બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / 317 mobile phones flowing to Bangladesh seized from Pagla River by border forces

બંગાળ / ખરેખર ગજબ કહેવાય ! નદીમાં તરતા મળ્યાં 38 લાખના નવા 317 મોબાઈલ, આવી રીતે મૂકાયા પાણીમાં

Hiralal

Last Updated: 09:15 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર સિક્યુરીટી ફોર્સે ભારત-બાંગ્લાદેશ સરહદેથી પગલા નદીમાં તરતા કેનમાંથી 38 લાખથી વધુ 317 મોબાઈલ ઝડપી પાડ્યાં છે.

  • બોર્ડર સિક્યુરીટી ફોર્સને નદીમાં તરતા મળ્યાં 317 મોબાઈલ 
  • બંગાળમાં બાંગ્લાદેશ તરફ વહેતી પગલા નદીમાંથી ઝડપાયા
  • કેળના પાન સાથે બાંધેલા કેનમાં રખાયા હતા મોબાઈલ
  • મળેલા મોબાઈલની કિંમત 38 લાખથી વધુ 

ભારત-બાંગ્લાદેશ સરહદે બાંગ્લાદેશ તરફ વહેતી પગલા નદીમાં મોબાઈલની દાણચોરીની એક ઘટના સામે આવી છે.  બાંગ્લાદેશ તરફ પગલા નદીમાં તરતી કેળાની દાંડી સાથે બાંધેલા પ્લાસ્ટિકના કન્ટેનરમાં મોબાઇલ ફોન શનિવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળની 70મી બટાલિયનના સૈનિકોએ નદીમાં તરતા કેટલાક કેન જોયા હતા. આ પછી જવાનો દ્વારા તેની ઝડતી લેવામાં આવી હતી અને કેનને કબજે કરાયા હતા અને ખોલીને જોતા તેમાંથી 317 મોબાઈલ મળી આવ્યાં હતા જેની બજાર કિંમત 38 લાખથી વધુ છે. 

સરહદી ચોકી લોઢિયાના સૈનિકોએ ઝડપી પાડ્યાં નદીમાં તરતા મોબાઈલ 
બીએસએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરહદી ચોકી લોઢિયાના સૈનિકોએ પગલા નદીમાં કેળાની દાંડી સાથે બાંધેલા કેટલાક પ્લાસ્ટિકના કન્ટેનર બાંગ્લાદેશ તરફ તરતા જોયા હતા. જાગૃત જવાનોએ તાત્કાલિક નદીમાંથી કન્ટેનર બહાર કાઢ્યા હતા અને જ્યારે તેઓએ તેને ખોલ્યા ત્યારે તેમની પાસેથી વિવિધ કંપનીઓના 317 મોબાઇલ ફોન મળી આવ્યાં હતા જેની  કિંમત આશરે 38,83,000 રૂપિયા હોવાનો અંદાજ છે. ફોન જપ્ત કર્યા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. 

મોબાઈલની દાણચોરીનું કૃત્ય હોઈ શકે 
બીએસએફના અધિકારીઓને શંકા છે કે આ કોઈ દાણચોરીનું કૃત્ય હોઈ શકે. 70મી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર દાણચોરીને રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે. આ કારણે દાણચોરી જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાંથી કેટલાકને પકડવામાં આવી રહ્યા છે, જેમને કાયદા મુજબ સજા પણ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ