બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / પ્રવાસ / 5 best places to visit in october in india

ટ્રાવેલિંગ પ્લાન / ઓક્ટોબરમાં ફરવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો આ છે સૌથી બેસ્ટ 5 જગ્યા, તુરંત બુક કરાવી દો

Manisha Jogi

Last Updated: 09:01 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવા માટે ઓક્ટોબર મહિનાને એકદમ પરફેક્ટ સમય માનવામાં આવે છે. આ ઋતુમાં ગરમી ઓછી હોય અને ફરવા માટે સારું વાતાવરણ હોય છે. ઓક્ટોબર મહિનામાં કઈ જગ્યાઓએ ફરવા જવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ફરવા માટે ઓક્ટોબર મહિનો એકદમ પરફેક્ટ માનવામાં આવે છે
  • ભારતના આ સ્થળોએ ઓક્ટોબર મહિનામાં ફરવા જવું જોઈએ
  • એડવેન્ચરની સાથે સાથે થશે આહલાદક વાતાવરણનો અનુભવ

ફરવા માટે ઓક્ટોબર મહિનાને એકદમ પરફેક્ટ સમય માનવામાં આવે છે. આ ઋતુમાં ગરમી ઓછી હોય અને ફરવા માટે સારું વાતાવરણ હોય છે. ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતિ, રામનવમી અને દશેરાની રજાઓ આવશે. જેથી તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ઓક્ટોબર મહિનામાં કઈ જગ્યાઓએ ફરવા જવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

હમ્પી- કર્ણાટકના હમ્પી શહેરનું નામ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં નોંધાયેલ છે. આ શહેર મંદિર, સ્માર્ક અને અખંડ સંરચનાઓ માટે ફેમસ છે. ઐતિહાસિક ઈમારતોને એક્સ્પ્લોર કરવા માટે હમ્પી એકદમ પરફેક્ટ સ્થળ છે. જ્યાં વિરુપક્ષા મંદિર, વિજય વિટ્ઠલ મંદિર, હનુમાન મંદિર, નદીઓના કિનારે ખંડેર, ક્વીન્સ બાથ અને લક્ષ્મી નારાયણ મંદિર જેવા સ્થળો પર જઈ શકો છો. 

આગરા- તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે, જે આગરામાં આવેલ છે. યમુના નદીના તટ પર આવેલ તાજમહેલનું નામ ટ્રાવેલ લિસ્ટમાં ના હોય તેવું બની જ ના શકે છે. ઓક્ટોબર મહિનામાં આગરા ફરી શકાય છે. આગરામાં તાજમહેલની સાથે સાથે આગરા ફોર્ટ, જામા મસ્જિદ, મેહતાબ બાગ, અકબરનો મકબરો (સિકંદરા), ફતેહપુર સીકરી પણ જઈ શકો છો. 

કોલકત્તા- ફેમિલી અથવા ફ્રેન્ડ્સ સાથે કોલકત્તા ફરવા માટે જઈ શકાય છે. ઓક્ટોબર મહિનામાં ધામધૂમથી દુર્ગા પૂજા કરવામાં આવે છે. એક સપ્તાહ સુધી દુર્ગા પૂજા મહોત્સવ ઊજવવામાં આવે છે. કોલકત્તામાં નિક્કો પાર્ક, વિક્ટોરિયા મેમોરિયલ, કાલીઘાટમાં કાળકા મંદિર અને બેલૂર મઠ જેવી જગ્યાઓએ ફરવા માટે જઈ શકો છો. 

ઋષિકેશ- ઓક્ટોબર મહિનામાં ઋષિકેષ પણ ફરવા માટે જઈ શકો છો. ગંગા નદીના કિનારે બેસીને આહલાદક વાતાવરણનો આનંદ લઈ શકાય છે. અહીંયા એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકાય છે. નીલકંઠ મહાદેવ મંદિર, રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા, જાનકી પુલ, નીર ગઢ ઝરણું, ઋષિકુંડ, સ્વર્ગ આશ્રમ, બીટલ્સ આશ્રમ અને ત્રિવેણી ઘાટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. 

દાર્જિલિંગ- સમગ્ર વર્ષ દરમિયાન દાર્જિલિંગમાં પર્યટકોની ભીડ રહે છે. પશ્ચિમ બંગાળમાં આવેલ આ સ્થળને ભારતનું સૌથી ઉંચુ હિલ સ્ટેશન માનવામાં આવે છે. દાર્જિંલિંગમાં પદ્મજા નાયડુ પાર્ક, જૂલોજિકલ પાર્ક, રૉક ગાર્ડન, પીસ પગોડા, ટાઈગર હિલ, ઘૂમ મોનેસ્ટ્રી, સેંટ એંડ્ર્યૂ ચર્ચ અને સિંગાલીલા નેશનલ પાર્ક પણ જોવા જઈ શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ