બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 6,6,6,6,..13 છગ્ગા, 4,4,4,...7 ચોગ્ગા, અભિષેક શર્માની તોફાની ઈનિંગની જુઓ હાઈલાઈટ્સ

VIDEO / 6,6,6,6,..13 છગ્ગા, 4,4,4,...7 ચોગ્ગા, અભિષેક શર્માની તોફાની ઈનિંગની જુઓ હાઈલાઈટ્સ

Last Updated: 11:16 PM, 2 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2 ફેબ્રુઆરીએ અભિષેક શર્માનું ખુંખાર રૂપ જોવા મળ્યું, જ્યારે આ યુવા બેટ્સમેને ઈંગ્લેન્ડ સામેની T20 મેચમાં 135 રનની દમદાર ઇનિંગ રમી હતી

Abhishek Sharma: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2 ફેબ્રુઆરીએ અભિષેક શર્માનું ખુંખાર રૂપ જોવા મળ્યું, જ્યારે આ યુવા બેટ્સમેને ઈંગ્લેન્ડ સામેની T20 મેચમાં 135 રનની દમદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મહાન બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અભિષેક શર્માએ પોતાની સૌથી યાદગાર ઇનિંગ્સમાંથી એક રમી હતી. 24 વર્ષીય અભિષેક શર્માએ પોતાની ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી સદી પૂર્ણ કરી અને માત્ર 54 બોલમાં 135 રન બનાવ્યા. તેણે શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરી અને મેદાનમાં ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરીને તે રોહિત શર્મા પછી આ ફોર્મેટમાં ભારત માટે બીજા ક્રમનો સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો. આ ઇનિંગ સાથે અભિષેકે 5 મોટા રેકોર્ડ તોડ્યા.

અભિષેક શર્માના ધૂમ-ધડાકા

ટી20 શ્રેણીની છેલ્લી મેચમાં અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરોને રાહતનો શ્વાસ લેવાની તક આપી ન હતી. ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક રમતા તેણે પહેલા 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી 37 બોલમાં સદી ફટકારી. ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા આ યુવા બેટ્સમેન 18મી ઓવર સુધી બેટિંગ કરી અને આઉટ થતાં પહેલાં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. અભિષેકે માત્ર 54 બોલનો સામનો કરીને 135 રન બનાવ્યા. અભિષેકની વિસ્ફોટક ઇનિંગે વાનખેડેમાં હાજર ચાહકોને તેમના પૈસા વસુલ કરી દીધા. કારણ કે તેઓ રોમાંચની ઉમ્મીદ લઇને આવ્યા હતા.

આ 5 મોટા રેકોર્ડ તૂટ્યા

ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

135 રન - અભિષેક શર્મા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, વાનખેડે 2025

126* રન - શુભમન ગિલ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023

123* રન - રુતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023

122* રન - વિરાટ કોહલી વિરુદ્ધ અફઘાનિસ્તાન, દુબઈ 2022

121* રન - રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024

T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા

13 - અભિષેક શર્મા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, વાનખેડે 2025

10 – રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, ઇન્દોર 2017

10 – સંજુ સેમસન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ડરબન 2024

10 - તિલક વર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોબર્ગ 2024

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

T20I માં ઇંટરનેશનલમાં ફૂલ મેંબર ટીમો સામે સૌથી ઝડપી સદી (બોલની દ્રષ્ટિએ)

35 બોલ - ડેવિડ મિલર વિરુદ્ધ બાંગ્લાદેશ 2017

35 બોલ - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા ઇન્દોર 2017

37 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ વાનખેડે 2025

39 બોલ - જોહ્ન્સન ચાર્લ્સ વિરુદ્ધ એસએ સેન્ચુરિયન 2023

40 બોલ - સંજુ સેમસન વિરુદ્ધ બાન હૈદરાબાદ 2024

પાવરપ્લેમાં અભિષેક શર્માએ બનાવેલા 58 રન T20 મેચના પાવરપ્લેમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. આ બાબતમાં તેણે 2023 માં ત્રિવેન્દ્રમમાં ઓસ્ટ્રેલિયા સામે યશસ્વી જયસ્વાલ દ્વારા બનાવેલા 53 રનને પાછળ છોડી દીધા.

આ પણ વાંચોઃ IND vs ENG / ભારત સામે ઈંગ્લેન્ડનું સરેન્ડર! 248 રનના ટાર્ગેટ સામે 97 રનમાં ઓલઆઉટ, 'A'V'S'નો કમાલ

ભારત માટે સૌથી ઝડપી T20I અડધી સદી

12 બોલ - યુવરાજ સિંહ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ડર્બન 2007

17 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, વાનખેડે 2025

18 બોલ - કેએલ રાહુલ વિરુદ્ધ સ્કોટલેન્ડ, દુબઈ 2021

18 બોલ - સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

abhishek Sharma T20 Match IND vs ENG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ