બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત સામે ઈંગ્લેન્ડનું સરેન્ડર! 248 રનના ટાર્ગેટ સામે 97 રનમાં ઓલઆઉટ, 'A'V'S'નો કમાલ

IND vs ENG / ભારત સામે ઈંગ્લેન્ડનું સરેન્ડર! 248 રનના ટાર્ગેટ સામે 97 રનમાં ઓલઆઉટ, 'A'V'S'નો કમાલ

Last Updated: 10:06 PM, 2 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

India vs England 5th T20 Live Cricket Score:ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ છે. ભારતીય ટીમ આ શ્રેણી પહેલાથી જ 3-1થી જીતી ચૂકી છે. આ મેચમાં ભારતીય ટીમે 248 રનનો લક્ષાંક આપ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમની વિકેટો ટપાટપ પડવા લાગી હતી. ભારત સામે ઈંગ્લેન્ડની ટીમે સરેન્ડર કરી દીધુ હતું અને 248 રનના ટાર્ગેટ સામે 97 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેડની ટીમ 10.3 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી અભિષેક શર્માએ મેચમાં સદી ફટકારી હતી. જ્યારે વરૂણ અને શિવમ દુબેએ પણ કમાલ કરી હતી.

ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે 248 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 10.3ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. અને લક્ષ્યાંકનો પીછો કરતા 97 રન બનાવી શકી હતી. ભારતીય ટીમએ 150 રનથી મેચ જીતી લીધી છે.

અભિષેકે 37 બોલમાં ઐતિહાસિક સદી ફટકારી

મેચમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવ્યા બાદ 247 રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ ટીમને ધમાકેદાર શરૂઆત આપી અને પહેલા 17 બોલમાં ફિફ્ટી ફટકારી. આ પછી તેણે તેને બીજી સૌથી ઝડપી સદીમાં રૂપાંતરિત કરી. અભિષેકે 37 બોલમાં ઝડપી સદી ફટકારી. તે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે.

તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 40 બોલમાં સદી ફટકારી હતી. જોકે, ભારતીયોમાં રોહિત શર્માના નામે 35 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે હજુ પણ અતૂટ છે. એકંદરે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. ગયા વર્ષે 17 જૂન 2024 ના રોજ તેણે સાયપ્રસ ટીમ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.

India

આ મેચમાં અભિષેકે ભારતીય ટીમ માટે 54 બોલમાં 135 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે તિલક વર્માએ 15 બોલમાં 24 રન બનાવ્યા. અભિષેક અને તિલક વચ્ચે બીજી વિકેટ માટે 43 બોલમાં 115 રનની ભાગીદારી થઈ. શિવમ દુબેએ 13 બોલમાં 30 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી બ્રાઇડન કાર્સે સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે માર્ક વુડને 2 સફળતા મળી.

IND

T20I માં ફુલ મેમ્બર્સ ટીમોમાં સૌથી ઝડપી સદી

35 બોલ - ડેવિડ મિલર વિરુદ્ધ બાંગ્લાદેશ, પોચેફસ્ટરૂમ 2017

35 બોલ - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, ઇન્દોર 2017

37 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, વાનખેડે 2025

39 બોલ - જોહ્ન્સન ચાર્લ્સ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023

40 બોલ - સંજુ સેમસન વિરુદ્ધ બાંગ્લાદેશ, હૈદરાબાદ 2024

Website_Ad_1200_1200_3.width-800

T20I માં સૌથી ઝડપી 50 રન બનાવનાર ભારતીય

12 બોલ - યુવરાજ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડર્બન 2007

17 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, વાનખેડે 2025

18 બોલ - કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ 2021

18 બોલ - સૂર્યકુમાર યાદવ વિ. દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022

આ પણ વાંચોઃ ક્રિકેટ / કયા ક્રિકેટર આપી રહ્યા છે સૌથી વધુ ટેક્સ? 5 નામ જાણી નહીં લાગે નવાઈ

ભારતીય પ્લેઇંગ-11માં શમીની એન્ટ્રી

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ શ્રેણી 3-1થી જીતી ચૂકી છે. કેપ્ટન સૂર્યાએ ભારતીય પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ છે. જ્યારે ફરી એકવાર ઝડપી બોલર અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cricket IND vs ENG Live Score IND vs ENG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ