બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / A cautionary case has come up for girls who go against the family for love marriage
ADVERTISEMENT
પરિવારની વિરુદ્ધમાં જઈને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતી દુષ્કર્મનો ભોગ બની છે. ધર્મપરિવર્તન કરાવી પતિના બે મોટા ભાઈઓએ વારંવાર દુષ્કર્મ આચતા પીડિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા, બે જેઠ અને બે જેઠાણીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
માતા-પિતાની મરજી વિરુદ્ધ કર્યા હતા નિકાહ
લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેણે માતા-પિતાની મરજી વિરુદ્ધમાં મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતા, જે બાદ યુવક તેને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં બે મહિના સુધી તમામે સારી રીતે રાખી હતી. જે બાદ તેને મંદિરમાં જવાની ના પાડવામાં આવતી હતી. તેમજ પતિએ બળજબરીથી મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને તેને નમાઝ પઢવા દબાણ કરીને સતત માનસિક ત્રાસ આપવાનું શરું કર્યું હતું.
પરિણીતાને આપતા હતા સતત ત્રાસ
પરિવારની વિરુદ્ધમાં જઈને નિકાહ કર્યા હોવાથી પરિણીતાને માતા-પિતા પણ બોલાવતા નહોતા, જેથી આ બાબતનો ફાયદો ઉઠાવીને સાસરિયા પક્ષના લોકો પરિણીતાને સતત ત્રાસ આપતા હતા. બે જેઠાણીઓ ઘરના કામ માટે હેરાન પરેશાન કરતી હતી. આ અંગે પતિને જણાવતી તો પતિ પણ ઢોર માર મારતો હતો.
ADVERTISEMENT
પતિના 2 ભાઈઓએ વારંવાર આચર્યુ દુષ્કર્મ
જ્યારે પતિ જેલમાં હતો, ત્યારે બે જેઠ આરીફ અને જાવેદ પણ ધાક-ધમકી આપીને શારીરિક છેડતી હતા અને અવાર નવાર પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરતા હતા. આ મામલે સાસુ-સસરા તથા બંને જેઠાણીઓને વાત કરતા તેઓ કહેતા હતા કે, અમારામાં આ બધુ સામાન્ય છે.
વારંવાર દુષ્કર્મ આચરવાથી પરિણીતાને રહી ગયો હતો ગર્ભ
15 મહિના બાદ પતિ જેલમાંથી છૂટીને આવ્યો અને સમગ્ર હકીકત જણાવી ત્યારે તેણે પણ પરિણીતાની કોઈ વાત માની ન હતી. જે બાદ એકાદ મહિનામાં તે ગર્ભવતી થઈ હતી. આ દરમિયાન પતિએ કહ્યું હતું કે, 'આ બાળક મારું નથી, તું એબોશન કરાવી દે.' જોકે, પરિણીતાએ ઈનકાર કરતા પતિએ માર માર્યો હતો. વારંવારના ત્રાસથી કંટાળી પીડિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાના પતિ, સાસુ-સસરા, 2 જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.