બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 64 more suspicious packets were recovered from Madhavpur and Mangrol

જૂનાગઢ / માધવપુર અને માંગરોળના દરિયાકિનારેથી વધુ 64 શંકાસ્પદ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક, સર્ચ ઓપરેશન શરૂ

Dhruv

Last Updated: 03:13 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ત્રણ દિવસથી જૂનાગઢના માંગરોળ અને માધવપુરના દરિયાકિનારેથી શંકાસ્પદ પેકેટો મળી આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાઇ રહ્યાં છે.

  • માધવપુરના દરિયાકિનારેથી મળ્યા વધુ 14 શંકાસ્પદ પેકેટ
  • માંગરોળ દરિયાકિનારેથી પણ મળ્યા વધુ 50 શંકાસ્પદ પેકેટ
  • SOG અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું

પોરબંદરના માધવપુરના દરિયાકિનારેથી વધુ 14 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. 2 દિવસ અગાઉ પણ 21 જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે હવે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે.

સતત ત્રણ દિવસથી શંકાસ્પદ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક

હાલમાં SOG અને મરીન પોલીસ દ્વારા ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં માધવપુર પોલીસ અને સ્થાનિક SOGએ પેકેટ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, સતત ત્રણ દિવસથી દરિયાકિનારે શંકાસ્પદ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.

માંગરોળના દરિયાકિનારેથી વધુ 50 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા

એ સિવાય જૂનાગઢના માંગરોળના દરિયાકિનારેથી પણ વધુ 50 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. જેથી SOG અને માંગરોળ મરીન પોલીસ દ્વારા આ મામલે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ચરસના પેકેટ FSLમાં મોકલવામાં આવ્યા છે. દરિયાકિનારેથી કરોડોનું ચરસ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

અગાઉ માંગરોળના દરિયાકિનારેથી 25 પેકેટ મળી આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, એક-બે દિવસ અગાઉ જ માંગરોળના દરિયાકિનારેથી 25 પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 8 પેકેટ મળ્યા બાદ 25 જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. એક થેલામાં પેક કરેલા અંદાજે 25 જેટલાં પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે ફરી માંગરોળના દરિયાકિનારેથી 50 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ