બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 children died after drowning in a lake in Gajapura of Panchmahal

વધુ એક દુ:ખદ ઘટના / ઘોઘંબાના ગજાપુરાના તળાવમાં 4 બાળકો રમતા-રમતા ન્હાવા પડ્યા, ચારેયના મોત, આખુંય ગામ શોકમગ્ન

Malay

Last Updated: 11:10 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવાર બન્યો અમંગળ: પંચમહાલના ગજાપુરામાં તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત, આખા ગામમાં છવાયો શોકનો માહોલ

  • ઘોઘંબાના ગજાપુરા ગામના તળાવમાં ડૂબ્યા 4 બાળકો 
  • તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મૃત્યુ
  • MLA ફતેસિંહ ચૌહાણ ઘટનાસ્થળે દોડી આવ્યા

Panchmahal News: પંચમહાલ જિલ્લામાંથી મંગળવારની સવારે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંચમહાલના ગજાપુરા ગામના તળાવમાં ડૂબવાથી 4 બાળકોના મૃત્યુ નિપજ્યાં છે. હાલ ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તો આ અંગેની જાણ થતાં જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

રમતા રમતા તળાવમાં ન્હાવા પડ્યા બાળકો
પ્રાપ્ત વિગતો અનુસાર, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે હવે તેઓ ચારેય જણા સાથે ક્યારેય નહીં મળી શકે. મોજ મસ્તીમાં તેઓ તળાવમાં ન્હાવા તો પડ્યા પરંતુ વરસાદને કારણે તળાવમાં વધારે પાણી હોવાથી ચારેય બાળકો એકાએક તળાવમાં ડૂબી ગયા હતા. 

મૃત હાલતમાં મળી આવ્યા ચારેય બાળકો
આ ચકચારી ઘટનાને પગલે ઘટના સ્થળે ગામવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ચારેય બાળકોના મૃત હાલતમાં તળાવમાંથી મળી આવ્યા હતા. તરવૈયાઓએ ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા છે.

પરિવારમાં છવાયો માતમ
તમામ બાળકોની ઉંમર અંદાજે 10થી 12 વર્ષ છે. તળાવમાં ડૂબી જવાથી એકસાથે 4 બાળકોના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.  મહત્વનું છે કે અત્યારે વરસાદી માહોલ હોવાથી તળાવ તથા નદીઓમાં પાણીની આવક થવા પામી છે. આવા સમયે અજાણ્યા સ્થળે ગયા હોવ તો ત્યાં પાણીમાં ન્હાવા પડવાની ભૂલ ક્યારેય ન કરવી. 

સંકળાયેલા મુદ્દાઓ

4 children died 4 બાળકો ડૂબી જતાં મોત Gajapura talav Panchmahal તળાવમાં ડૂબ્યા બાળકો પંચમહાલ ન્યૂઝ પંચમહાલમાં દુઃખદ ઘટના Panchmahal News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ