બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 fishermen caught with 10 pakistani boats in bsf search operation haraminala

કાર્યવાહી / કચ્છના હરામીનાળામાં BSFનું સર્ચ-ઓપરેશન, 10 પાકિસ્તાની બોટ સાથે 4 ઘૂસણખોર માછીમારોને દબોચ્યા

Dhruv

Last Updated: 10:02 AM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ કચ્છના સરહદી સાગર કાંઠે આવેલા હરામીનાળા વિસ્તારમાંથી 10 પાકિસ્તાની બોટ સાથે 4 ઘૂસણખોર માછીમારોને BSFએ સર્ચ-ઓપરેશન દરમિયાન ઝડપી પાડ્યા છે.

  • કચ્છની સરહદેથી 4 પાકિસ્તાની માછીમારોની કરાઇ ધરપકડ 
  • BSFએ હરામીનાળા વિસ્તારમાંથી 10 પાકિસ્તાની બોટ ઝડપી
  • "અંબુશ દળ" ના જવાનોએ પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા

રાજ્ય (Gujarat) માં ઘણીવાર કચ્છની સરહદેથી પાકિસ્તાની બોટ ઝડપાઇ હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી BSFએ 4 પાકિસ્તાની માછીમારો સાથે 10 પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે.

BSFએ કચ્છની બોર્ડર પર કાર્યવાહી હાથ ધરતા કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારોની 10 પાકિસ્તાની બોટ સાથે ધરપકડ કરવામાં આવી છે. હરામીનાળા વિસ્તારના પિલર નંબર 1165 અને 1166 વચ્ચેના ક્ષેત્રમાં BSFએ બોટ ઝડપી પાડી છે. BSFના વિશેષ "અંબુશ દળ" ના જવાનોએ આ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.

10 પાકિસ્તાની બોટ

અગાઉ પણ 9 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારો ઝડપ્યા હતા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 9 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારો ઘુસણખોરોને BSFએ ઝડપી પાડયાં હતાં. જેમાં ઘુસણખોરી કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરો સામે BSFના જવાનોએ આક્રમક કાર્યવાહી કરી હતી. અને ભાગી રહેલા ઘુસણખોરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. બાદમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ક્ચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 9 બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે વિવિધ એજન્સીઓએ માછીમારોની પૂછપરછ પણ હાથ ધરી હતી. એજન્સીઓએ માછીમારો પાસેથી લોકેશન અને અન્ય બાબતો અંગે પૂછપરછ કરી હતી. તેમજ BSF અને પશ્ચિમ કચ્છ પોલીસે ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કર્યું હતું. ત્યારે તાજેતરમાં ઝડપાયેલા 4 માછીમારોની પણ BSF દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ