બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, વનરાજાની વસ્તીમાં વધારો, જુઓ મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, વનરાજાની વસ્તીમાં વધારો, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:05 PM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. સિંહની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, તો અયોધ્યા રામ મંદિરમાં ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે!, જુઓ આજના તમામ મોટા સમાચાર

ગુજરાતને ધમરોળશે મેઘરાજા

આ વર્ષે ચોમાસું નિર્ઘારિત સમય કરતા વહેલું બેસે તેવી સંભાવના છે, કારણ કે, દર વર્ષ ચોમાસું 1 જૂનની આસાપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે 27-28 મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ ચોમાસુ બેસે તેના પહેલા જ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે.

RAIN

3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત

PM Modi Gujarat : ઓપરેશન સિંદૂર પછી PM મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે. આ દરમિયાન PM મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. આ દરમિયાન શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે. આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તા. 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કશે. જેમાં ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. 26મેના રોજ PM મોદી વડોદરા જશે અને અહીં રોડ-શો યોજશે.

PM Modi Gujarat

સિંહની વસ્તી ગણતરીના આંકડા જાહેર

Gujarat Lion : રાજ્યમાં સિંહની વસ્તીગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ તાજેતરમાં હાથ ધરવામાં આવેલ સિંહની વસ્તી ગણતરી બાદ સામે આવ્યું છે કે, રાજ્યમાં સિંહની વસ્તી 891 થઈ છે. એટલે કે નવા અંદાજ મુજબ રાજ્યમાં 891 સિંહનો વસવાટ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, PM મોદીને એશિયાટીક સિંહો માટે આગવો લગાવ છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, મેક ઈન ઈન્ડિયામાં સિંહનો લોગોમાં ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં સિંહની વસ્તીગણતરીના આંકડા જાહેર થયા છે. નવા આંકડા મુજબ રાજ્યમાં સિંહની વસ્તી વધીને 891 થઈ છે. નવા અંદાજ મુજબ રાજ્યમાં 891 સિંહનો વસવાટ છે જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા (મોટા બચ્ચા) અને 225 બચ્ચાનો સમાવેશ થાય છે.

Gujarat Lion

આજે ફરી ચંડોળા ડિમોલિશન ફેઝ 2ની કામગીરી

અમદાવાદ: અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, એક દિવસ અગાઉ બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા પછી હવે આજે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2.50 લાખ ચો.મી. જમીન પરથી દબાણ હટાવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500 દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં હતી. અત્યાર સુધીમાં 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.

opreation-clean-chandola

અયોધ્યા રામ મંદિરમાં ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે

Ayodhya Ram Mandir Prana Pratishtha Date 2025: 23 મે 2025 ના રોજ અયોધ્યામાં શ્રી રામ દરબારની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવશે. તે જ સમયે, 3 જૂનથી 5 જૂન દરમિયાન રામ મંદિર સંકુલમાં સ્થિત 14 અન્ય મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર વિધિ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ઐતિહાસિક સંગમ હશે. Ayodhya Ram Mandir Prana Pratishtha Date 2025: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ દરબારની મૂર્તિઓની સ્થાપના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 23 મેના રોજ, ભગવાન શ્રી રામ મંદિરના પહેલા માળે સિંહાસન પર બિરાજમાન થશે, અને 3 થી 5 જૂન દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠાનો મોટો સમારોહ યોજાશે. આ મૂર્તિઓ જયપુરમાં સફેદ આરસપહાણની બનેલી છે. જે 21 મેના રોજ ત્યાંથી નીકળશે અને 22 મેના રોજ અયોધ્યા પહોંચશે. ફરી એકવાર, રામ મંદિરમાં રામ દરબારની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચારેબાજુ ભક્તિનું વાતાવરણ સર્જાયું છે.

Ram-Mandir-Pran-Pratishtha-Mahotsav

ત્રણ દિવસ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી

હાલમાં દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે વિવિધ રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજે થાણે, પાલઘર, રાયગઢ અને નાસિક માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 21 થી 24 મે દરમિયાન મુંબઈ અને આસપાસના શહેરોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. મુંબઈ ઉપરાંત, હવામાનની આ વિક્ષેપ દક્ષિણ કોંકણ અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રને અસર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન સિંધુદુર્ગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને રત્નાગીરી, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, લાતુર અને ધારાશિવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

RAIN MUMBAI

શાહરૂખ ખાનના ફેન્સની આતુરતાનો અંત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' તેમની સૌથી રાહ જોવાતી ફિલ્મ છે. શાહરૂખ ખાન દોઢ વર્ષથી પડદા પર જોવા મળ્યો નથી, તેથી તેના ચાહકો આ ફિલ્મ માટે ઉત્સુક છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ 2026ની ઈદ પર રિલીઝ થશે. પરંતુ હવે ફિલ્મની નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. પીપિંગમૂનના રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાનની મલ્ટી-સ્ટારર ફિલ્મ 'કિંગ' 2026માં ગાંધી જયંતિ પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2023માં ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ, શાહરૂખ ખાન સિદ્ધાર્થ આનંદની દિગ્દર્શિત ફિલ્મ 'કિંગ' સાથે પણ ઇતિહાસ રચશે. અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "આ તારીખ 'કિંગ' જેવી ભવ્ય બોલિવૂડ ફિલ્મ માટે યોગ્ય છે." આજે શુક્રવાર હોવાથી અને રાષ્ટ્રીય રજા પણ હોવાથી, આ તારીખથી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરે તેવી અપેક્ષા છે. 'કિંગ' બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે. પિંકવિલાના જણાવ્યા અનુસાર, 'કિંગ' માટે શાહરૂખના બોડી ડબલ સાથે સંકળાયેલા કેટલાક એક્શન સિક્વન્સનું શૂટિંગ થઈ ચૂક્યું છે. નિર્માતાઓએ તેમના સેટમાંથી કોઈ પણ પ્રકારની લીક ન થાય તે માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે.

Share Market

શેરબજારની મંદી પર બ્રેક

Share Market : આજે એનએસઇનો નિફ્ટી 50 પણ 129.55 પોઈન્ટ (0.52%) ના વધારા સાથે 24,813.45 પોઈન્ટ પર બંધ થયો છે. Share Market Closing 21st May 2025: શેરબજાર બુધવારે વધારા સાથે લીલા રંગમાં બંધ થયું. અગાઉ બજારમાં સતત 3 દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. આજે બીએસઇ સેન્સેક્સ 410.19 પોઈન્ટ (0.51%) ના વધારા સાથે 81,596.63 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે આજે એનએસઇનો નિફ્ટી 50 પણ 129.55 પોઈન્ટ (0.52%) ના વધારા સાથે 24,813.45 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજના ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ 82,021.64 પોઈન્ટ અને નિફ્ટી 24,946.20 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યારબાદ તે ફરી એકવાર ઘટવા લાગ્યો.

Share Market

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ