ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / 7th Pay Commission: Government can give these 3 big gifts to central employees in the new year

ખુશખબર! / સરકારી કર્મચારીઓનું નવું વર્ષ સુધરી જશે! વર્ષ શરૂ થતાં જ કેન્દ્ર સરકાર આપી શકે છે આ 3 મોટી ભેટ

Published By: Megha

Last Updated: 11:30 AM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓએ સરકાર પાસે તેમના પગારને લઈને ત્રણ મુખ્ય માંગ કરી છે અને જો સરકાર આ માંગણીઓ પૂરી કરે તો તેમના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

ADVERTISEMENT

  • કેન્દ્રીય કર્મચારીઓએ સરકાર પાસે કરી માંગ 
  • આ વર્ષે માં 7 ટકા વધ્યો મોંઘવારી ભથ્થો 
  • નવા વર્ષમાં ડીએમાં થશે આટલો વધારો 
  • 18 મહિનાનું બાકી DA એરિયર

સરકારી કર્મચારીઓને નવા વર્ષ માટે કેન્દ્ર સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને આવી સ્થિતિમાં જો સરકાર તેમના માટે કોઈ જાહેરાત કરે છે તો નવા વર્ષમાં કર્મચારીઓ માટે  ખુશીઓની ભેટ તરીકે સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓએ સરકાર પાસે તેમના પગારને લઈને ત્રણ મુખ્ય માંગ કરી છે અને જો સરકાર આ માંગણીઓ પૂરી કરે તો તેમના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

જો કે કેન્દ્ર સરકાર દરેક વર્ષની શરૂઆતમાં અને વર્ષના મધ્યમાં એમ બે વખત કર્મચારીઓના DA એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. જો કે તેની જાહેરાત થોડી આગળ-પાછળ થઈ શકે છે પણ તેને 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થવાનું માનવામાં આવે છે પણ આ ઉપરાંત કર્મચારીઓ પેન્ડીંગ ડીએ એરિયર્સમાં વધારો અને બેસિક સેલેરીમાં વધારો કરવાની પણ માંગ કરી રહ્યા છે.

આ વર્ષે માં 7 ટકા વધ્યો મોંઘવારી ભથ્થો 
આ વર્ષે સરકારે દિવાળી પહેલા સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેનાથી તે 38 ટકા થયો હતો. જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જુલાઈથી લાગુ ગણવામાં આવ્યો હતો અને તે પહેલા માર્ચમાં તેને વધારવામાં આવ્યો હતો. માર્ચમાં સરકારે 7માં પગાર પંચ હેઠળ ડીએ 3 ટકા વધારીને 34 ટકા કર્યો હતો.

નવા વર્ષમાં ડીએમાં થશે આટલો વધારો 
વર્ષ 2023માં કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો થવાની આશા છે અને એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર માર્ચ 2023માં DA અને DRમાં 3 થી 5 ટકાનો વધારો કરી શકે છે અને જાન્યુઆરીથી કર્મચારીઓને તેનો લાભ મળી શકે છે. આ સાથે જ સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 5 ટકાનો વધારો કરશે તો તે વધીને 43 ટકા થઈ જશે.

ફિટમેન્ટ ફેક્ટર રિવાઇઝ કરવાની માંગ
આ બધા સિવાય કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની માંગ કરી રહ્યા છે, જો એમ થયું તો કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18 હજાર રૂપિયાથી વધીને 26 હજાર રૂપિયા થઈ જશે. જો નવા વર્ષમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની જાહેરાત કરે છે તો કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થશે.

18 મહિનાનું બાકી DA એરિયર
જણાવી દઈએ કે કર્મચારીઓને કોરોના મહામારીને કારણે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના 18 મહિના માટે DA એરિયર્સ બાકી છે. જણાવ્યા મુજબ સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે વખત ડીએમાં વધારો કરે છે પણ કોરોનાને કારણે સરકારે આ સમયગાળા દરમિયાન ડીએમાં વધારો કર્યો નથી આ કારણે જ કર્મચારીઓ સરકાર પાસે સતત વધારો કરવા માંગ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

7th Pay Commission DA Hike DA Hike Latest News DA Hike Update 7th pay commission da hike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ