બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મું પગાર પંચ મોડેથી લાગુ થાય તો કર્મચારીઓને કેટલું મળશે એરિયર? કેટલો વધશે પગાર? સમજો આખું ગણિત

કામની વાત / 8મું પગાર પંચ મોડેથી લાગુ થાય તો કર્મચારીઓને કેટલું મળશે એરિયર? કેટલો વધશે પગાર? સમજો આખું ગણિત

Nirav Kumar

Last Updated: 08:37 PM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમ જેમ 7માં પગાર પંચનો સમયગાળો પૂરો થવા જઈ રહ્યો છે તેમ તેમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સવાલ થઇ રહ્યો છે કે, 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેમાં કેટલો વધારો મળશે?

 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 8માં પગાર પંચને સવાલ છે કે, તે ક્યારે લાગુ થશે અને કેટલો પગાર વધારો થશે?  કેમ કે, 7માં પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આથી સરકારે 8મું કેન્દ્રીય પગાર પંચ રચી દીધું છે. હવે બધાનું ધ્યાન નવા પગાર ક્યારે લાગુ થશે તેના પર છે.

8મું કેન્દ્રીય પગાર પંચ નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષપદે રચાયું છે. જેમાં પગાર માળખું, ભથ્થાં અને નિવૃત્તિ પેન્શન અંગે ભલામણો કરવામાં આવશે. સરકારે કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપ્યો છે. જેનો અહેવાલ એપ્રિલ 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે.

  • 8મા પગાર પંચનો અમલ ક્યારે?

સરકાર સામાન્ય રીતે તેનો અહેવાલ રજૂ કર્યા બાદ તેને પૂરું કરવામાં 3 થી 6 મહિનાનો સમય લે છે. આથી એવી શક્યતા છે કે, 8મા પગાર પંચનો અમલ જાન્યુઆરી 2026 ને બદલે 2027 ના અંતમાં કે 2028 ની શરૂઆતમાં થઈ શકે છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર 8મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણની તારીખ અને ફંડનો નિર્ણય બાદમાં લેવામાં આવશે.

  • શું છે ફિટમેન્ટ ફેક્ટર ?
    ફિટમેન્ટ ફેક્ટર એ સંખ્યા હોય છે જેનાથી નવો પગાર નક્કી કરવા માટે વર્તમાન બેઝિક સેલરીમાં વધારો કરવામાં આવે છે. તેને જ પગાર અને પેન્શન વધારામાં સૌથી મહત્વનું પરિબળ માનવામાં આવે છે. આ વખતે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી વધીને 2.46 અથવા 2.57 થઈ શકે છે. જોકે, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગેનો છેલ્લો નિર્ણય સરકારની મંજૂરી બાદમાં જ લેવાશે.
  • પગાર કેટલો થશે વધારો ?

એક અંદાજ મુજબ 8મા પગાર પંચ પગાર અને પેન્શનમાં સંયુક્ત રીતે 30 થી 34 ટકાનો વધારો થઇ શકે છે. જેમાં બેઝિક સેલરીમાં DA એડ થયા બાદ નવું  માળખું લાગુ કરાશે. અમુક અહેવાલમાં 54 ટકા સુધીના પગાર વધારાનું જણાવાયું છે પણ તે શક્ય નથી.

vtv app promotion

જો કર્મચારીનો વર્તમાન બેઝિક પગાર 18,000 રૂપિયા હોય તો 1.83 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે નવો બેઝિક પગાર 32,940 રૂપિયાની આસપાસ થઇ શકે છે. જેમાં 2.46 ના ફિટમેન્ટ ફેક્ટર પર તે બેઝિક પગાર લગભગ 44,280 રૂપિયા સુધી વધી શકે છે. આમ કુલ પગારમાં દર મહિને આશરે 11,000 થી 12,000 રૂપિયાનો વધારો થઈ શકે છે.

  • કેટલું મળશે એરીયર?
    જો 8મું પગાર પંચ જાન્યુઆરી 2028 માં લાગુ કરવામાં આવે અને જાન્યુઆરી 2026 થી અમલમાં આવે તો કર્મચારીઓને સંપૂર્ણ 24 મહિના માટે એરીયર મળશે. મતલબ કે, જો કોઈ કર્મચારીનો પગાર દર મહિને આશરે 11,900 રૂપિયા વધે તો બે વર્ષના બાકી રકમ લગભગ 285,000 રૂપિયા થઈ શકે છે. આથી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને એકસાથે લગભગ 3 લાખ રૂપિયા મળી શકે છે. તો મોટા હોદ્દા પર કામ કરતા કર્મચારી માટે એરીયર વધારે હશે.

વધુ વાંચો : ભારતીય જીવન વીમા નિગમમાં ભરતી, 19 લાખ સુધીનો પગાર પેકેજ, હાલ જ કરો અરજી

  • બીજી બાબતે પણ લેવાશે નિર્ણય
    8મું પગાર પંચ માત્ર બેઝિક પગાર પર જ નહીં પરંતુ ઘર હાઉસ રેન્ટ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, પેન્શન, ડીઆર, ગ્રેચ્યુઈટી અને રિટાયરમેન્ટ જેવા મુદ્દાઓની પણ ભલામણો કરશે. તેમાં પગારની સમાનતા અને ઇન્સેટીવ જેવા મુદ્દાઓ પર પણ વિચાર કરાશે. 8મુ પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી DA અને DR વર્તમાન નિયમો મુજબ ચૂકવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arrears Government Employees 8th Pay Commission
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ