોને રમકડાં કે નાની વસ્તુઓ સાથે એકલા ન રાખવા અને સતત તેમને અવલોકન કરવું અત્યંત મહત્વનું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Doctor Rajkot News Doctor Himanshu Thakkar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ