બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 40% of children infected with coronavirus common features hand washing can be avoided

Coronavirus / કોરોનાથી સંક્રમિત થયેલાં 40% બાળકોમાં આવ્યા આ કોમન લક્ષણો, જેનાથી માત્ર હાથ ધોઈ બચી શકાય

Published By: Mehul

Last Updated: 05:59 PM, 2 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની ગાઇડલાઇન મુજબ 10 વર્ષથી નાની ઉંમરનાં બાળકો સિ‌વિયર કેટેગરીમાં છે. એવાં બાળકોમાં કોરોના વાઇરસનો ખતરો વધુ છે. તેથી ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહેવાયું છે કે એવાં બાળકોએ ઘરથી બહાર નીકળવાથી બચવું જોઇએ. નિષ્ણાતો કહે છે કે બાળકોને એટલે ખતરો વધુ છે, કેમ કે તેમનો ઈમ્યુનિટી પાવર ઓછો હોય છે.

  • માતાપિતાને સલાહ કે તેઓ બાળકોના હાથ વારંવાર સાફ કરાવે
  • WHOની ગાઇડલાઇન મુજબ, 10 વર્ષથી નાના બાળકોમાં કોરોનાનો વધુ ખતરો

જયપુર સ્થિત જેકે લોન હોસ્પિટલના ડોક્ટર અશોક ગુપ્તા કહે છે કે 10 વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં કોરોનાનાં લક્ષણો અન્ય દર્દીઓની સરખામણીએ થોડાં અલગ આવી રહ્યાં છે, તેમાં તાવ-શરદી-ખાંસી, ચક્કર આવવા, પેટમાં દુખાવો, ઊલટી જેવાં લક્ષણો સામેલ છે. 40 ટકા કેસમાં બાળકોનાં પેટમાં ઈન્ફેક્શન સામે આવી રહ્યું છે. 

ડો. અશોક કહે છે કે બાળકોને કોરોનાનું ઈન્ફેક્શન એટલે વધુ થઇ રહ્યું છે, કેમ કે નાનાં બાળકોને હાથ ધોવા કે સેનેટાઇઝ કરવા અંગે કંઇ જાણ હોતી નથી. બાળકો રમતાં પણ વધુ હોય છે. તેથી તે જમીનના સંપર્કમાં વધુ આવે છે. આ કારણે બાળકોના હાથમાં સંક્રમણ આવી જાય છે. મોટા લોકો સમજદાર હોય છે. તેથી તેઓ આ બધી બાબતો પ્રત્યે જાગૃત રહે છે. તેથી જેમનાં બાળકો નાનાં છે તે માતા-પિતાને વધુ એલર્ટ રહેવાની જરૂર છે. 

માતા-પિતાએ બાળકોને ઘરમાં ફિટ રહેતાં શીખવવું જોઇએ. અત્યારે મોટા ભાગની સ્કૂલ અને પાર્ક બંધ છે. તેથી બાળકો બહાર નીકળી શકતાં નથી. બાળકોને એવાં કેટલાંક કામ શીખવો, જે શીખવાની તેમણે જરૂર છે. બાળકોને ટીવી પ્રોગ્રામના માધ્યમથી સામાન્ય જ્ઞાન વધારો. બાળકોની સ્ટ્રેન્થ મજબૂત કરો. બાળકોમાં બચતની સેન્સ ડેવલપ કરો. બાળકોને ફેમિલી વેલ્યૂ શીખવો. બાળકોને તમારી સાથે રહેવા દો. બાળકો બોર થાય તે પણ જરૂરી છે. તેનાથી તેમની ક્રિયેટિવીટી પણ ખીલશે.

સંકળાયેલા મુદ્દાઓ

Children Coronavirus Health Stomach Pain World News coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ