બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A man from Telangana living in Gandhinagar was cheated of Rs 11.39 lakh in money-for-task fraud last March

ગુજરાત / 'ગૂગલ મેપ રિવ્યૂ કરો અને કમાણી કરો', ગાંધીનગરના યુવાનને 11 લાખનો ચૂનો, વોટ્સએપ પર મોટો ફ્રોડ

Hiralal

Last Updated: 04:27 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિએ ગૂગલ મેપ રિવ્યૂ કરવાના ચક્કરમાં 11 લાખથી વધુની રકમ ગુમાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

મોબાઈલમાં ટાસ્ક પૂરુ કરવાના ચક્કરમાં ગાંધીનગરના એક શખ્સને 11 લાખથી વધુનો ચૂનો લાગ્યો છે. આ ઘટનાથી ચેતવા જેવી છે.  ગાંધીનગરમાં રહેતા તેલંગાણાના એક વ્યક્તિ સાથે ગત માર્ચ મહિનામાં મની ફોર ટાસ્ક ફ્રોડમાં 11.39 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ અંગે શનિવારે ગાંધીનગર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી 37 વર્ષીય સુરેશ અંકમ એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને રાંદેસણમાં રહે છે.

ગૂગલ મેપ્સની સમીક્ષા કરતો વોટ્સએપ મેસેજ મળ્યો હતો 
પોતાની ફરિયાદમાં અંકમે જણાવ્યું હતું કે 13 માર્ચ 2023ના રોજ ગૂગલ મેપ્સની સમીક્ષા કરીને પૈસા કમાવવા અંગેનો વોટ્સએપ મેસેજ મળ્યો હતો. તેમને દરેક કાર્ય પૂર્ણ કરવા માટે 50 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. અંકમે છ ટાસ્ક પૂરા કર્યા અને તેના માટે 300 રૂપિયા મેળવ્યા. પાછળથી તેને એક પ્રીપેઇડ કાર્ય પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના માટે તેણે નોંધણી કરવા માટે પહેલા પૈસા ચૂકવવાના હતા. આપેલ કાર્ય પૂર્ણ થતાં તેમને સારા વળતરનું વચન આપવામાં આવ્યું હતું.

13 માર્ચથી 17 માર્ચ સુધી 11.39 લાખ ચુકવ્યાં 
અંકમે 13 માર્ચથી 17 માર્ચ, 2023 ની વચ્ચે 20 ટ્રાન્ઝેક્શનમાં 11.39 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે તેને કોઈ વળતર મળ્યું નહીં અને તેના બદલે તેને વધુ પૈસા ચૂકવવાનું કહેવામાં આવી રહ્યું હતું, ત્યારે તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ ગઈ છે અને તરત તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. આશરે એક વર્ષ બાદ સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળના આરોપો સાથે આઇપીસીની કલમો હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

વોટ્સએપ પર લોભામણી ઓફરથી ચેતો 
વોટ્સએપ પર લોભામણી ઓફર દ્વારા ઠગાઈના અનેક કિસ્સા સામે આવે છે છતાં પણ લોકોની આંખો ખુલતી નથી અને અવારનવાર છેતરાઈ જતાં હોય છે. આ ઘટના પણ આ જ પ્રકારની છે. પાર્ટ ટાઇમ જોબ ફ્રોડ અનેક ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે. મોડસ ઓપરેન્ડી એકસરખી જ રહે છે, તેમ છતાં કાર્યો અલગ અલગ હોય છે. શરૂઆતમાં, દરેક કાર્ય સાથે, ભોગ બનનારને નાની રકમ જમા કરાવવાનું કહેવામાં આવે છે અને તેનો વિશ્વાસ મેળવવા માટે તેને રોકડ પુરસ્કારો પણ આપવામાં આવે છે. પરંતુ પાછળથી, ભોગ બનનાર તેની મહેનતની કમાણી ગુમાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ