બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 09:15 AM, 20 May 2021
ADVERTISEMENT
કર્મચારીઓની સેલરીમાં 4 ટકા વધારો થશે
કેન્દ્રીય કર્મચારીઓના 7માં પગાર પંચ અંતર્ગત મોંઘવારી ભથ્થાને જાન્યુઆરીથી પ્રતિબંધ લાગ્યો છે. જો કે કર્મચારીઓને આ માટે વધારે રાહ નહીં જોવી પડે. કેન્દ્ર સરકાર DAમાં વધારાની જાહેરાત કરી શકે છે. નેશનલ કાઉન્સિલ જેસીએમ સ્ટાફ સાઈડે આ અંગેની માહિતી આપી છે. DAમાં વધારા બાદ કર્મચારીઓની સેલરીમાં 4 ટકા વધારો થશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર DAમાં વધારાનું એલાન જૂનમાં કરી શકે
JCM- સ્ટાફ સાઈડ સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર DAમાં વધારાનું એલાન જૂનમાં કરી શકે છે. આનાથી બેસિક સેલરીમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો થશે. કર્મચારીઓના ડીએએના વધારાને લઈને નેશનલ કાઉન્સિલ સતત નાણામંત્રાલયમાં વ્યવ વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
વિભાગના જણાવ્યાનુસાર દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરથી ડીએના વધારામાં મોડુ થઈ રહ્યુ છે. પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો એપ્રિલ સુધી થવાનો હતો. પરંતુ કોરોના સંકટના ચાલતા તે હવે જૂન સુધીમાં થઈ શકે છે.
1 જુલાઈથી શરુ થવાનું છે રોકાયેલું DA
શિવા ગોપાલ મિશ્રાનું કહેવું છે કે આનાથી કેન્દ્રીય કર્મચારીઓના 7માં સીપીસી પે મૈટ્રિક્સ પર કોઈ અસર નહીં પડે. કેમ કે કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેશનર્સ DA, DR જૂન 2021 સુધી ફ્રિઝ રાખ્યુ છે. માર્ચ 2021માં રાજ્ય સભાના નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતું કે DA, DR વધારાને ફરીથી 1 જુલાઈથી શરુ કરી દેવામાં આવશે. પરંતુ 1 જાન્યુઆરી 2021એ DA વધારાનું આજે એલાન થઈ પણ જાય છે તો તે શરુ 1 જુલાઈ 2021થી જ થશે.
કેટલુ વધશે તમારુ DA?
શિવા ગોપાલ મિશ્રાએ કહ્યુ કે DAમાં વધારાની વાત કરવામાં આવે તો આશા છે કે કૈલકુલેશનના હિસાબથી જુલાઈથી ડિસેમ્બર 2020 માટે ઔસત મોંઘવારી લગભગ 3.5 ટકા રહેશે. તો આ હિસાબથી આમાં લગભગ 4 ટકાનો વધારે થઈ શકે છે.
કેટલા હપ્તા પેન્ડિંગ ?
જો પેન્ડિંગ હપ્તાની વાત કરવામાં આવે તો શિવા ગોપાલ મિશ્રાએ કહ્યુ કે આ અંગે સતત અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જલ્દી આમાં સમાધાન કરવામાં આવશે. અમે સરકારને પ્રસ્તાવ મોકલી દીધો છે તે તે કર્મચારીઓના DAની ચુકવણી 3 હપ્તાને જો એક સાથે આપવામાં સક્ષમ નથી તો તેને અનેક ભાગમાં આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT