બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 7th pay commission update on fitment factor increase basic salary to rs 26000

GOOD NEWS / 7th Pay Commission: કર્મચારીઓની મીનિમમ સેલરી થઈ જશે 26,000 રૂપિયા, બે દિવસમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

Pravin

Last Updated: 10:10 AM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેંટ ફેક્ટર વધારવાની માગ કરી રહ્યા છે. તેમને બે દિવસમાં કંઈક સારા સમાચાર મળી શકે છે.

  • કર્મચારીઓને મળી શકે છે ખુશખબર
  •  મીનિમમ સેલરી વધી શકે છે
  • કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં થશે ચર્ચા

કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેંટ ફેક્ટર વધારવાની માગ કરી રહ્યા છે. તેમને બે દિવસમાં કંઈક સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિટમેંટ ફેક્ટર પર બુધવારે થનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે. જો મોદી સરકાર લીલી ઝંડી આપી દેશે તો, 18,000 રૂપિયા બેસિક સેલરી મેળવનારા કર્મચારીઓની મીનિમમ સેલરી 26,000 રૂપિયા થઈ જશે. મે મહિનામાં સારો એવો વધારો આવી શકે છે. 

કેબિનેટમાં વધારશે ફિટમેંટ ફેક્ટર


હાલમાં કર્મચારીઓને 2.57 ટકાના આધારે ફિટમેંટ ફેક્ટર અંતર્ગત વેતન મળી રહ્યા છે. જેને વધારીને 3.68 ટકા કરવામાં આવી શકે છે. જો આવું થશે તો, કર્મચારીઓનું મીનિમમ વેતન 8000 રૂપિયા વધશે. તેનો અર્થ એવો થાય છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મીનિમમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે. 

જો ફિટમેંટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરી દીધું તો, કર્મચારીઓનું મૂળ વેતન 26,000 રૂપિયા આવશે. હાલમાં આપને ન્યૂનતમ વેતન 18,000 રૂપિયા છે. ભથ્થાને જોડતા 2.57 ફિટમેંટ ફેક્ટર અનુસાર 46,260 રૂપિયા (18,000 X 2.57 = 46,260) મળી શકે છે. જો ફિટમેંટ ફેક્ટર 3.68 છે, તો આપની સેલરી 95,680 રૂપિયા (26000X3.68 = 95,680) થશે.

અગાઉ આટલી હતી સેલરી

કેન્દ્રીય મંત્રીમંડળે જૂન 2017માં 34માં સંશોધન સાથે પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. એન્ટ્રી લેવલ બેસિક પે 7000 રૂપિયા પ્રતિમહિને વધારીને 18,000 રૂપિયા કર્યું હતું, જ્યારે ઉચ્ચત્તમ સેલરી એટલે કે, સચિવને 90,000 રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. ક્લાસ 1ના અધિકારીઓ માટે શરૂઆતી વેતન 56,100 રૂપિયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission Central Government central government employees કેન્દ્રીય કર્મચારી બેસિક પે સ્કેલ સેલરી Modi government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ