બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ગુજરાત / વડોદરા / 4 teenagers drowned in Narmada river in Bhadari village of Vadodara

વડોદરા / બચાવો..બચાવોની બૂમો પાડતા રહ્યા 3 કિશોરો અને નદીનું વહેણ સાથે તાણી ગયું! શિનોર તાલુકાનો ગોઝારો બનાવ

Kishor

Last Updated: 03:31 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ભદારી ગામેં દિવેર મઢીમાં નર્મદા નદીમાં 6 કિશોર ન્હાવા ગયા હતા. જેમાં ચાર કિશોર ડૂબ્યા બાદ ૩ લાપતા બનતા શોધખોળ હાલ ધરાઈ છે.

  • વડોદરાના ભદારી ગામેં નર્મદા નદીમાં 4 કિશોર ડૂબ્યા
  • ફાયર વિભાગની ટીમ કરી રહી છે શોધખોળ
  • પોલીસે લાપતા થયાનો ગુનો કર્યો દાખલ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ભદારી ગામમાં નવા વર્ષનો પ્રથમ દિવસ માતમમાં ફેરવાયો છે. ભદારી ગામના 6 કિશોરો દિવેર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટો ગ્રાફી અને નાહવા માટે ગયા હતા. આ દરમિયાન 6 કિશોરો પૈકી 4 કિશોરો નાહવા પડ્યા હતા. જ્યારે બે કિશોરોને તરતા આવડતું ન હોવાથી નદી કિનારે ફોટો ગ્રાફી કરી રહ્યા હતા. આ દરમિયાન મોટી કરુણ ઘટના બની હતી. જ્યા ન્હાવા પડેલા 4 યુવાનો નદીના વહેણમાં એકાએક તણાવા લાગ્યા હતા.  જેમાં 1 કિશોર તરતા આવડતું હોવાથી તે મહામહેનતે હેમખેમ બહાર નીકળી ગયો હતો. જ્યારે અન્ય 3 ન મળતા ધસમસતા વહેણમાં તળાઇ જતા લાપતા થઇ ગયા હતા. 

સેલ્ફીનું વળગણ બે યુવકોને ભારે પડ્યું: સાબરમતીમાં ડૂબી જતા મોત, એકને બચાવવા  જતા બીજો પણ ડૂબ્યો | Incident of two youths drowning in Sabarmati river  while taking a selfie in ...

વડોદરા ફાયર બ્રિગેડની એક ટીમેં હાથ ધરી કાર્યવાહી

મંગળવારે સમી સાંજે ડૂબેલા 3 કિશોરોની 15 કલાકથી કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે. પરંતુ, હજુ સુધી તેઓનો પત્તો મળ્યો નથી. લાપતા થયેલા 3 પૈકી બે કિશોર પરિવારના એકના એક પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે. ગામનક ટાંકીવાળા ફળિયામાં કિશન લાલાભાઇ વસાવા (ઉં.વ.15), અક્ષય રમેશભાઇ વસાવા (ઉં.વ.15) અને સોહિલ જયંતિભાઇ વસાવા (ઉં.વ.14) દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબી જતા લાપતા થતા તેઓની કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. 20 કલાકથી ચાલી રહેલી શોધખોળ છતાં ત્રણે કિશોરોનો પત્તો ન મળતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 

ફોટો ગ્રાફી અને વિડીયો ગ્રાફી કરી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામ છ યુવાનો ભદારી ગામની આસપાસ આવેલા છાણભોર, દિવેર તેમજ અન્ય ગામોમાં રહેતી પરિણીત બહેનોના ઘરે ભાઇ-બીજ કરવા તેમજ તેમજ નવા વર્ષે મળવા માટે આવ્યા હતા. બહેન તેમજ કુટુંબીજનોને મળ્યા બાદ નમતી બપોરે તમામ 6 કિશોરોએ એક-બીજાનો સંપર્ક કરીને દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પિકનીક મનાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. અને તમામ 6 કિશોરો પિકનીક મનાવવા માટે નર્મદા નદીના કિનારે પહોંચી ગયા હતા.પોલીસ તપાસમાં એવી પણ વિગતો મળી છે કે, નદીમાં નાહવા જતા પહેલાં તમામ 6 કિશોર મિત્રોએ સેલ્ફી તેમજ ફોટો ગ્રાફી અને વિડીયો ગ્રાફી કરી હતી. 

જોત જોતામાં નર્મદા નદીમાં નાહવા ગયેલા 4 કિશોરો તણાવા લાગ્યા હતા. તેઓએ બચાવો..બચાવો..ની ચિસો પાડી હતી. પરંતુ, તેઓને મદદ મળી ન હતી. જોકે, અનિલ રાજુભાઇ વસાવા મોતને મ્હાત આપી તરીને કિનારા ઉપર આવી ગયો હતો. પરંતુ, કિશન, અક્ષય અને સોહિલ નદીના ધસમસતા વહેણમાં લાપતા થઇ ગયા હતા. 


પરિવારજનોનું હૈયાફાટ રૂદન

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગત મળી હતી કે, દિવેર નર્મદા નદીમાં લાપતા થયેલ અક્ષય વસાવા અને કિશન વસાવા એક બહેન વચ્ચે અને પરિવારનો એકનો એક પુત્ર છે. નવા વર્ષના પ્રારંભના પ્રથમ દિવસે ભદારી ગામના 3 કિશોરો દિવેર નર્મદા નદીમાં ડૂબી જતા લાપતા થતા ભદારી ગામનો દિવાળીનો પર્વ માતમમાં ફેરવાઇ ગયો હતો. આ બનાવે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. ભદારી ગામના ટાંકીવાળા ફળિયામાં ડૂબી ગયેલા 3 કિશોરોના પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ