બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / VIDEO: ગુજરાતના દરિયામાં દેખાયો કરંટ, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, જુઓ મોટા સમાચાર

8 PM News / VIDEO: ગુજરાતના દરિયામાં દેખાયો કરંટ, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:21 PM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે, હેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ પીએમ મોદી માદરે વતન પધારી રહ્યા છે, જુઓ આજના તમામ મોટા સમાચાર એક ક્લિક પર

સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઉનાળો-ચોમાસુની મિશ્ર ઋતુના માહોલ વચ્ચે હવે વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાનની આગાહી પ્રમાણે પવનની રાજ્યમાં ગતિ 35-50 કિમી પ્રતિકલાકની રહેશે. હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ શકે છે. આ સાથે સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Weather Forecast

ગુજરાતનો દરિયો તોફાની બન્યો!

રાજ્ચમાં વરસાદને અને વાવાઝોડાની ચેતવણી વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. તો સાથો સાથ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, ત્યારે અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો જેના પગલે ત્યાં 1 નંબરનું સિગ્નલ અપાયું છે તો બીજી તરફ માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

ફાંદ દેખાતા ભાઈજાન ટ્રોલ (2)

GST વિભાગની રેડીમેડ ગારમેન્ટના એકમો પર રેડ

સ્ટેટ જીએસટી વિભાગે ફરી એકવાર કર ચોરીને લઈ વેપારીઓ પર સપાટો બોલાવ્યો છે. રેડીમેડ ગારમેન્ટના ડિલરો પર રેડ પાડી છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર ખાતે રેડીમેડ કપડાનું વેચાણ કરતા 15 એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, સર્ચ દરમિયાન રોકાડ વ્યવહાર અને બિનહિસાબી વેચાણ મળી આવ્યું છે. જીએસટીની રેડમાં બિન હિસાબી સ્ટોક મળી આવ્યો છે. કુલ 1.48 કરોડની કરચોરી મળી આવી છે.

gst

ગુજરાતમાંથી ATSએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ

ગુજરાતના કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATSની ટીમે આ પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ પાકિસ્તાનને માહિતી મોકલતો હતો. ATSની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી છે. આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.. આ જાસુસ કેટલા સમયથી પાકિસ્તાન માટે જાસુસી કરતો હતો.. અત્યાર સુધી તેણે ક્યારે-ક્યારે અને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી, આરોપી જાસુસનું શુ અહીંયા બીજુ કોઇ નેટવર્ક છે કે કેમ.. વગેરે સવાલોના જવાબ મેળવવામાં આવશે. બીજી તરફ બનાસકાંઠામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરાયો છે. BSFના જવાનોએ સૂચના આપ્યા છતાં ઘુસણખોર શખ્સ ભારતમાં પ્રવેશવા આગળ વધી રહ્યો હતો, જે બાદ BSFએ તેને ઠાર કરી દીધો હતો.

ARMY-FINAL

PM મોદીના રોડ શોને લઇ વડોદરા-અમદાવાદમાં તૈયારીઓ શરૂ

પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ પીએમ મોદી માદરે વતન પધારી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો યોજાવાનો છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે. ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી બંધ. 26 મે (સોમવારે) ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. સુભાષબ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જઈ શકાશે. જે લોકો દૈનિક અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય તેમને સુભાષબ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જવાનું રહેશે અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી જઈ શકશે. ઇન્દિરાબ્રિજથી એરપોર્ટ સર્કલથી સરદારનગરવાળા રસ્તાથી એરપોર્ટ જવાનું રહેશે.

18

આજથી કેરળમાં ચોમાસું આવી ગયું

Kerala Monsoon : કેરળથી ચોમાસાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેરળમાં ચોમાસાના શ્રીગણેશ થયા છે. છેલ્લા 16 વર્ષમાં ભારતની મુખ્ય ભૂમિ પર ચોમાસાનું આ સૌથી પહેલું આગમન છે. આ વખતે ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું કેરળમાં આવી ગયું છે. ભારતના હવામાન વિભાગે આ માહિતી આપી છે. રાજ્યમાં છેલ્લે આટલું વહેલું ચોમાસુ 2009 અને 2001માં પહોંચ્યું હતું, જ્યારે તે 23 મેના રોજ રાજ્યમાં પહોંચ્યું હતું. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જોકે 1918માં રાજ્યમાં ચોમાસુ 11 મેના રોજ જ પહોંચ્યું હતું, જે અત્યાર સુધી કેરળમાં ચોમાસાના સૌથી વહેલા આગમનનો એકમાત્ર કિસ્સો છે.

Kerala Monsoon

નીતિ આયોગની બેઠકમાં PM મોદીનો મંત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકનો મુખ્ય વિષય હતો - વિકસિત રાજ્યથી વિકસિત ભારત @2047. આ બેઠક કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિકસિત ભારતના વિઝન @2047 ને આગળ વધારવાના પગલાંની ચર્ચા કરવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મૂળભૂત સ્તંભ તરીકે રાજ્યોની ભૂમિકા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે અંગે સર્વસંમતિ બનાવવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે, Viksit Bharat@2047 માટે Viksit Rajya.આ બેઠક કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આગળ વધવા માટેના પગલાં પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે

WEB PM MODI

આતંકવાદ મુદ્દે ભારતને વધુ એક દેશનું સમર્થન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જર્મનીના પ્રવાસે છે. આ દરમિયાન, તેમણે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલ સાથે મુલાકાત કરી અને ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત કોઈપણ પરમાણુ ખતરાથી ડરવાનું નથી. જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલે (Johann Wadephul) આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને ઓપરેશન સિંદૂર અંગે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જર્મની આતંકવાદ સામેની કોઈપણ લડાઈને સમર્થન આપશે. જર્મન વિદેશ મંત્રીએ કહ્યું, 'આતંકવાદને દુનિયામાં ક્યાંય સ્થાન ન મળવું જોઈએ અને તેથી જ અમે આતંકવાદ સામે લડનારા બધાને સમર્થન આપીશું.' વાડેફુલે કહ્યું કે અમે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી સ્તબ્ધ છીએ.

S-Jaishankar-Germany

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ