ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / A metal nut got stuck in the baby's nose

ના હોય! / રામ રાખે તેને કોણ ચાખે! 4 વર્ષના બાળકે નાકમાં નાંખી દીધી મેટલની નટ,પછી જે થયું તે જાણી ચોંકી જશો

Published By: Khyati

Last Updated: 03:47 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 4 વર્ષના બાળકના નાકમાં ફસાઇ ગઇ મેટલની નટ. ડોક્ટરે દૂરબીનથી નટ બહાર કાઢતા બાળકનો જીવ બચ્યો

ADVERTISEMENT

  • 4 વર્ષના બાળક નાકમાં ફસાઇ મેટલની નટ
  • રમત રમતમાં મેટલની નટ નાકમાં ફસાઇ ગઇ
  • ડોક્ટરે દૂરબીન વડે નટ નાકમાંથી કાઢી બહાર 

ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે.  મેડિકલ ઇમરજન્સીમાં ભગવાન પહેલા જો કોઇ યાદ આવે તો એ છે ડોક્ટર. ત્યારે રાજકોટમાં ચાર વર્ષના બાળક માટે ડોક્ટર ભગવાન સમાન બન્યા. ચાર વર્ષના મોનિત જોષીને  ડો. હિમાંશુ ઠક્કરે મુસીબતમાંથી ઉગાર્યો. મોનિત ઘરમાં રમી રહ્યો હતો તે સમયે રમત રમતમાં તેણે નાકમાં મેટલની નટ નાંખી દીધી.  બાળકને શ્વાસ લેવાની તકલીફ પડતા મોનિતના પરિવારને નાકમાં કંઇક ગયુ હોવાની જાણ થઇ હતી.  માતા પિતાની ચિંતાનો કોઇ પાર રહ્યો નહી. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા માતાપિતાના જીવ પણ તાળવે ચોંટાયા હતા. પરિવાર તાત્કાલિક બાળકને લઇને દવાખાને દોડી આવ્યા.

 મોનિતને જોખમમાંથી ઉગાર્યો ડોક્ટરે

4 વર્ષના બાળકને સારા ખોટાની સ્વાભાવિક છે કે સમજ ન હોય. બાળક ઘરમાં દેખાતી દરેક વસ્તુથી રમવા બેસી જતુ હોય છે. ત્યારે માતા પિતાનું ધ્યાન ન હોય તેવા સમયે આવી  ઘટનાઓ બનતી હોય છે. જો કે સદનસીબે મોનિતના માતા પિતાને ખબર પડી જતા તેઓ બાળકને દવાખાને લઇ ગયા. જ્યાં ડૉક્ટરે બાળકના નાકની જમણી બાજુ મેટલની નટ ફસાઇ ગઇ હોવાનુ જણાવ્યુ હતું. નટ કાઢવાનુ કાર્ય જોખમી તો હતુ પરંતુ ડૉક્ટરે પોતાની સૂઝબુઝથી દૂરબીન વડે નટ નાકમાંથી કાઢી લીધી.  ડોક્ટરનું કહેવુ છે કે નટ બાળકની અન્નનળી અને શ્વાસનળીમાં ફસાઇ જાય તેનું જોખમ હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

rajkot ગુજરાત બાળક મેટલ નટ સફળ સર્જરી impossible

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ