બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / 4 lakh crore rupees debt on Gujarat

'ભરોસો' / ગુજરાત દેવા તળે ડૂબેલું.! સરકાર પર આટલા કરોડનું દેવું, જુઓ પ્રત્યેક ગુજરાતીના માથે કેટલો બોજ ગણાય

Dinesh

Last Updated: 08:45 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર માંથે અધધ દેવું, વર્ષ 1996માં ગુજરાત સરકારનું દેવું 14,800 કરોડ હતું તે વર્ષ 2022માં વધીને 4.02 લાખ કરોડે પહોંચી ગયું છે.

  • સરકારનો દેવાના આંકડામાં આંધળો વિકાસ
  • 4 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતના માથે દેવુ છે
  • છેલ્લા એક વર્ષમાં દેવામાં 24 હજાર કરોડનો વધારો થયો 

 
રાજકોષિય ખાધ, સેસની આવક, GSTની વસૂલાત, આર્થિક રિકવરી, ઓડિટ રિપોર્ટ જેવા અઘરા શબ્દો સાંભળીને આપણે મોઢું મચકોડીએ છીએ. પણ જ્યારે જાણકારો સરકારની ટીકા કરે કે, વખાણ કરે ત્યારે આ બધા શબ્દો બોલે છે. અને સરકારની કાર્યક્ષમતાને આ બધા શબ્દોથી જ માપે છે. વિકાસના કામોમાં મોટો ખર્ચ સરકારોને કરવો પડે છે, તેના કારણે આપણું દેવું વધી રહ્યું છે તેવો તર્ક આપવામાં આવી રહ્યો છે. સુવિધાઓની માગ નાગરિકો કરે છે, અને સરકારોએ એ માગોને પુરી કરવા માટે અવનવી ગ્રાન્ટ સાથે, નવીનતમ યોજનાઓ સાથે જનઆકાંક્ષાઓને પુરી કરવી પડે છે, તેવો એક તર્ક પણ સરકારની તરફેણમાં અપાતો હોય છે. સરકારની લોકપ્રિય યોજનાઓ પણ રાજ્ય સરકારની તિજોરીમાંથી જ અમલી બને છે, એ યોજનાઓનો ભાર વેરા ભરતો નાગરિક જ ઉઠાવે છે. સરકારે લીધેલી લોનના વ્યાજની ચુકવણી, પગાર અને પેન્શન માટે પણ નિશ્ચિત ખર્ચ કરવાનો હોય છે, આ વ્યવહારો એવા છે કે ફરજિયાત ખર્ચ કરવાની કેટેગરીમાં આવે છે. આ ચૂકવણી થઈ જાય પછી જ વિકાસના કામો માટે સરકાર ખર્ચ કરી શકે છે. શું સરકારની લોકપ્રિય યોજનાઓને કારણે દેવુ વધી રહ્યું છે? કે પછી નવા વેરા નહી નાખવાને કારણે રાજ્યનું દેવુ વધી રહ્યું છે. 4 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતના માથે દેવુ  છે.

સરકારે એક વર્ષમાં દેવાના આંકડામાં વિકાસ કર્યો
રાજ્યના દરેક નાગરિકના શ્વાસ અધ્ધર થઈ જાય તેવા કેટલાક આંકડા સામે આવ્યાં છે. ગુજરાત સરકારના દેવાનાં આંકડા સામે આવ્યાં છે. આ આંકડા જોઈ તમે કહેશો કે, યે હી તો હોના થા, જો વાત કરવામાં આવે છેલ્લા એક વર્ષની તો, દેવામાં 24 હજાર કરોડનો વધારો થયો છે. આ આંકડો વાંચી આંખો ફાટી ગઈ હશે પરંતુ બિલકુલ સાચું છે સરકારે એક વર્ષમાં દેવાના આંકડામાં વિકાસ કર્યો છે. વિકાસની વાતો કરતી સરકાર દેવા કરવામાં પણ હરણફાળે વિકાસ કરતી હોય તેવું જણાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધુ થઈ ગયું છે. એટલે એક ધારણા કરીએ તે પ્રમાણે જો સરકાર માત્ર વ્યાજ ચૂકવવાનો નિર્ણય કરે તો પણ એકથી બે વર્ષનો સમય લાગી જાય. 

4 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતના માથે દેવું, કેટલું ચૂકવશે વ્યાજ?
રાજ્યવાસીઓ જો તમારા મગજમાં ભ્રમ હોય કે, મારા પર એક રૂપિયાનું દેવું નથી તો તે તમારી ખોટી ભ્રમક્તાઓ છે કારણે રાજ્યના દેવાના આંકડા તપાસીએ તો દર વ્યક્તિ દીઠ 63 હજાર રૂપિયા છે. વધુમાં તમને જણાવી દઉ કે, સરકારનું દેવું રૂ. 4 લાખ કરોડને પાર થઈ ગયું છે. કેટલાક લોકો એવું જણાવી રહ્યાં છે કે, યહીં તો હોના થા કારણ કે, 157ની છાતી લઈને બેસ્યાં છે એટલે દેવાદાર ગુજરાત બનાવતા ક્યાં ડરે છે. ગુજરાતનું દેવું તેના બજેટની રફ્તાર કરતા વધુ ગતિએ આગળ વધી રહ્યું છે તો પણ જરા અતિશ્યોક્તિ નહીં કહેવાય. છેલ્લાં એક વર્ષની વાત કરવામાં આવે તો જાહેર દેવું દોઢેક લાખ કરોડથી વધુ છે. તેમજ રાજ્ય સરકારના જાહેર દેવામાં અધધ વધારો થયો છે.  24,051 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

ફાઈલ તસવીર

એક નજર આંકડાઓ પર
જો વાત કરવામાં દેશમાં ગુજરાતનો દેવામાં કેટલામાં સ્થાન છે, તો તમને જણાવી દંઉ કે, આ ગુજરાત દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. રાજ્યને વિકાસની હરણફાળ તરફ લઈ જવા માટે દેવું થાય પરંતું એટલી હદે પણ નહીં કે, જેના કારણે બજેટ વખતે લોકોની સુખાકારીના બદલે દેવામાં પૈસા ચુકવવા પડે. વર્ષ 1996માં ગુજરાત સરકારનું દેવું 14,800 કરોડ હતું જ્યારે વર્ષ 2022માં વધીને 4.02 લાખ કરોડે પહોંચી ગયું છે. વર્ષ 2016થી લઈને 2021 સુધી ગુજરાત સરકારે રૂ.1,44,951 કરોડની લોન લીધી છે. એટલુ જ નહી, વર્ષ 2015-16થી માંડીને વર્ષ 2019-20 સુધી રૂા.86, 120 કરોડ તો વ્યાજ પેટે ચૂકવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ