બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / VIDEO: ગુજરાતમાં ખાબકશે ધોધમાર વરસાદ, ચંડોળામાં 10000થી વધુ બાંધકામ તોડી પડાયા, જુઓ મોટા સમાચાર

8 PM News / VIDEO: ગુજરાતમાં ખાબકશે ધોધમાર વરસાદ, ચંડોળામાં 10000થી વધુ બાંધકામ તોડી પડાયા, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:01 PM, 20 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 4 દિવસ વાવઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 હેઠળ 99 કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

ગુજરાત પર સંકટના વાદળ, 4 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં એક તરફ લૂ અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ક્યાંકને ક્યાંક વરસાદી વાતવરણ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ વરસાદ છૂટાછવયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 22થી 25 મે સુધી રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 21 થી 25મે સુધી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાઈ શકે છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશરમાં ફેરવાશે.

rain

અમદાવાદમાં PM મોદીનો રોડ શો

PM મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જે પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકત લેશે. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં PM મોદી રોડ શો યોજાશે. 26મે એ સાંજે 06.30 વાગ્યે અમદાવાદમાં રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત PM ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી PMનો રોડ શો યોજાશે. જે માટે અલગ અલગ થીમ મુજમ ટેબ્લો અને સ્ટેજ તૈયાર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે આમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમનું 26 મેએ અમદાવાદમાં આગમન થશે અને રોડ શો યોજશે. ત્યારબાદ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. અત્રે જણાવીએ કે, PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે તેવા અહેવાલો છે.

pm-modi-1

ઓપરેશન ક્લીન ચંડોળા 2.0ની 99 કામગીરી પૂર્ણ

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે ફેઝ 2ની ડિમોલિશન પ્રક્રિયા આજે સવારથી જ શરૂ થઈ છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વાર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં હતી. ત્યારે અત્યારસુધીમાં 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરાયા છે. અમદાવાદમાં ચંડોળા તળાવમાંથી 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરાયા છે. ઓપેશન ક્લીન ચંડોળા 2.0માં 10 હજારથી વધુ બાંધકામ દૂર કરાયા છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવતી કાલથી 7 દિવસ સુધી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.

AHMEDABAD-NEWS

અવંતિકા સિંહ બન્યા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને અધિક અગ્ર સચિવ તરીકે નિમાયા છે. જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. વિક્રાંત પાંડે હાલ દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. IAS અધિકારી અવંતિકા સિંઘને અધિક અગ્ર સચિવ તરીકે નિમાય છે. જેમણે અગાઉ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ-ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આણંદ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આસામમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે સિવિલ સર્વિસીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેઓ જાહેર વહીવટમાં લગભગ 20 વર્ષનો અનુભવ ધરાવે છે.

cmo-1

ગુજરાતમાં પણ કોરોના વકર્યો, 1-2 નહીં, હાલમાં આટલાં કેસ

Gujarat Corona Case: ગુજરાતમાં કોરોના ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યું છે. કોરોના વાયરસ આઆ વખતે રૂપ બદલીને આવ્યું છે અને નવા વેરિયન્ટ સાથે ફરી માથું ઉચક્યું છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઊભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેશ દેશમાં નોંધાયા છે તો ગુજરાતમાં હાલ 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે.

CORONA-VIRUS

IB ચીફ તપન કુમાર ડેકાને એક વર્ષનું એક્સટેન્શન

Intelligence Bureau: તપન કુમાર ડેકા 1988 બેચના હિમાચલ પ્રદેશ કેડરના આઇપીએલ અધિકારી છે. તેમને પહેલી વાર જૂન 2022 માં બે વર્ષ માટે આઇબી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડેકાએ તેમની કારકિર્દીનો મોટાભાગનો સમય ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિતાવ્યો છે. તેમણે આતંકવાદ અને ઉગ્રવાદને લગતા ઘણા મહત્વપૂર્ણ કેસ સંભાળ્યા છે. કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ડિરેક્ટર તપન કુમાર ડેકાને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ તેમના એક્સટેન્શનને મંજૂરી આપી છે. હવે ડેકા 30 જૂન 2026 સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થવાનો હતો.

Tapan-Kumar-Deka2

ભારતીય સેનાનું મોટું નિવેદન

Opration Sindoor : ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા. આ કાર્યવાહી દરમિયાન 90 થી વધુ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાની સાથે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સોમવારે સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ પરંપરાગત સીમાઓમાં રહ્યો. પાકિસ્તાન તરફથી પરમાણુ ખતરાના કોઈ સંકેત મળ્યા નથી. લશ્કરી કાર્યવાહી રોકવા માટે દ્વિપક્ષીય કરાર થયો હતો.

Opration Sindoor

સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ

Stock Market Live Updates: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 872.98 પોઈન્ટ એટલે કે 1.06 ટકાના ઘટાડા સાથે 81,186.44 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 261.55 પોઈન્ટ એટલે કે 1.05 ટકાના ઘટાડા સાથે 24,683.90 પર બંધ થયો. છેલ્લા કલાકોમાં શેર બજારમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો. ચારેબાજુ વેચવાલીથી નિફ્ટી 250 પોઈન્ટ અને સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ 1-1%નો ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં પણ લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો. મિડકેપ ઇન્ડેક્સ 1.5% ઘટ્યો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 872.98 પોઈન્ટ અથવા 1.06 ટકાના ઘટાડા સાથે 81,186.44 પર બંધ થયો. છેલ્લા કલાકોમાં બજારમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો. ચારેબાજુ વેચવાલીથી નિફ્ટી 250 પોઈન્ટ અને સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ 1-1%નો ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં પણ લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો.

Stock-Market

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ