બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / VIDEO: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! ભારતે તુર્કીયેને આપ્યો વધુ એક ઝટકો, જુઓ આજના મોટા સમાચાર
Last Updated: 08:08 PM, 16 May 2025
ADVERTISEMENT
ગુજરાતીઓ 7 દિવસ તૈયાર રહે!
રાજ્યમાં ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે ચોમાસા જેવી આગાહી કરવામાં આવી છે. હજુ તો કમોસમી વરસાદે ખમૈયા કર્યા જ નથી ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી સામે આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. ત્યારે જણાવી દઈએ કે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર
ADVERTISEMENT
Gun License : ગુજરાતમાં ગન લાઈસન્સ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતમાં ગન લાઈસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી છે. વિગતો મુજબ ગૃહ વિભાગે વર્તમાન 500 ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. આ સાથે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા શરૂ કરી છે. મહત્વનું છે કે, બિનજરૂરી ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાઈસન્સ રદ્દ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ આ ગણ લાઈસન્સનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગે એકસાથે વર્તમાન 500 ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે નવા ગન લાઈસન્સ પર બ્રેક લગાવી છે. ગન લાઈસન્સ બાબતે રાજ્ય સરકાર ગંભીર વિચારણા શરૂ કરી છે. નોંધનીય છે કે, વર્ષ 2016માં 60,784 લાઈસન્સ, વર્ષ 2023માં 67,308 ગન લાઈસન્સ ઈશ્યું થયા.

ADVERTISEMENT
અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીમાં બની દુર્ઘટના
અમદાવાદના દાણીલીમડામાં ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્નમિકોના મોત થયા છે. ખોડિયાર નગરની જીન્સ બનાવતી કંપનીમાં આ ઘટના ઘટી, જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ત્રણેય શ્રમિકો ઉતર્યા હતા, અને ત્રણેયના ડૂબી જવાથી મોત થયા. મૃતકોના નામ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર હોવાનું સામે આવ્યું છે.. આખી રાત ત્રણેયના મૃતદેહ ટાંકીમાં રહ્યા હોવાનો પરિવારજનોનો આરોપ છે. ત્રણેય યુવકના પરિવારજનો મણિનગરની LG હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્રણેય યુવકો 25થી 30 વર્ષના હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
ADVERTISEMENT

જામનગરમાં દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા
ADVERTISEMENT
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. નરાધમ ફિરોજ કાદિયાણીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. 4 વર્ષ પૂર્વે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી દોષી જાહેર કરાયો હતો. સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ફિરોજ કાદિયાણીને કોર્ટે 20 વર્ષની સજા તેમજ સગીરાને વળતર પેટે 4 લાખ ચુકવવાનો આદેશ કર્યો છે. આપને જણાવીએ કે, ચાર વર્ષ પૂર્વે શહેરના સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સગીરાએ ફરિયાદ નોંધાવી હતી.

પાકિસ્તાનના દોસ્તને વધુ એક ફટકો!
તુર્કીયે ખુલ્લેઆમ ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન સાથે ઉભા રહ્યા પછી, ભારતે વેપાર, સામાજિક અને આર્થિક દરેક પાસામાં તેનાથી દૂરી બનાવવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારો પરિચય કાર્યક્રમ રદ કરી દીધો છે. આ કાર્યક્રમમાં તુર્કીના રાજદૂત અલી મુરત એર્સોયને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પોતાનો પરિચય કરાવવાનો હતો. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે આ કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યો છે. તમને જણાવી દઈએ કે આ ઓળખપત્ર એક ઔપચારિક દસ્તાવેજ છે જે રાજદ્વારીને બીજા સાર્વભૌમ રાજ્યમાં રાજદૂત અથવા ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત કરે છે. હવે જોવાનું એ રહે છે કે તુર્કીના રાજદૂત પોતાની ઓળખ રજૂ કર્યા વિના ભારતમાં કેટલા દિવસ રહી શકશે અને શું તેમને પાછા મોકલવામાં આવશે ?

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીયેને આપ્યો ઝટકો
Boycott Turkey : ભારત વિરુદ્ધ પાકિસ્તાનને તુર્કીયેના સમર્થનના વિરોધમાં ભારતીયો, ભારતીય ઉદ્યોગપતિઓ અને ભારતીય કંપનીઓ દ્વારા તુર્કીયેનો બહિષ્કાર સતત વધી રહ્યો છે. હવે નવા એપિસોડમાં ભારતીય કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ પણ આ બહિષ્કારમાં જોડાઈ છે. હવે તાજેતરમાં આવેલ સમાચાર અનુસાર કંપનીએ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ માટે તુર્કીયેની કંપની સેલેબી સાથેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ કન્સેશન કરાર રદ કર્યો છે. ભારતીય કંપનીએ એમ પણ કહ્યું કે, સેલેબીને અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સુવિધાઓ તાત્કાલિક કંપનીને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે તુર્કીયે એરલાઇન કંપનીની સુરક્ષા મંજૂરી રદ કર્યા પછી આ કન્સેશન કરારો સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ તેમજ મેંગલોર, ગુવાહાટી, જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમ એરપોર્ટની માલિકી અને સંચાલન કરે છે.

કોરોના ગયો નથી કેસમાં આવ્યો ભયાનક ઉછાળો
2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના પૈનડેમિક (રોગચાળાને) બદલે એનડેમિક (સ્થાનિક) બની ગયો છે. દુનિયામાંથી તેનો અંત આવે તેવી કોઈ શક્યતા નથી. અન્ય ચેપની જેમ, લોકોને કોરોના સાથે રહેવાની આદત પાડવી પડશે. જે લોકો એવું વિચારી રહ્યા છે કે હવે કોરોના ખતમ થઈ ગયો છે, તેમના માટે આ એક ચિંતાજનક પરિસ્થિતિ છે. હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોનાની નવી લહેર શરૂ થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, છેલ્લા એક વર્ષની સરખામણીમાં મે મહિનામાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને તેઓ પણ મરી રહ્યા છે. હોંગકોંગમાં જ ગયા સપ્તાહના અંતે ૩ મેના રોજ કોરોના ચેપથી 31 લોકોના મોત થયા હતા. હોંગકોંગ અને સિંગાપોરમાં એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લોકોને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં કડાકો
STOCK MARKET TODAY: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું. બીએસઇ પર સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82,330.59 પર બંધ થયો. જ્યારે એનએસઇ પર નિફ્ટી 0.17 ટકા ઘટીને 25,019.80 પર બંધ થયો છે. આજના ટ્રેડિંગ દરમિયાન ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા કન્ઝ્યુમર, એટરનલના શેર નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ફોસિસ, એસબીઆઇ, HCL ટેક્નોલોજીના શેર ટોચના લુઝર્સની યાદીમાં સામેલ હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.8 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો, જેમાં વ્યાપક સૂચકાંકોએ મુખ્ય સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કર્યો. સેકટરોમાં મીડિયા, પાવર, પીએસયું, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1-1.7 ટકા વધ્યો, જ્યારે આઇટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.