બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / A family from Mumbai presents a diamond-studded gold crown worth crores to the Gadda temple

બોટાદ / મુંબઈના પરિવારે ગઢડાના મંદિરને અર્પણ કર્યો કરોડોનો હીરાજડિત સુવર્ણ મુકુટ, કહ્યું ગોપીનાથજીના શિરે આ શોભશે એ જ અમારું સૌભાગ્ય

Vishal Khamar

Last Updated: 05:32 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિરે મુંબઈ ના અજમેરા પરીવાર દ્વારા ગોપીનાથજી ભગવાનને કરોડોની કિંમતનો સોનુ અને હિરા જડિત મુગટ અર્પણ કરાયો.

  • ગોપીનાથજી ભગવાનને કરોડોની કિંમતનો મુઘટ અર્પણ
  • મુંબઇના અજમેરા પરિવારે અર્પણ કર્યો મુઘટ
  • સોના અને હિરા જડિત મુઘટ અર્પણ કરાયો

ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ૨૯ વર્ષ ગઢડામા રહી ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી છે અને સ્વામીનારાયણ ભગવાને ગઢડામા સ્વામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનો ગ્રંથ શિક્ષાપત્રીની રચના ગઢડામા કરી હતી. એટલેજ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગણાય છે. ગઢડામા આવેલ ગોપીનાથજી મંદિરે મુંબઈ ના અજમેરા પરીવાર દ્વારા ગોપીનાથજી ભગવાનને કરોડોની કિંમતનો સોનાનો અને સાચા હિરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. વડતાલ ગાદિના ગાદિપતી પૂ. આચાર્ય રાકેશ પ્રકાશ મહારાજ અને સંતો ની વિશેષ ઉપસ્થિતીમાં અજમેરા પરીવારે રત્ન જડિત કરોડો રૂપિયાનો મુગટ આચાર્ય મહારાજને અર્પણ કર્યો હતો. જ્યારે આચાર્ય મહારાજ અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા હતા. 

હરિભકતોનાં આશીર્વાદ મળતા રહે તેવા હેતુથી મુગટ અર્પણ કર્યોઃ અજમેરા પરીવાર
અજમેરા પરીવાર હમેશાં જે કાર્ય કરીએ તેમા ભગવાનને આગળ રાખતા હોવીએ છીએ એટલાં માટે આજે ગોપીનાથજી ભગવાનને મુગટ અર્પણ કર્યો. જેથી અમને અને અમારા પરીવાર ઉપર ભગવાનના આશીર્વાદ રહે તેમજ મહારાજ નું મુખ એકદમ ખુશ રહે જેથી તમામ હરિભકતોનાં આશીર્વાદ મળતા રહે તેવા હેતુથી મુગટ અર્પણ કર્યો હોવાનું અજમેરા પરીવારે જણાવ્યું હતું. તેમજ રત્ન જડિત મુગટ ને બનાવતા ૬ થી ૭ મહિનાનો સમય લાગ્યો હતો અને અમે અને કારીગરો બે થી ત્રણ વખત ટ્રાઈવ કરેલ અને અમારા પરીવારની ખુબજ મહેનત બાદ આ મુગટ ત્યાર થયો છે આ મુગટ મા અલગ અલગ હિરા, માણેક અને મીણાકારી વર્ક નું કામ છે તેમજ રીયલ સ્ટોન અને સોનાથી આ મુગટ બનાવ્યો છે ત્યારે ભગવાનની મૂર્તિ પર અમારો મુગટ પહેરશે જે ભાવ અમને ઘણા સમયથી હતો જે આજે પૂરો થયો છે જેથી અમે અને અમારું પરીવાર ભાગ્યશાળી થયું છે તેમજ મુગટના દાતા અજમેરા પરીવારે જણાવ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ