બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 7 year old child dies of congo fever total 4 death in gujarat

કોંગો ફિવર / ગુજરાતમાં કોંગો ફિવરે માથુ ઉંચક્યુઃ અત્યાર સુધીમાં એક બાળક સહિત ચારના મોત

Published By: Gayatri

Last Updated: 11:26 AM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગો ફિવરનો ભરડો ગુજરાતને ડરાવી રહ્યો છે. ખંભાતમાં એક બાળકનું કોંગો ફીવરમાં ભોગ લેવાતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પહેલા પણ ત્રણ મહિલાઓના કોંગો ફીવરતી મોત થયા હતા. કોંગો ફીવર હવે ગુજરાતને ડરાવી રહ્યો છે.

ખંભાતમાં બાળકનું કોંગો ફિવરથી મોત થયું છે. વડોદરાની GMRS હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાનજ બાળકનું મોત નીપજ્યું હતું.  

આ પહેલા ભાવનગરના કમળેજ ગામે 25 વર્ષની મહિલા અમુબેનને તાવ આવતા 22મી ઓગસ્ટના રોજ સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીંથી તેના લોહીના નમૂના તપાસ માટે પૂના મોકલી અપાયા હતાં પરંતુ મહિલાને વધુ સારવાર મળે એ પહેલા જ મોડી રાતે 2 વાગે અમુબેનનું મોત થયું હતુ. ત્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે કોંગો ફિવરને કારણે મોત થયુ હોવાની શંકા જણાવી હતી. પરંતુ તેના લોહિનો રિપોર્ટ આવતા ચિત્ર સ્પષ્ટ થયુ હતુ મહિલાનું કોંગો ફિવરથી જ મોત થયું હતુ.

 

કોંગો ફિવરને લીધે લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણિયા અને લીલાબેન સિંધવના પણ મોત થયા હતા. 20 ઓગસ્ટના કોંગો ફિવરને કારણે મૃત્.ુ પામનાર લીલાબેન સિંધવના સાસુને પણ કોંગો ફિવર ડિટેક્ટ થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરી રહેલ નર્સના પણ લોહીના નમૂના તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. 
કોંગો ફિવરના લક્ષણ ધરાવતા 9 લોકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જેમાં હળવદના 3, રાયખડનો એક યુવાન, બે ડોક્ટર, 2 પેરા મેડિકલ સ્ટાફના લોકો અને એક જામડી ગામની મહિલાનો સમાવેશ થાય છે. 

કોંગોનો સૌથી વધુ પ્રકોપ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામમાં જ ત્રણ મહિલાઓનો કોંગો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો જેને પગલે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી છે જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે. એવામાં ખંભાતમાં પણ બાળકનું કોંગો ફિવરમાં મોત થતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 

કેવી રીતે ફેલાય છે કોંગો ફિવર
પશુઓની ચામડી પર ચોંટેલા 'હિમોરલ' નામના પરજીવી રોગના વાહક છે. એટલે જ જે લોકો ગાય, ભેંસ, બકરી કે કૂતરાના સંપર્કમાં વધુ આવતા હોય તેમને આ રોગ થવાનો ભય રહેલો છે. જેમાં ખાસ કરીને માલધારીઓ, પશુપાલકો અને પાલતુ પ્રાણી રાખનારોનો સમાવેશ થઈ જાય છે. 

શું છે કોંગો ફિવરના લક્ષણો
આ ખતરનાક વાયરસને લીધે સૌથી પહેલા તાવ આવે છે જેમાં માંસપેશીઓનો દુખાવો, પીઠનો દુખાવો, માથાનો દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. દર્દીને ચક્કર પણ આવે છે અને આંખોમાં બળતરા, ગળુ બેસી જવુ વગેરે જેવી ફરિયાદ પણ રહે છે. 

કોંગો ફિવર લાગુ પડે તો થાય છે મોત
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોંગો ફિવરને ખતરનાક બિમારી ગણાવી છે. કોંગો ફિવરના સંક્રમણને કારણે 30માંથી 80 ટકા લોકોના મોત થાય છે. શરીરમાં લોહીનું પરીભ્રમણ ધી જવાને કારણે શરીરના વિવિધ અંગો એક સાથે કામ કરવાનું બંધ કરી દે છે જેને લીધે દર્દીનું મોત થાય છે. આ ચેપ લાગ્યા બાદ પૂરા શરીરમાં ફેલાતા ત્રણ દિવસ લાગે છે. Crimean-Congo Hemorrhagic Fecer એટલે CCHF એ વિષાણુજનિત રોગ છે.

વાયરસનો ઉદ્ભવ આફ્રિકામાં થયો હતો
આ વાયરસ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં જોવા મળ્યો હતો તે ત્યાંથી જ ઉત્પન્ન થયો છે. આ વાયરસે સૌથી પહેલા 1944માં ક્રીમિયા નામના દેશમાં ઓળખાયો હતો. અને 1969માં કોંગોમાં આ વાયરસે રોગ તરીકે દેખા દીધા હતા જેથી તે કોંગો તરીકે ઓળખાયો. 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, કોસોવો, અલ્બાનીયા અને ઈરાનમાં જોવા મળ્યો હતો. WHOના રિપોર્ટ પ્રમાણે આફ્રિકા, યુરોપ અને એશિયાના કેટલાય દેશમાં કોંગો ફિવર જોવા મળ્યો હતો ભારતમાં આ વાયરસે બહુ ઓછા દેખા દિધા છે પણ આ વર્ષે ગુજરાતમાં આ રોગે ફફડાટ ફેલાવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

4 death Congo Fever Gujrati news child died gujarat કોંગો ફિવર Congo Fever

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ