બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આવતીકાલથી ઓપરેશન ક્લીન ચંડોળા 2.0, જુઓ મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આવતીકાલથી ઓપરેશન ક્લીન ચંડોળા 2.0, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:00 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, ક્લીન ચંડોળા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયો છે, જુઓ આજના તમામ મોટા સમાચાર

ગુજરાત માટે આગામી 6 દિવસ ભારે!

વામાન વિભાગ દ્વારા અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે 19 મે 2025થી લઈ છેક 24-05-2025 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે કોઈ સ્થળોએ ભારે વરસાદની પણ ચેતવણી જાહેર કરાઇ છે. 19-05-2025 ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. 20-05-2025 ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

Gujarat Rain Forecast

ક્લીન ચંડોળા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા

Ahmedabad Chandola Demolition: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે ફેઝ 2ની ડિમોલિશન પ્રક્રિયા આવતીકાલે શરૂ થવા જઈ રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વાર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. જેમાં 25 SRPની કંપની પણ સામેલ હશે. અગાઉ ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 201 બાંગલાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2 હજાર 1 લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.

chandola-

ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે

ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક એક નિવેદનથી લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અવગત થઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે PM મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જે પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે આમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમનું 26 મેએ ગુજરાતમાં આગમન થશે. 26 તારીખે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. અત્રે જણાવીએ કે, PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. જે બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આપને જણાવીએ કે, PMની મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થાને લઈ કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે.

PM-MODI

હવેથી તમારા પાસપોર્ટમાં ચેડાં નહીં થઇ શકે

AI Passport : AIનો ઉપયોગ હવે પાસપોર્ટ માટે કરવામાં આવશે. વાસ્તવમાં આજથી એટલે કે સોમવારથી અમદાવાદના 2 પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી લોકોને એAI આધારિત E-પાસપોર્ટનું નવું વર્ઝન આપવામાં આવશે. આ નવા પાસપોર્ટની અનેક ખાસિયતો છે. નોંધનીય છે કે, અગાઉ કબૂતરબાજીના અનેક પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે. જોકે હવે આ નવા પાસપોર્ટને કારણે કબૂતરબાજીને બ્રેક લાગશે. આ નવા પાસપોર્ટમાં ખાસ ચિપ મુકવામાં આવી છે. ઉપરાંત નકલી પાસપોર્ટ પણ કોઈ બનાવી શકશે નહીં. ગઇકાલે 18 મે 2025 અને રવિવારે દિવસે મીઠાખળી અને વિજય ચાર રસ્તા પરના કેન્દ્રો પર 40 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા. વિગતો મુજબ અમદાવાના આ બંને કેન્દ્રો પર પાસપોર્ટ ઓફિસ અને TCSના સ્ટાફને બોલાવી ટ્રાયલ લેવામાં આવ્યો હતો. આ સાથે જે 40 લોકોને બોલાવવામાં આવ્યા હતા તેમાં 18 સામાન્ય લોકો હતા અને 2 એપોઇન્ટમેન્ટ આપી અરજદારોનું સબમિશન કરાયું હતું. જેથી નવા સોફ્ટવેરમાં કોઈ ટેકનિકલ અડચણ આવતી હોય તો તે પકડી શકાય. આ તરફ રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજિત શુકલાના પરિવારે પણ નવા વર્ઝન હેઠળ ફોર્મ સબમિટ કર્યું હતું.

AI Passport

બંને દીકરાઓની ધરપકડ પર મંત્રી બચુ ખાબડે સેવ્યું મૌન

Dahod MNREGA scam : દાહોદ મનરેગા કૌભાંડમાં ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરાઇ છે. આ બધાની વચ્ચે મંત્રી બચુ ખાબડના બે દિકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું છે. આ સાથે મંત્રી બચુ ખાબડ વિસ્તારમાં જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું ટાળ્યું છે. આ તરફ ગાંધીનગર ખાતે કાર્યાલયમાં પણ મંત્રીનું ખાબડની અનુપસ્થિતિ જોવા મળી રહી છે. દાહોદમાં પુત્રએ કરેલા મનરેગા કૌભાંડ પર મંત્રી બચુ ખાબડ ગાયબ થયા છે. આ તરફ રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે. લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ પુત્રના કૌભાંડ પર બોલવાનું ટાળ્યું છે. આ તરફ મંત્રીના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે.

Dahod-MNREGA-scam

ભારત શું ધર્મશાળા છે જે મન પડે તે આવે છે અને કોર્ટમાં અરજી કરે છે: SC

સુપ્રીમ કોર્ટે આજે શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજી ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં આપણે વિશ્વભરના વિદેશી નાગરિકોને સમાવી શકીએ. કોર્ટે કહ્યું, શું વિશ્વભરના શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપી શકાય? આપણે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચ શ્રીલંકાના નાગરિકની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેને 2015 માં શ્રીલંકામાં સક્રિય આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે સંકળાયેલા હોવાની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી. અરજદારને UAPA કેસ અને ફોરેનર્સ એક્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે ભારતમાં શરણાર્થી શિબિરમાં રહેવા માંગતો હતો. કારણ કે, જો તેને શ્રીલંકા પાછા મોકલવામાં આવશે તો તેને મારી નાખવામાં આવશે. બેન્ચે એ દલીલ પર પણ વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો કે જો તે વ્યક્તિને તેના દેશમાં પાછા મોકલવામાં આવે તો તેના જીવને જોખમ થશે. "બીજા કોઈ દેશમાં જાઓ," બેન્ચે ટિપ્પણી કરી.

Supreme-Court

ઓપરેશન સિંદૂરના ડેલિગેશનમાં સામેલ નહીં થાય સાંસદ યુસુફ પઠાણ

આતંકવાદી દેશ પાકિસ્તાન પર મિસાઈલ હુમલા બાદ ભારતે હવે રાજકીય રાજદ્વારી હુમલાની જાહેરાત કરી છે. સરકારે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિવિધ દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલવાની જાહેરાત કરી છે. આ સંસદીય દળમાં પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યુસુફ પઠાણનું નામ પણ સામેલ હતું. યુસુફ પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તે આ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારત સરકારે સાંસદ યુસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો. યુસુફ પઠાણે આ પ્રવાસ માટે પોતે ઉપલબ્ધ નહીં રહી શકે તેમ જણાવતા હવે આ પ્રતિનિધિમંડળમાં યુસુફ પઠાણનો સમાવેશ નહીં થાય

OPERATION

શેરબજાર રેડ ઝોનમાં બંધ, સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઘટાડો

TOCK MARKET TODAY: ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું. બીએસઇ પર સેન્સેક્સ 271 પોઈન્ટના ઘટાડા સાથે 82,059.42 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 0.30 ટકાના ઘટાડા સાથે 24,945.45 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન લગભગ 2366 શેર વધ્યા, 1232 શેર ઘટ્યા અને 142 શેર યથાવત રહ્યા. આઇટી, ઊર્જા અને એફએમસીજી સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થયા છે. તેનાથી વિપરીત 30 માંથી 9 શેર આ વલણને તોડીને નફો નોંધાવવામાં સફળ રહ્યા. સેન્સેક્સ શેરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 1.27 ટકા, બજાજ ફાઇનાન્સ 0.91ટકા, એનટીપીસી 0.64 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.32 ટકા અને એચડીએફસી બેંક 0.17 ટકા વધ્યા હતા, જે સેંસેક્સમાં સામેલ શેરોમાં સૌધી લાભ કમાનાર શેરોમાં એક છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ અનુક્રમે 0.27 ટકા અને 0.75 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

sensex-down1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 News Big News 8 PM 8 News 8 PM News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ