બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / તાઈવાનમાં 7.0ની તીવ્રતાનો મોટો ભૂકંપ, ધ્રૂજી ઉઠી બિલ્ડિંગ્સ, લોકોમાં ફેલાઈ દહેશત

વિશ્વ / તાઈવાનમાં 7.0ની તીવ્રતાનો મોટો ભૂકંપ, ધ્રૂજી ઉઠી બિલ્ડિંગ્સ, લોકોમાં ફેલાઈ દહેશત

Nirav Kumar

Last Updated: 10:53 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાઇવાનમાં 7.0 મેગ્નીટ્યુડની તીવ્રતાવાળો પાવરફુલ ભૂકંપ આવ્યો છે. જેના કારણે અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો નાસભાગ કરતા જોવા મળ્યા હતા.

તાઇવાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જેમાં અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.0 મેગ્નીટ્યુડ હતી. અત્યારે તેમાં કુલ કેટલું નુકશાન થયું છે તે સામે નથી આવ્યું. જેમાં સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત લોકોની સંખ્યાની માહિતી ભેગી કરી રહ્યા છે.

આ ભૂકંપનું કેન્દ્ર યિલાન કન્ટ્રી હોલથી 32.3 કિમી પૂર્વમાં હતું. તેની ઊંડાઈ જમીનથી 72.8 કિમી નીચે હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપથી રાજધાની તાઈપેઈમાં અનેક ઇમારતો ધ્રુજી ઉઠી હતી. તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટોના જોડાણ પાસે સ્થિત છે. આથી અહીંયા ભૂકંપનો ખતરો રહે છે.


vtv app promotion

આ ભૂકંપના સીન સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. જેમાં લોકો દુકાનો અને ઘરોમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. તો ફાર્મસીના એક વીડિયોમાં લોકો ભૂકંપ આવતા દોડતા જોવા મળે છે.  બીજા વીડિયોમાં એક એપાર્ટમેંટમાં બધું હલતું જોવા મળે છે.

આ અંગે તાઇવાનની નેશનલ ફાયર એજન્સીએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે. ભૂકંપ બાદ કોઈ પણ સુનામીની ચેતવણી જાહેર નથી કરાઈ. જેમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી મળ્યા. એજન્સીએ લોકોને તાત્કાલિક રાખવા, હાનિકારક વસ્તુઓથી દૂર રહેવા, જૂતા અને ફ્લેશલાઇટ પાસે રાખવાની સલાહ આપી રહ્યા છે.

વધુ વાંચો : "બધા ભારતીયોને અમેરિકામાંથી હાંકી કાઢો, નહીંતર..." અમેરિકન પત્રકારના ઝેરીલા શબ્દો

અગાઉ પણ તાઇવાનમાં ઘાતક ભૂકંપ આવી ચુક્યા છે. જેમાં વર્ષ 2016 માં દક્ષિણ તાઇવાનમાં આવેલા પાવરફુલ ભૂકંપનો પણ સમાવેશ થાય છે જેમાં 100 થી વધુ લોકોના અવસાન થયા હતા. તો વર્ષ 1999 માં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 2000 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yilan Country Earthquake Taiwan
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ