બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / A representative of Nityananda's 'country' Kailasa spewed venom against India at the UN

નિવેદન / નિત્યાનંદના 'દેશ' કૈલાસાના પ્રતિનિધિએ UNમાં ભારત વિરુદ્ધ ઓકયું ઝેર, જાણો કેમ ફરી ચર્ચામાં આવ્યો અમદાવાદવાળો કેસ

Priyakant

Last Updated: 12:37 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલ્પનિક દેશ કૈલાસાના એક પ્રતિનિધિ દ્વારા યુએનની બેઠકમાં હાજરી આપી ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી ન હતી

  • બળાત્કારના આરોપી નિત્યાનંદ લઈને મોટા સમાચાર
  • કાલ્પનિક દેશ કૈલાસાના પ્રતિનિધિએ UNમાં ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર 
  • યુએનની બેઠકમાં ભાગેડુ નિત્યાનંદને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી

ગુજરાત પોલીસ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલ અને બળાત્કારના આરોપી નિત્યાનંદ લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં વૈશ્વિક રાજદ્વારી સ્તરે એક એવી ઘટના બની છે જે મજાકથી ઓછી નથી. બળાત્કારના આરોપી અને પોતાને ભગવાન માનનાર નિત્યાનંદ દ્વારા સ્થાપિત કાલ્પનિક દેશ કૈલાસાના એક પ્રતિનિધિએ યુએનની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી ન હતી.કૈલાસાના પ્રતિનિધિએ કહ્યું કે,નિત્યાનંદ 'હિંદુ ધર્મમાં સર્વોચ્ચ ગુરુ' છે અને તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. યુએનની બેઠકમાં નિત્યાનંદને સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે. આ તરફ હવે ફરી એકવાર અમદાવાદવાળો કેસ ચર્ચામાં આવી ગયો છે. 

યુએનની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો (CESR)ની 19મી બેઠકમાં નિત્યાનંદના બચાવ માટે મા વિજયપ્રિયા નિત્યાનંદ નામની એક મહિલાએ હાજરી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ભારત 'યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા'ના સ્થાપક નિત્યાનંદ પર અત્યાચાર કરી રહ્યું છે. કૈલાસાને હિંદુ ધર્મના પ્રથમ સાર્વભૌમ રાજ્ય તરીકે વર્ણવતા વિજયપ્રિયાએ રાષ્ટ્રીય સમુદાયને કૈલાશા અને નિત્યાનંદના 20 લાખ હિંદુ વસાહતીઓ પર થતા જુલમને રોકવા માટે હાકલ કરી.

File Photo 

શું યુએનએ કૈલાસાને માન્યતા આપી છે ? 
બેઠક દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે 150 દેશોમાં દૂતાવાસ અને એનજીઓની સ્થાપના કરી છે. જોકે કૈલાશને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા મળી છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. અને જો માન્યતા મળી હોય તો નિત્યાનંદને કઈ પ્રક્રિયાથી કાલ્પનિક દેશના રાજા બનાવવામાં આવ્યા? નિત્યાનંદને જાતીય સતામણીના આરોપમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. નવેમ્બર 2019માં ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, તે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેના આશ્રમમાં બાળકોના અપહરણ સંબંધિત આરોપોની તપાસ કરી રહી હતી.

નિત્યાનંદને લઈ અનેક સવાલો 
વાત જાણે એમ છે કે, ઓક્ટોબર 2022માં બ્રિટનમાં કન્ઝર્વેટિવ સાંસદોએ જ્યારે નિત્યાનંદના સમર્થકોને સંસદમાં દિવાળી પાર્ટીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું ત્યારે ટીકાનો સામનો કરવો પડ્યો. ઈન્ટરપોલે નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે કાલ્પનિક દેશના પ્રતિનિધિને આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં હાજરી આપવા દેવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે. સવાલ એ છે કે.  શું આવા કાર્યક્રમોમાં હાજરી આપવાથી જાતીય સતામણીના આરોપીઓને પ્રોત્સાહન નહીં મળે? બીજો મોટો પ્રશ્ન એ છે કે જે દેશનું અસ્તિત્વ નથી, શું તેના પ્રતિનિધિઓને યુએનની બેઠકમાં આવવા દેવા એ સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોનું અપમાન નથી? 

જાણો શું હતો અમદાવાદવાળો કેસ ? 
પોતાને ભગવાન ગણાવતા નિત્યાનંદ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત પોલીસથી ભાગેડુ છે. વિગતો મુજબ નવેમ્બર 2019માં ગુજરાત પોલીસે બેંગ્લોર સ્થિત દંપતીની ફરિયાદ પર નિત્યાનંદ અને આશ્રમના બે ડિરેક્ટરો વિરુદ્ધ બાળકના અપહરણ અને બંધક બનાવવાનો કેસ નોંધ્યો હતો. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે નિત્યાનંદના કર્મચારીઓએ બે યુવતીઓને દેશની બહાર મોકલી દીધી હતી.આ સમગ્ર મામલે ડીપીએસ સ્કૂલ પ્રશાસનને આશ્રમને લીઝ પરની જમીન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ જમીન જરૂરી દસ્તાવેજો અને એનઓસી વગર આશ્રમને લીઝ પર આપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. લાંબી તપાસ બાદ ગુજરાત પોલીસે નિત્યાનંદને ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો. ત્યારથી ગુજરાત પોલીસ નિત્યાનંદને શોધી રહી છે.

અમદાવાદમાં ખોલ્યો હતો અને આશ્રમ 
નિત્યાનંદ વતી અમદાવાદના મણિનગરમાં યોગિની સર્વાંજપીઠમ નામનો આશ્રમ ખોલવામાં આવ્યો હતો. આ આશ્રમ માટેની જમીન ડીપીએસ સ્કૂલ પાસેથી લેવામાં આવી હતી. નોંધનીય છે કે, આ આશ્રમમાં જ છોકરીઓને બંધક બનાવવાનો મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બેંગ્લોરના દંપતીએ પોલીસમાં ફરિયાદ કરી કે, તેમને નિત્યાનંદમાં વિશ્વાસ છે. આ પછી તેઓ તેમના ચાર પુત્રીઓને બેંગ્લોર આશ્રમમાં મૂકી ગયા હતા. પરંતુ પુત્રીઓને તેમની જાણ વગર અમદાવાદ આશ્રમમાં ખસેડવામાં આવી હતી. હવે તેઓને તેમની દીકરીઓને મળવા દેવાયા નથી.

નોંધનીય છે કે, બેંગ્લોરના દંપતીની બે પુત્રીઓ હજુ પણ નિત્યાનંદની કસ્ટડીમાં છે. અમદાવાદ આશ્રમમાં પોલીસ કાર્યવાહી દરમિયાન દંપતીને તેમની બે પુત્રીઓ મળી હતી, પરંતુ બંને પુત્રીઓએ આવવાની ના પાડી હતી. પુત્રીઓની કસ્ટડીને લઈને ત્યારથી પરિવાર લડી રહ્યો છે, પરંતુ નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો હોવાથી દંપતીની બે પુત્રીઓ હજુ પરત આવી નથી. જેમાં એક પુત્રીની ઉંમર આશરે 23 વર્ષ અને બીજી પુત્રીની ઉંમર આશરે 20 વર્ષની છે.

અગાઉ મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટમાં
બેંગ્લોરના દંપતીએ આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી. આશ્રમમાંથી બે છોકરીઓના ગુમ થવા પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.આમાં એક છોકરીએ સ્વેચ્છાએ નિત્યાનંદ સાથે રહેવાનું કહ્યું. બીજી તરફ આ સમગ્ર મામલે કરણી સેનાના કાર્યકરોએ આશ્રમની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.પોલીસે ધરપકડ કરાયેલા સંચાલિકાઓમાંથીપ્રાણ પ્રિયા અને પ્રિયતત્વને જેલમાં મોકલી દીધા હતા અને નિત્યાનંદને ભાગેડુ ગુનેગાર જાહેર કર્યો હતો. 

કેમ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો ? 
આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત પોલીસ નિત્યાનંદને શોધી રહી છે. યુનાઈટેડ નેશન્સની બેઠકમાં તેમના દ્વારા જાહેર કરાયેલ દેશ કૈલાસના યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિએ હાજરી આપ્યા બાદ આ સમગ્ર મામલો ફરી પ્રકાશમાં આવ્યો છે. જોકે આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે  વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તેમને નિત્યાનંદનું લોકેશન જાણવા માટે ગુજરાત પોલીસ તરફથી કોઈ અરજી મળી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ