બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A rape complaint was registered against Pragnesh Patel of Ahmedabad in November 2020
ADVERTISEMENT
અમદાવાદમાં મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પર 160ની સ્પીડે આવેલી કારમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ. આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT
નવેમ્બર 2020માં શું બની હતી ઘટના?
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. આ તમામ યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
ADVERTISEMENT
યુવતીને નોકરી અપાવવાનો આપ્યો હતો વાયદો
અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, લોકડાઉનમાં નોકરી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની શોધખોળ કરી રહી હતી. ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયામાં અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. તેણે યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનો વાયદો આપ્યો હતો.
ADVERTISEMENT
રેડિસન બ્લુ હોટલમાં આચર્યું હતું દુષ્કર્મ
જે બાદ તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી. અહીં પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા અને જીતેન્દ્ર ગોસ્વામી પણ હાજર હતા. હોટલના રૂમમાં કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો-વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. જૈમિન પટેલ અને નીલમ પટેલ નામના યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હતું.
5 નરાધમોએ આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ
જે બાદ 5 નરાધમોએ યુવતીને બ્લેકમેઇલ કરીને અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ સહિત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પીડિતાએ હિંમત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT

ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી તપાસ
ભોગ બનનાર યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે તમામને ઝડપી લીધા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.