બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કડી-વિસાવદરમાં ચાર પાંખીયો જંગ, જુઓ મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કડી-વિસાવદરમાં ચાર પાંખીયો જંગ, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:03 PM, 30 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કોવિડ-19ના નવા 68 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, એક્ટિવ કેસની સંખ્યા 265 પહોંચી છે, હવે એક જ શિફ્ટમાં થશે NEET PG પરીક્ષા, જુઓ આજના તમામ મોટા સમાચાર

ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય

રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે કે, રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. જો કે, આજે રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે. ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ રહેશે તેમજ માછીમારોને 1 જૂન સુધી દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે જ્યારે અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.

rain-update

ગુજરાતમાં કોરોના વકર્યો!

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે. ત્યારે આજ કોવિડ-19ના નવા 68 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, એક્ટિવ કેસની સંખ્યા 265 પહોંચી છે, જેમાં હોસ્પિટલમાં 11 તેમજ હોમ આઈસોલેશનમાં 254 છે. જ્યારે 26 ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં હાલમાં જે કેસો જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમા દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

covid-19

1 જૂનથી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ

ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રેશનકાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડવામાં આવે છે. આ સાથે, તે દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, રેશનકાર્ડનું E-KYC કરવું જરૂરી છે. એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે કે જેમને નથી કરાવ્યું. તેમના માટે મોટા સમાચાર છે. 1 જૂનથી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ રહેશે. E-KYCને લઈને ફેરશોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં ઘણા નગરિકોએ E-KYC નથી કરાવ્યું એટલા માટે 1 જૂનથી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ કરવામાં આવશે. સરકારે અચાનક 14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો રોક્યો હતો. ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું, " અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કામ કર્યું જ નથી, અધિકારીઓના લીધે KYC કામ જટિલ થઈ ગયું છે." વધુમાં તેમણે કહ્યું, 'અધિકારીઓને ખબર છે કે કઈ રીતે કામ કરવું એ પણ થયું નથી. જથ્થો રોકવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ થાય છે. તેથી અનેક જગ્યાએ મારામારીના કિસ્સા સામે આવી રહ્યા છે.'

ration-card

શાળા પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મીને સાથે મુકાશે

બહાર ફરવું કોને ન ગમે, બધા જ લોકોને ફરવાનો શોખ હોય છે. લોકો પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક ફરવા માટે જતા જ હોય છે. પરંતુ જ્યારે બાળપણમાં શાળામાંથી ક્યાંક ફરવા લઈ જાય એટલે કે સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન થાય તેમાં ફરવા જવાની કઇંક જ અલગ હોય છે. શાળામાંથી જ્યારે કોઈ પ્રવાસનું આયોજન થાય તેમાં ઘણા બધા મિત્રો અને શિક્ષકો સાથે ફરવા જવાનું તોફાન-મસ્તી કરવાની. એટલું જ નહીં ત્યાં જઈને શિક્ષકો જમવાનું બનાવડાવે તેને સાથે મળીને ધિંગા-મસ્તી કરતાં ખાવાનું આની તો મજા જ કઈક અલગ હોય છે. પરંતુ આ બધા વચ્ચે વાલીઓને બાળકોની ચિંતા રહેતી હોય છે કે છોકરાન કશું થઈ ન જાય. એટલા માટે સરકાર આ સમસ્યાનું સમાધાન લાવી છે.

school-trip

કડી અને વિસાવદરમાં ચાર પાંખીયો જંગ!

ગુજરાતની ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જે બાદ રાજકીય પક્ષો ફૂલ એક્ટિવ મોડમાં આવી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ફરી એક નવો રાજકીય પક્ષે મેદાને ઉતર્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં જેમણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનું પક્ષ બનાવ્યું છે, ત્યારે તેમણે પણ હવે આ પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 'બાપુ'ની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક ચૂંટણી લડવાનો તો નિર્ણય લીધો સાથે છે, સાથે સાથે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોમાંચક જંગ જામી શકે છે. ત્યારે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઝંપલાવ્યું છે. બંને બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. કડી બેઠક પરથી ડૉ.ગિરીશ કાપડિયા ચૂંટણી લડશે જ્યારે વિસાવદર બેઠક પરથી કિશોર કાનકડનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

PRAJA-SHKATI-1

હવે એક જ શિફ્ટમાં થશે NEET PG પરીક્ષા

Supreme Court order: NEET PG 2025 ની તૈયારી કરી રહેલા લાખો મેડિકલ વિદ્યાર્થીઓ માટે આજે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે NEET PG 2025 ની પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાની પારદર્શિતા અને બધા વિદ્યાર્થીઓને સમાન તક આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) ને આ પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે NEET PG પરિણામ તૈયાર કરતી વખતે નોર્મલાઇઝેશન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે નહીં કારણ કે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. કોર્ટે કહ્યું, "પરીક્ષા માટે બે અઠવાડિયાથી વધુ સમય બાકી છે, તેથી NBE પાસે નવા કેન્દ્રો ઓળખવા અને એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે પૂરતો સમય છે. કોર્ટે NBEને પારદર્શિતા જાળવવા અને સલામત કેન્દ્રો સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે." આ ઉપરાંત, કોર્ટે એમ પણ કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવે.

Supreme-Court-on-NEET-PG-2025

મુસાફરોથી ભરેલી બસે પલટી મારતા 5નાં મોત

Jaunpur Road Accident: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બક્ષા પોલીસ સ્ટેશન વિસ્તારના શિવગુલામગંજ હાઇવે પર જૌનપુર તરફ જઈ રહેલી એક બાદ ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ખાતા પાંચ લોકોના મોત થયા છે. જયારે 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. માહિતી અનુસાર, હિંમત બસ સર્વિસની એક ખાનગી બસ જૌનપુર જઈ રહી હતી. ત્યારે એક લેન પરથી બીજી લેન પર જતા સમયે બસે કંટ્રોલ બહાર થઈ ગઈ અને ડિવાઇડર સાથે અથડાયા બાદ બળ પલટી ખાઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 8.40 વાગ્યે થયો. બસ જૌનપુર શહેર તરફ જઈ રહી હતી. માહિતી મળતાં જ એસએચઓ વિક્રમ લક્ષ્મણ સિંહે પોલીસ સ્ટેશનની પોલીસ અને ગ્રામજનોની મદદથી ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા હતા.

accident

2024-25 માં GDP માં સુસ્તી

GDP: જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર ઘટીને 7.4% થયો. એક વર્ષ પહેલાં 8.4% હતો. સરકાર દ્વારા અંતિમ ક્વાર્ટરનાં ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર ઘટીને 7.4% થયો છે. એક વર્ષ પહેલાં આ આંકડો 8.4% હતો. સરકારે શુક્રવારે સંબંધિત ડેટા જાહેર કર્યો. સરકારી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં GDP વૃદ્ધિ દર 6.5% હતો. પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો 9.2% હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 2024-25માં અર્થતંત્ર 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, જ્યારે 2023-24માં તે 9.2 ટકાના દરે વૃદ્ધિ પામશે. NSO એ રાષ્ટ્રીય ખાતાઓના તેના બીજા એડવાન્સ અંદાજમાં 2024-25 માટે દેશનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. બીજી તરફ, ચીને 2025ના પ્રથમ ત્રણ મહિના (જાન્યુઆરી-માર્ચ 2025)માં 5.4 ટકાનો આર્થિક વિકાસ નોંધાવ્યો છે.

GDP-of-india

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News, 8 News Big News 8 PM 8 News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ