બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 people died of heart attack in the state in 24 hours a matter of concern

દર્દ / 24 કલાકમાં રાજ્યમાં 5 લોકોના હાર્ટએટેકથી મોત, કોઈની ગરબાની છેલ્લી પ્રેક્ટિસ તો કોઈનું કારખાનામાં હાર્ટ ખોટકાયું

Kishor

Last Updated: 07:32 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 કલાકમાં રાજ્યમાં વધુ 5 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજયા હોવાનો કિસ્સો સામે આવતા ચિંતા જન્મી છે. ત્યારે શું હોય છે હાર્ટ એટેક પહેલાના સંકેતો આવો જાણીએ વિસ્તારથી

  • ​​​​​રાજકોટમાં 24 કલાકમાં 3 લોકોને હાર્ટએટેક
  • જૂનાગઢમાં ગરબાની પ્રેકટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક
  • વડોદરામાં ટ્રેનમાં મુસાફરોને આવ્યો હાર્ટએટેક

યુવાનોમાં વધતા હાર્ટએટેકના કિસ્સાએ તબીબ આલમમાં ચિંતાનો વિષય છે. કોરોના બાદ આ કિસ્સાઓમા દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે 24 કલાકમાં રાજ્યમાં 5 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજયા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં 24 કલાકમાં 3 લોકોને હાર્ટએટેક આવ્યાક બાદ જૂનાગઢમાં ગરબાની પ્રેકટિસ દરમિયાન 24 વર્ષીય ચિરાગ પરમાર નામના યુવકને હાર્ટએટેક આવ્યો હતો. જેને લઈને યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાનો વિષય બન્યું

સાથે જ મોરબીના રફાળેશ્વર LLP કારખાનામાં કામકાજ દરમિયાન યુવકને હાર્ટએટેક આવ્યો હતો. જેમાં વિક્રમસિંહ તવર નામના યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાજકોટમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતા કિશન ધાબલિયા, કોઠારિયા રોડ પરની સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ વાળા અને અવધ હાઉસિંગમાં રહેતા મહેન્દ્ર પરમારનું એકાએક હાર્ટ બેસી જતા તેનું મોત નીપજ્યું હતું. આમ 24 કલાકમાં રાજ્યમાં 5 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી ગઇ છે.

આ છે હાર્ટ એટેક પાછળના સૌથી મોટા 5 કારણ, ભૂલથી પણ નજરઅંદાજ કર્યા તો ગયા  કામથી! 5 major reasons for heart attack

વડોદરામાં ટ્રેનમાં મુસાફરો દરમિયાન યુવાનને હાર્ટએટેક આવ્યો

વધુમાં વડોદરામાં ટ્રેનમાં મુસાફરો દરમિયાન યુવાનને હાર્ટએટેક આવ્યો હોવાનો પણ કિસ્સો સામે આવ્યો હતો. જે અંગે જાણ થતા જ મુસાફર કોન્સ્ટેબલ અને PI દોડી જઇ CPR આપી હતી. જે સારવાર કારગત નીવડી જતા યુવાનનો જીવ બચી ગયો હતો.

જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. 

 હાર્ટ એટેકના લક્ષણો

 હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ