બ્રેકિંગ ન્યુઝ
VTV / A plan with unlimited calling and data for one year for just Rs.100
Anita Patani
Last Updated: 03:03 PM, 8 February 2021
ADVERTISEMENT
જીઓએ ખુબ જ થોડા સમયમાં ફ્રી ડેટા દ્વારા એક એવુ સ્થાન હાંસલ કર્યુ છે કે જૂની કંપનીઓ લાંબા સમયથી મેળવી શકી નથી. જો જીઓના રિચાર્જની વાત કરવામાં આવે તો ઘણા એવા પ્લાન છે કે જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે અન્ય બેનીફીટ પણ મળે છે.
ADVERTISEMENT
આજે અમે તમને જીઓના સૌથી સસ્તા રિચાર્જ વિશે જણાવીશું. જો તમે એવુ વિચારી રહ્યાં છો કે તમારે ઓછી કિંમતવાળો ફોન જોઇએ છે જેમાં માસિક ખર્ચ ખૂબ ઓછો આવે તો 1299 રૂપિયાવાળો પ્લાન કરાવી શકો છો. આ પ્લાનની વેલેડીટી 336 દિવસ છે.
જીઓનો 1299 રૂપિયાનો રિચાર્જ પ્લાન
જીઓના 1299 રૂપિયાવાળા પ્લાનમાં તમને 336 દિવસની વેલેડીટી મળે છે. જે હિસાબથી માસિક ખર્ચ તમને 108.25 રૂપિયા જ થશે. આ રિચાર્જ તમારે એક વાર કરાવવું પડશે અને તેમાં આખુ વર્ષ બીજી વાર રિચાર્જ નહી કરાવવું પડે. વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે.
ડેટા બેનેફીટ
ડેટા બેનેફીટની વાત કરીએ તો તેમાં તમને ટોટલ 24 જીબી ડેટા મળશે. જે પણ યુઝર પોતાના માટે કોલિંગ વાળો પ્લાન જોવે છે તો તેને આ પ્લાન લેવો જોઇએ. કારણકે આમાં અનલિમિટેડ કોલિંગ મળે છે અને સાથે સાથે ડેટા પણ મળે છે. એસએમએસની વાત કરવામાં આવે તો 3600 એસએમએસ પણ મળે છે. તે સાથે જ આ રિચાર્જમાં જીઓના દરેક સબસ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવે છે.
રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયા (હવે વી) અને બીએસએનએલ વધતી સ્પર્ધા વચ્ચે તેમની રિચાર્જ યોજનાઓમાં સતત ફાયદાઓ વધારી રહ્યા છે. રિલાયન્સ જિયોની પણ 75 રૂપિયાનો એક ખાસ પ્લાન છે, જેમાં ગ્રાહકોને મહિના (28 દિવસ) દરમ્યાન ફ્રી કોલિંગનો લાભ મળે છે. એટલે કે, ગ્રાહકો કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલ કરી શકે છે. જિયોનો આ પ્લાન કંપનીની ઓલ ઇન વન યોજનાનો એક ભાગ છે. તો ચાલો જાણીએ જિયો ફોનના આ 75 રૂપિયાના પ્લાનમાં અન્ય કયા બેનેફિટ્સ ઉપલબ્ધ છે.
અનલિમિટેડ કોલિંગ સાથે 3 જીબી ડેટા
જિયો ફોનના 75 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જિયોની આ યોજનામાં, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો છે. જો તમે એસએમએસ વિશે વાત કરો તો યુઝર્સને યોજનામાં 50 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. યુઝર્સને પ્લાનમાં કુલ 3 જીબી ડેટા મળે છે. આ સિવાય, યોજનામાં જિયો એપ્લિકેશન્સનું કોમલિમેન્ટ્રી સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.
185 રૂપિયાના પ્લાનમાં 56 જીબી ડેટા મળશે
જિયોની ઓલ-ઇન-વન પ્લાન્સમાં કુલ 4 રિચાર્જ પ્લાન છે. જિયો ફોનના પ્લાનમાં 75 રૂપિયાથી લઈને 185 રૂપિયા સુધીના પ્લાન સામેલ છે. આ તમામ રિચાર્જ પ્લાન્સ ગ્રાહકોને 28 દિવસની વેલેડિટી આપે છે. જિયો ફોનના 125 રૂપિયાના પ્લાનમાં ફ્રી કોલિંગનો ફાયદો 14GB ડેટા સાથે આપવામાં આવ્યો છે. તે જ સમયે, 155 રૂપિયાના પ્લાનમાં 28GB ડેટા ઉપલબ્ધ છે. એટલે કે, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. જિયો ફોનની 185 રૂપિયાના પ્લાનમાં 56GB ડેટા, ફ્રી કોલિંગ અને 100 એસએમએસ મોકલવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.