બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A 96-hour rain disaster alert has been issued in Shimla, traffic on 560 routes has been suspended due to rain.

આગાહી / હિમાચલમાં ફ્લેશ ફ્લડ: આભ ફાટવાનો ખતરો વધતાં 96 કલાકનું એલર્ટ, આ 10 રાજ્યમાં પણ ચેતવણી

Dinesh

Last Updated: 08:40 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાનાં જલસંગ્રહ ક્ષેત્રમાં પૂરની ચેતવણી આપી છે તેમજ 26 ઓગસ્ટ સુધી અહીં ભારે વરસાદની આગાહી છે.

  • શિમલામાં 96 કલાકનું વરસાદી આફતનું એલર્ટ
  • વરસાદના પગલે 560 રૂટ પર વાહન વ્યવહાર ઠપ 
  • 10 રાજયમાં ભારે વરસાદની આગાહી


હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદના કહેરમાં કોઈ રાહત નથી. હિમાચલના આઠ જિલ્લામાં ભારે વરસાદ થશે, જયારે શિમલામાં 96 કલાકનું વરસાદી આફતનું એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. કેટલાંક સ્થળોએ આભ ફાટવાની પણ આશંકા છે. વરસાદના પગલે 560 રૂટ પર વાહન વ્યવહાર ઠપ છે. જયારે 346 રસ્તા બંધ છે. 

26 ઓગસ્ટ સુધી અહીં ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાનાં જલસંગ્રહ ક્ષેત્રમાં પૂરની ચેતવણી આપી છે. 26 ઓગસ્ટ સુધી અહીં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં યલો એલર્ટ, જયારે બિહાર યુપીમાં પણ વરસાદ કહેર મચાવશે. મધ્ય પ્રદેશ સહિત 10 રાજયમાં ભારે વરસાદની આગાહી છે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આશંકા વ્યકત કરાઈ છે. સાથે ૨૪ ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વીજળી પડવાની સંભાવના
રાજધાની દિલ્હીમાં આજે અને આવતી કાલે હળવા વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે. 24 ઓગસ્ટથી હવામાન સાફ થવાની ધારણા છે, જેના કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. મધ્યપ્રદેશમાં 15 ઓગસ્ટથી વરસાદની રી એન્ટ્રી થઈ   છે. ચોમાસું ફરી એકવાર સક્રિય થવાને કારણે આજે રાજ્યના ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થશે. છત્તીસગઢમાં પણ વરસાદની સંભાવના છે. રાજસ્થાનના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોધપુર, બિકાનેર, ઝાલાવાડ, પાલી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ભેજવાળી ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે.

ઘણા જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં થઈ રહેલા ભૂસ્ખલનના કારણે ઘણા રસ્તા બંધ છે. હવામાન વિભાગે આજે ઘણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે રાજ્યના ઘણા જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આસામમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત   તેલંગાણા, મરાઠાવાડા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટિય આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળ ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ અને ઉત્તરાખંડમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન: ચાર માસનાં બાળક સહિત પાંચનાં મોત 
ઉત્તરાખંડના ચંબામાં ભૂસ્ખલન થતાં રસ્તા પર ઊભેલી એક કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જેમાં ચાર માસનાં એક   બાળક સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે. એડીઆરએફની ટીમે તેમને રેસ્ક્યૂ કર્યા હતા પરંતુ મેડિકલ ટીમે તેમને મૃત ઘોષિત કર્યા હતા હરદ્વારમાં વરસાદી કહેરથી જનજીવન અસ્ત વ્યસ્ત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ