બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, મહેસૂલી તલાટીની ભરતી જાહેર, જુઓ મોટા સમાચાર
Last Updated: 08:02 PM, 23 May 2025
ADVERTISEMENT
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
આગામી 5 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદને એલર્ટ આપવામાં આવ્યું છે. 24 મેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ તાપી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમા છૂટાછવાયા હ
ADVERTISEMENT

તલાટીની 2389 ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત
ADVERTISEMENT
સરકારી નોકરીની પરીક્ષા આપનારા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આખરે મહેસૂલી તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે. 2389 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, '25મેથી ફોર્મ ભરી શકાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “ મહેસૂલ તલાટી ”, વર્ગ-૩ સંવર્ગની કુલ-2389 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.26/05/2025 (બપોરના 14-00 કલાક) થી તા.10/06/2025 દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં રહેવું.

ADVERTISEMENT
બનાસકાંઠામાં કોરોનાનો પગ પેસારો
Banaskantha Corona Case : બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તરફ હવે કોરોના પોઝિટિવ બાળકને ઘરમાં જ આઇસોલેટ કરાયો. આ બાળકમાં કોવિડના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવાયો હતો. આણંદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પેટલાદ શહેરમાં કોરોના કેસ નોંધાયો છે. કોરોનાના કેસને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. બુધવાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 13 કેસ નોંધાયા હતા. જ્યારે ગઇકાલે એટલે કે ગુરુવારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો હતો. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે. કુલ 34 કેસ પૈકી મદાવાદ કોર્પોરેશન વિસ્તારના એકલાના જ 32 કેસ છે, આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે.
ADVERTISEMENT

લર્નિંગ લાયસન્સ લેવા હવે કચેરી સુધી લાંબા નહીં થવું પડે
ADVERTISEMENT
Learning License : રાજ્યમાં લર્નિંગ લાયસન્સને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે લર્નિંગ લાયસન્સ મેળવવા ધક્કા નહીં ખાવા પડે. વિગતો મુજબ હવે ઘરે બેઠા જ લાયસન્સ માટે અરજી કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા એક ખાસ કમિટીની રચના કરાઈ છે. માહિતી પ્રમાણે આ કમિટી લાયસન્સ મેળવવાની સુવિધાનો અભ્યાસ કરશે. ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે એક કમિટી તૈયાર કરી છે. જેમાં ખાસ કરીને ITI, પોલીટેકનિકમાં ઇસ્યુ થતા લાયસન્સ બંધ કરવા કમિટી રચાઇ છે. રાજ્યના અરજદારોને ઘરે બેઠા લાયસન્સ મળી શકે એ અભ્યાસ કરવા આ નિર્ણય લેવાયો છે. જેથી હવે લર્નિંગ લાયસન્સ લેવા કચેરીએ ધક્કો ખાવામાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ 8 RTO અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં હોમ બેઝડ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ તરફ હવ ટૂંક સમયમાં અરજદારોને ઘરે જ લર્નિંગ લાઇસન્સ પ્રાપ્ત થાય એવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

સિંહ,વાઘ અને દિપડા ધરાવતું વિશ્વનુ એકમાત્ર રાજ્ય
ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વાઘ દેખાયો છે. ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની IFS અધિકારી સુસન્તા નંદાએ એક્સ પર પોસ્ટ કરી માહિતી શેર કરી હતી. આ પોસ્ટની સાથે તેમણે વાઘનો વીડિયો પણ શેર કર્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં સિંહની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ગુજરાત હવે એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે કે જ્યાં સિંહ, વાઘ અને દીપડો ત્રણેય હિંસક જંગલી પ્રાણીઓ ધરાવે છે. ગુજરાતમાં તાજેતરમાં સિંહોની વસતી ગણતરી પુર્ણ થઈ ચુકી છે. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે. આ વખતે ગુજરાતમાં 891 સિંહો હોવાનું નોંધાયુ છે. આ સમાચાર વચ્ચે વન્ય જીવો માટે ગુજરાત એક ડ્રીમ ડેસ્ટિનેશન બની ચુક્યું છે. ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘની હાજરી નોંધાઇ છે. દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસન્તા નંદાએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી.

તરૂણી સાથે બળાત્કાર, આરોપી સાથે પ્રેમ, બાળકો સુપ્રીમે નિર્દોષ છોડી
સુપ્રીમ કોર્ટે આજે 'ન્યાયના હિતમાં' પોતાનો નિર્ણય બદલ્યો છે. આજે કોર્ટે સગીર વયના જાતીય શોષણના કેસમાં આરોપીને આપવામાં આવેલી સજા રદ કરી છે. બંને પક્ષોની પરસ્પર સંમતિને કારણે, કોલકાતા હાઇકોર્ટ દ્વારા આ કેસ પણ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ઓગસ્ટ 2024 માં, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ટીકા કરી હતી અને કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેમના કાર્યકાળના છેલ્લા દિવસે આપેલા નિર્ણયમાં, ન્યાયાધીશ અભય એસ ઓકાએ સ્વીકાર્યું હતું કે જે છોકરીને કાયદો પીડિત માને છે, તે પોતાને પીડિત માનતી નથી. તે આરોપી સાથે ખૂબ જ જોડાયેલી છે. બંને પરિણીત છે. તેમને એક બાળક પણ છે. જો છોકરીને ખરેખર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય, તો તે કાનૂની પ્રક્રિયાને કારણે છે. તેથી, સુપ્રીમ કોર્ટ કલમ 142 ની વિશેષ શક્તિનો ઉપયોગ કરીને નીચલી અદાલતમાં પેન્ડિંગ કેસ બંધ કરી રહી છે.18 ઓક્ટોબર, 2023 ના રોજ, કોલકાતા હાઇકોર્ટે સગીર પર જાતીય હુમલો કરવાના કેસમાં ચુકાદો આપ્યો. હાઇકોર્ટના ન્યાયાધીશ ચિત્તરંજન દાસ અને પાર્થસારથી સેને સગીર છોકરીના જાતીય શોષણના દોષિત છોકરાને નિર્દોષ જાહેર કર્યો.

ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને કડક ચેતવણી આપતા કહ્યું કે, અમેરિકામાં વેચાતા આઈફોન અમેરિકામાં જ બનાવવા જોઈએ-ભારતમાં કે અન્ય કોઈ દેશમાં નહીં - નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફનો સામનો કરવો પડશે. "મેં ઘણા સમય પહેલા એપલના ટિમ કૂકને જાણ કરી હતી કે મને અપેક્ષા છે કે અમેરિકામાં વેચાતા તેમના આઇફોનનું ઉત્પાદન અને નિર્માણ અમેરિકામાં થશે, ભારત કે બીજે ક્યાંય નહીં, ટુથ સોશિયલ પરની એક પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. જો એવું ન થાય, તો એપલ દ્વારા અમેરિકાને ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂક્વવા પડશે, ટ્રમ્પે તેમની પોસ્ટમાં ચેતવણી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના દોહામાં એક બિઝનેસ ઇવેન્ટ દરમિયાન કહ્યું કે તેમણે એપલના CEO ટિમ કૂક સાથે ભારતમાં કંપનીના વિસ્તરણ અંગે વાત કરી છે. "મને ગઈકાલે ટિમ કૂક સાથે થોડી સમસ્યા થઈ હતી," ટ્રમ્પે કહ્યું. મેં તેને કહ્યું મારા મિત્ર, હું તારી સાથે ખૂબ સારો વ્યવહાર કરું છું... પણ હવે મને ખબર પડી છે કે તું આખા ભારતમાં ઉત્પાદન કરી રહ્યો છે. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો. મેં કૂકને કહ્યું કે ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે. ભારતને બદલે, એપલે અમેરિકામાં તેનું ઉત્પાદન વધારવું જોઈએ.

શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજીનું તોફાન
શુક્રવારે ભારતીય શેરબજાર આજે હરિયાળી જોવા મળી છે. સપ્તાહના છેલ્લા દિવસે BSE સેન્સેક્સ 769.09 પોઈન્ટ (0.95%)ના વધારા સાથે 81,721.08 પોઈન્ટ પર બંધ થયો છે. તેવી જ રીતે આજે NSEનો નિફ્ટી 50 પણ 243.45 પોઈન્ટ (0.99%)ના વધારા સાથે 24,853.15 પોઈન્ટ પર બંધ થયો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે, BSE સેન્સેક્સ 644.64 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 80,951.99 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 203.75 પોઈન્ટના ઘટાડા સાથે 24,609.70 પોઈન્ટ પર બંધ થયો હતો. શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાન પર બંધ થયા હતા અને બાકીની 2 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ આજે નિફ્ટી 50ની 50 માંથી 46 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની 4 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલના શેર સૌથી વધુ 3.51 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે સન ફાર્માના શેર 1.84 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.