બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / A farmer from Rajasthan Bhilwara earns lakhs of rupees a year by farming after his father death

સફળતા / પિતાના મોત બાદ કંપની બંદ કરી શરૂ કરી ખેતી,હવે વર્ષે કમાય છે લાખો રૂપિયા

Vishal Khamar

Last Updated: 03:16 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ પોતાની કંપની શરૂ કરનાર ભીલવાડાના એક ખેડૂતે પોતાના પિતાના મૃત્યુ બાદ ખેતી શરૂ કરી હતી. મજબૂરીમાં શરૂ કરેલી ખેતીમાં અત્યારે ભીલવાડાનો આ ખેડુત લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.

રાજસ્થાનનો અભિષેક જૈન નામનો ખેડૂત પરંપરાગત ખેતીની રીત છોડીને આધૂનિક ખેતી કરી રહ્યો છે. જેથી તેના જીવનમાં આર્થિક સમૃદ્ધી પણ આવી છે અને તે બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે. તે મોટા પ્રમાણમાં સફળતાપૂર્વક લીંબુની ખેતી કરતો હોવાથી તે આસપાસના વિસ્તારમાં "લેમન કિંગ" તરીકે પણ ઓળખાવા લાગ્યો છે. હાલમાં તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

અભિષેક જૈન રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના સંગ્રામગઢનો છે. જ્યાં અભિષેક 2007થી વારસામાં મળેલી 30 વીઘા જમીન પર ખેતી કરે છે. જેમાં તે લીંબુ અને જામફળની ઓર્ગેનિક ખેતી કરે છે. આના પહેલા તે એક કંપની ચલાવતો હતો છે.તે કોમર્સમાં ગ્રેજ્યુએટ થયેલો હતો. પરંતુ તેના પિતાનું અકાળે મૃત્યુ થતા તેને પોતાની કંપની બંધ કરીને ખેતી કરવાનું શરૂ કર્યું હતુ.જેમાં તેને નોંધપાત્ર સફળતા હાંસીલ કરી છે.

અભિષેકે પરંપરાગત ખેતીની જગ્યાએ કોમર્શિયલ ખેતી કરવાનું શરૂ કર્યુ હતુ. જેના માટે તેને પોતાના ખેતરોમાં રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેને ઘણો ફાયદો થયો હતો. તેની ખેતીનો ખર્ચ પણ ઘટ્યો અને જમીનની ફળદ્રુપતા પણ વધી છે. કુલ 6 એકર જમીનમાં તેને લીંબુની ખેતી માટે ચાર એકર જમીન અને જામફળની ખેતી માટે દોઢ એકર જમીન ફાળવી છે. આ સિવાય તે અડધા એકરમાં ગૌશાળા ચલાવે છે. તથા ફૂડ પ્રોસેસિંગમાં અથાણું બનાવી તેનુ વેચાણ કરી સારી ઈન્કમ કરી રહ્યો છે. જેમાં કુલ મળી તે વાર્ષિક 12 લાખ રૂપિયાથી વધુનો નફો કમાઈ રહ્યો છે.

જ્યારે અભિષેકે ખેતીની શરૂઆત કરી ત્યારે તેને યોગ્ય માર્ગદર્શનના અભાવને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બાદમાં તે ખેતીની માહિતી આપતા કેટલાક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. જ્યાં તેને મહત્વપૂર્ણ માહિતી મળતા તેને ખેતીની પદ્ધતીમાં ફેરફાર કર્યો હતો. 

વધુ વાંચોઃ મોબાઇલ યુઝર્સને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આગામી આ તારીખથી બંધ થશે કૉલ ફોરવર્ડિંગ ફીચર

ઉલ્લેખનીય છે કે, અભિષેકે તેના મિત્રોની સલાહ બાદ લીંબુના અથાણાનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યુ છે. પિકલ જંક્સન નામની બ્રાન્ડથી તે અમેઝોન પર લીંબુના અથાણાનુ વેચાણ કરી રહ્યો છે. આ અથાણા માટે તે પોતાના ખેતરમાં પાકતા 20% લીંબુનો ઉપયોગ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ