બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A mother in whom the feeling of motherhood beats from time to time, do you know this 'hur' (fairy) for children?

પારકા પોતાના / એક એવી માતા જેનામા પળે-પળ ધબકે છે માતૃત્વનો અહેસાસ, બાળકો માટેની આ 'હૂર'(પરી)ને જાણો છો ?

Published By: Mehul

Last Updated: 05:49 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાની એક માતાનું નામ છે નૂર મિફ્તાહૂલ જન્નાહ, હાલ તેણી તજાયેલા 63 બાળકોનો ઉછેર કરી રહી છે. અહીં એક વર્ષથી માંડી 12 વર્ષ સુધીના બાળકો ઉછરી રહ્યા છે

  • ઈન્ડોનેશિયાની નૂરના હૃદયમાં દયા,કરુણા,પ્રેમ 
  • 63 જેટલા અનાથ બાળકોનું કરે છે લાલન-પાલન 
  • 2013થી પોતાના ઘરને જ બનાવ્યું છે આશ્રય સ્થાન 

 

  • ઈન્ડોનેશિયામાં હજારો બાળકોનું લાલન-પાલન
  • એક વર્ષથી માંડી 12 વર્ષ સુધીના બાળકો ઉછેરે છે નૂર 
  • ઈન્ડોનેશિયામાં બાળક ત્યજી દેવાનો રેશિયો સૌથી ઉંચો 

ઈન્ડોનેશિયામાં લોકો ભલે પોતાની ભૂલના કારણે બાળકોને ત્યજી  રહ્યા હોય  પરંતુ આ એક માતા એવા હજારો બાળકોનું લાલન-પાલન કરવા સક્ષમ છે.  ઈન્ડોનેશિયાનીએક માતાનું નામ છે નૂર મિફ્તાહૂલ જન્નાહ, હાલ તેણી તજાયેલા 63 બાળકોનો ઉછેર કરી રહી છે. અહીં એક વર્ષથી માંડી 12 વર્ષ સુધીના બાળકો ઉછરી રહ્યા છે.  ત્યારે ઇન્ડોનેશિયામાં બાળકોને તજવાની કેવી છે બ્લેક સાઈડ અને આવા બાળકોના જીવનની ઊજળી આશાનું કેવું છે 

હજારો બાળકોની એક પાલક માતા.એક એવી માતા કે જેણે ત્યજાયેલા હજારો બાળકોનું લાલનપાલન કરી રહી છે હા .આ ઘર લોકોની સ્વાર્થીલી  ક્રૂરતનો ભોગ બનેલા બાળકોનું નવું ઘર છે.. ઘર તજાયેલા અને અનવોન્ટેડ બાળકોનું નવું ઘર છે.  લોકો ભલે પોતાની ભૂલના કારણે બાળકોને તજી રહ્યા હોય  પરંતુ આ એક માતા એવા હજારો બાળકોનું લાલનપાલન કરવા સક્ષમ છે... ઈન્ડોનેશિયાની આ માતાનું નામ છે નૂર મિફ્તાહૂલ જન્નાહ, હાલ તેણી તજાયેલા 63 બાળકોનો ઉછેર કરી રહી છે. અહીં એક વર્ષથી માંડી 12 વર્ષ સુધીના બાળકો ઉછરી રહ્યા છે.નૂર અને તેનો પતિ ઉપરાંત અન્ય 18 લોકો વર્ષ 2013થી અહીં ત્યજાયેલા બાળકોની સંભાળ રાખી રહ્યા છે

નૂર ઈચ્છત તો આ બાળકોને કોઈ અનાથાશ્રમમાં મૂકીને સંતોષ માની લેત પરંતુ તે આવા  બાળકોને પોતાના ઘરે લાવે છે. કારણ એ છે કે, અનાથ બાળકોને પોતાના ઘરે લાવવાથી તે પોતાના જૈવિક બાળકોની જેમ જ આ બાળકોને સાચવી શકે. નૂર અને તેના પતિના નિ;સ્વાર્થ લાલન-પાલનના કારણે આ બાળકો પોતાને અહીં અનાથ નથી અનુભવતા, અહીં લવાયેલા બાળકો નૂરને માતા કહીને બોલાવે છે અને તેના પતિને પપ્પા કહીને બોલાવે છે. બાળકોને જ્યારે કોઈ મુશ્કેલી પડે છે ત્યારે તેઓ મને શોધે છે

આપને જણાવી દઈએ કે, નૂર પણ જ્યારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે તેને પણ તજી દેવામાં આવી હતી. નૂરના માતા પિતાએ ડિવોર્સ લઈ લીધા હતા ત્યાર બાદ નૂર અનાથ બની ગઈ હતી. આથી નૂર  આવા તજી દેવાયેલા બાળકોની પીડા સારી રીતે સમજે છે.  તે નથી ઇચ્છતી કે અન્ય બાળકોને પણ અનાથ હોવાની પીડા ભોગવવી પડે


એક અહેવાલ મુજબ જાન્યુઆરી થી નવેમ્બર-2021 સુધીમાં ઈન્ડોનેશિયામાં 784 જેટલા બાળકો તજાયેલી હાલતમાં મળી આવ્યા હતા. વાલીઓની આર્થિક સ્થિતિ અને સામાજિક સમસ્યાઓ તેમજ માનસિક બીમારીના કારણે બાળકોને તજી દેવાનું વલણ વધી રહ્યું છે.  નૂર બાળકોની સાર સંભાળ રાખવાની સાથે સાથે બાળકો જ્યારે પોતાના માતા પિતા વિશે સવાલ કરે ત્યાર જવાબ આપવાની માનસિક સજ્જતા કેળવી રહી છે. તે  બાળકોને એ ખાતરી પણ આપી રહી છે કે, જો તેમના વાલીઓ  આ બાળકોને ફરી વાર સ્વીકારે નહીં તો તે પોતે જ બાળકોને સાચવશે
 

સંકળાયેલા મુદ્દાઓ

આર્થિક સ્થિતિ ઇન્ડોનેશિયા ત્યજાયેલા બાળકો નૂર લાલન-પાલન વાલીઓ Indonesia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ