બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A grand celebration will be held by Team India at ITC Narmada Hotel

આતશબાજી / ટીમ ઈન્ડિયાની હોટલમાં જશ્નની તૈયારીઓ, સ્પેશિયલ કેક તૈયાર, પાકિસ્તાનના ખેલાડીઓ હાર બાદ પણ કરશે ઉજવણી, જાણો કેમ

Kishor

Last Updated: 09:33 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023ને “મિલેટ ઈયર” તરીકે ઉજવાતું હોવાથી આ થીમ પર જ કેક કાપી આઈટીસી નર્મદા હોટલમાં ટીમ ઇન્ડિયા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

  • પાકિસ્તાન સામે ભારતની જીત બાદ દેશભરમાં આતરબાજી
  • આઈટીસી નર્મદા હોટલમાં કરાશે ભવ્ય ઉજવણી
  • પાકિસ્તાન પણ કરશે ભવ્ય ઉજવણી! આવું છે કારણ

ક્રિકેટના મેદાનમાં આજે ટીમ ઇન્ડિયાના સાવજો એ પાકિસ્તાનને ખરાબ રીતે પરાસ્ત કરી રંગ રાખ્યો છે. જેને લઇને માત્ર અમદાવાદ, ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આતરબાજી સાથે ભવ્ય ઉજવણીનો માહોલ છે. દેશમાં જાણે નવરાત્રી અગાઉ દિવાળી આવી ગઈ હોય તેમ ઝાકમઝોળ ઉજવણી થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે હોટલમાં જશ્નની તૈયારી ચાલી રહી છે. હોટેલ રૂમને અદભુત શણગાર સજવામાં આવ્યા છે અને આ ભવ્ય જીતની તૈયારીઓ ચાલી રહી છે.

2023ને “મિલેટ ઈયર” ની થીમ પર ઉજવણી

દેશમાં તો ઉજવણી જેવો માહોલ છે જ પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલી આઈટીસી નર્મદા હોટલમાં રોકાયા છે. ત્યારે જીત બાદ જ્યા ખેલાડીઓ રાત્રે પરત ફરશે ત્યારે જબરદસ્ત ઉજવણી કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. હોટેલમાં ભારતીય ટીમ માટે સ્પેશિયલ કેક બનાવવામાં આવી છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2023ને “મિલેટ ઈયર” તરીકે ઉજવાતું હોવાથી આ થીમ પર જ કેક બનાવાઈ રહી છે. જીતની ખુશીને લઇને બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરામાંથી તૈયાર થયેલી કેક કટિંગ કરાશે.

15 ઓક્ટોબર પાકિસ્તાનની ટીમના સુકાની બાબર આઝમનો જન્મદિન

ભારત સામે પાકિસ્તાનનું સતત આઠમી વખત સપનું રોડાયું છે એટલે કે આઠમી વખત કારમી હારનો સામનો કર્યા બાદ પણ પાકિસ્તાનની ટીમ તેમના ઉતારા હયાત હોટલ ખાતે ભવ્ય ઉજવણી કરી શકે છે. કારણ કે 15 ઓક્ટોબર પાકિસ્તાનની ટીમના સુકાની બાબર આઝમનો જન્મદિન છે. જ્યા બાબર આઝમનો 30મો જન્મદિવસ ઉજવાય શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ