બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / a farmer named purushottam siddhpura from jamka village junagadh is earening crores of rupees from organic farming
શું તમે માનશો કે એક સામાન્ય ગામડાનો ખેડુત જુદા જુદા 10 કરતાં વધારે દેશોમાં ખેતપેદાશો વેચીને વર્ષે દહાડે બે કરોડ રૂપિયા કમાઈ લે છે?
ADVERTISEMENT
દસ દેશોમાં વેચે છે ખેતીની નિપજો
ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં જામકા ગામમાં વસતાં પુરૂષોત્તમભાઈ સિદ્ધપુરાં ભારતના અનેક ખેડૂતોની જેમ ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. તમને થશે કે એમા શું નવું છે? ખરું, પણ પુરુષોત્તમભાઈની માર્કેટિંગ સ્ટ્રેટેજી કૈંક અલગ જ છે જેણે તેમને આટલી બધી સફળતા અપાવી હતી.
18 વર્ષની ઉંમરથી ખેતી કરે છે.
પુરષોત્તમભાઈની ઉંમર 50 વર્ષ છે અને તેઓ 18 વર્ષની ઉંમરથી ખેતી કરે છે. તેઓ ફળો,શાકભાજી અને ધાન્ય વગેરેની ખેતી કરે છે. અને હવે ભારત સિવાય બીજા દસેક દેશોમાં તેમનો પાક વેચે છે.
ADVERTISEMENT

માર્કેટિંગ સ્ટ્રેટેજી- અતિથિ દેવો ભવ
તેઓ કહે છે કે અતિથિ દેવો ભવ એ ભારતની પરંપરા રહી છે. મે તેને ગંભીરતાથી લઈ લીધું હતુ. હું ખાસ ગ્રાહકોને મારા ખેતરે આમંત્રણ આપીને બોલાવું છું, ત્યાં તેઓ મારી સાથે બે દિવસ માટે રહે છે. આ દરમિયાન હું તેમણે મારી ખેતીની પધ્ધતિ બતાવું છું. આ જ ખેતપેદાશોમાંથી બનેલો ખોરાક પણ ખવડાવું છું. તેમના તમામ પ્રશ્નોના જવાબો પણ આપું છું અને આ બધુ એકન પણ પૈસો લીધા વગર જ. જો તેમને મારી આ પધ્ધતિ ગમે તો તેઓ ઓર્ડર આપી જાય છે. તેમણે નિયમિત રીતે વોટ્સેપ પર અપડેટ્સ પણ મલી જાય છે. અને આ રીતે તેમને મારા પર ભરોસો થાય છે જેના પગલે એક અલગ જ સંબંધ બંધાઈ જાય છે.
ADVERTISEMENT
પહેલાં તો દુષ્કાળ જેવિ સ્થિતિ હતી
જામકા વિસ્તારમાં આ પહેલા 1999 સુધી તો દુષ્કાળની સ્થિતિ રહેતી હતી. પરંતુ ત્યાર બાદ ગાંવસીઓએ ભેગા મળીને ફંડ ઉઘરાવ્યું અને ડેમ જેવા જળસંચયના સ્થળો બનાવ્યા. ''અમે 45 લાખ રૂપિયા એકઠાં કર્યા અને 55 નાના બંધ બનાવ્યા અને પાંચ તળાવ બનાવ્યા. આ ગામના 3 હજાર રહેવાસીઓ માટે વરદાન બન્યા અને ભૂગર્ભ જળ 500 ફૂટ થી 50 ફૂટ ઊંડે સુધી આવી ગયું. લાખો લિટર પાણી બચાવી શકાયું. ગુજરાત સરકારે પણ અમારું આ મોડલ અપનાવ્યું. અપૂરતો વરસાદ પછીથી ક્યારેય પ્રશ્ન બન્યો નથી." તેમણે કહ્યું હતું.
સિધ્ધપુરા ભાઈ કહે છે કે તેઓ બહારના લોકોને પરિવારના સદસ્યની જેમ આવકારે છે અને તેઓ તેમનું ભોજન ખાઈને જ ખુશ થઈ જાય છે. આ એક બિઝનેસ ટુ બિઝનેસ મોડલ છે. જે હવે એટલું સફળ થઈ ગયું છે કે બીજા ખેડૂતો પણ તેમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. મારી જાહેરાત સૌથી વધારે લોકોએ પોતે જ કરી છે અને મે કોઈ પ્લેટફોર્મનો ખાસ ઉપયોગ નથી કર્યો.
ADVERTISEMENT

2 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર
અમેરિકા, બ્રિટન, જર્મની અને દુબઈ જેવા દેશોમાં તેમનાં ગ્રાહકો છે જે તેમની પ્રોડક્ટ ખરીદે છે. પણ આ મંત્ર ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારું કામ એટલું સારું હોય અને તમે સારી પ્રોડક્ટ આપો. ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું માર્કેટ હજુ પણ વધારે વિસ્તરી રહ્યું છે.
ADVERTISEMENT
ખર્ચ અસરકારક અને પાણી બચત ખેતી
કૌટુંબિક વ્યવસાય હોવાથી, સિદ્ધપરા કૃષિ ક્ષેત્રમાં પ્રવેશવા માટે નાનપણથી જ તૈયાર હતા. 18 વર્ષની વયે તેમની પાસે ઘણા વિચારો હતા અને તેમાંથી મોટાભાગના તેમના શિક્ષણથી ઉદ્ભવ્યા હતા. તેમણે ખેતીની ઓર્ગેનિક પદ્ધતિ વિશે શીખ્યા.
“મારા પિતા પાક ઉગાડવા માટે રસાયણો અને ગાયના છાણનો ઉપયોગ કરતા હતા પણ હું રસાયણોથી છુટકારો મેળવવા માંગતો હતો. જ્યારે મેં તેમને આ અંગે કહ્યું ત્યારે અન્ય ખેડૂતોએ મારી મજાક ઉડાવી. સદભાગ્યે, અમારી 15 એકર જમીનનો ઉપયોગ ગાયના છાણ માટે કરવામાં આવ્યો હતો, જેથી રસાયણોને નાબૂદ કરવામાં પાકને કોઈ નુકસાન થયું ન હતું, ” પુરષોત્તમ ભાઈ કહે છે.
ADVERTISEMENT

આવકમાં આવ્યો મોટો ફેરફાર
આ અગાઉ અમારો નફો નહિવત હતો અને આવકને આગામી પાક ચક્ર માટે રસાયણો અને જંતુનાશકોની ખરીદીમાં ફરીથી રોકાણ કરવું પડતું હતું . તેમનો દાવો છે કે એ સમયે પરિવારની આવક ખેત મજૂરો જેવી જ હતી.
તેમણે પહેલા કેરી,પપૈયાં,સફરજન જેવા ફળો પકવવાની શરૂઆત કરી. ત્યાર બાદ તેઓ જુવાર, બાજરો અને વિવિધ મસાલા જેવા કે જીરા મરચા વગેરે પક્વતા થયા. આ પાછળનો હેતુ એ હતો કે એકબીજાને ઊગવામાં તેઓ સારો સહકાર આપે અને ઓછું પાણી કે સૂર્યપ્રકાશ હોય તો પણ ચાલી જાય.
ઓર્ગેનિક ફર્ટિલાઇઝર
તેમણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવા માટે છાશ, ચોખાનું પાણી, ગોળ અને ગાયના છાણનો ઉપયોગ કર્યો હતો. આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાથી તેમના ખર્ચમાં 40% નો ઘટાડો થયો હતો સાથે પાણીની ખપત પણ 520% જેટલી ઘટાડી શકાઈ હતી અને આવક 5 ગણી થઈ ગઈ હતી. વધેલી આવકનો હિસ્સો તેમણે બીજી પ્રોડક્ટ્સ બનવવા માટે કર્યો હતો. તેમણે ઘી, તેલ, મધ, અથાણાં અને ચ્યવનપ્રાશ જેવિ વિવિધ ચીજો બનાવવાનું શરૂ કર્યું હતું.
આ રીતે તેમણે આવકમાં 15%નો વધારો કર્યો હતો. ભવાની મોદી નામના 12 વર્ષ જૂનાં ગ્રાહકે સિધ્ધપુરાંનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેમની કોઈ પણ પ્રોડક્ટ વિશ્વાસ કરવા યોગ્ય, શુદ્ધ અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોય છે.
પુરુષોત્તમભાઈ ખેડૂતો માટે ઉદાહરણરૂપ બિઝનેસ મોડલ બનાવી શક્યાં છે અને આગામી દિવસોમાં ખેડૂતોને તેમના અનુભવોનો લાભ મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.