બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 30 cadets killed in airstrikes on military school in Libya / Tripoli

લિબિયા / ત્રિપોલીમાં સૈન્ય સ્કૂલ પર હવાઇ હુમલામાં 30 કેડેટનાં મોત

Published By: Intern

Last Updated: 09:51 PM, 6 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધગ્રસ્ત લિબિયાની રાજધાની ત્રિપોલીમાં એક સૈન્ય સ્કૂલ પર થયેેલા હવાઇ હુમલામાં ૩૦ કેડેટનાં મોત થયાં છે અને અન્ય ૩૩ ઘાયલ થયા છે. આ સૈન્ય સ્કૂલ ત્રિપોલીના અલ હાદબા અલ ખદરા વિસ્તારમાં આવેલી છે.

  • એક સૈન્ય સ્કૂલ પર થયેેલા હવાઇ હુમલામાં ૩૦ કેડેટનાં મોત થયાં 
  • દોઢ લાખ લોકો વિસ્થાપિત થયા છે.
  • હુમલા માટે હફતાર સમર્થક દળો જવાબદાર

દેશના આરોગ્ય પ્રધાને લોકોને હોસ્પિટલ પહોંચીને રકતદાન કરવા અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ‌લિબિયામાં સત્તારૂઢ ગવર્નમેન્ટ ઓફ નેશનલ એકોર્ડ (જીએનએ)ના જણાવ્યા અનુસાર જ્યારે સૈન્ય સ્કૂલના કેડેટ પોતાના રૂમમાં જતાં પહેલાં પરેડ ગ્રાઉન્ડમાં એકત્ર થયા હતા ત્યારે આ હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો.

જીએનએની સેનાએ આ હુમલા માટે હફતાર સમર્થક દળોને જવાબદાર ગણાવ્યા છે, જોકે હફતાર સમર્થક દળોએ તેને રદિયો આપ્યો છે. લિબિયા સ્થિત સંયુકત રાષ્ટ્ર સહાયતા મિશને આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો. ગઇ સાલ એપ્રિલમાં જીએનએ વિરુદ્ધ પાવરફુલ સૈન્ય કમાન્ડર ખલીફા હફતારના હુમલા બાદ ‌લિબિયાની રાજધાની ત્રિપોલીના દ‌િક્ષણ ભાગમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે.

વર્ષ ર૦૧૧માં સરમુખત્યાર મુઅમ્મર ગદાફીના મોત બાદ લિબિયામાં અરાજકતાની સ્થિતિ છે. સંયુકત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર ત્રિપોલીમાં હફતારના હુમલાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુુધી ર૮૦થી વધુ નાગરિકો અને ર,૦૦૦થી વધુ યોદ્ધા માર્યા ગયા છે. આ યુદ્ધને લઇને દોઢ લાખ લોકો વિસ્થાપિત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Libia Tripoli world આંતરરાષ્ટ્રીય ઈરાન ત્રિપોલી સૈન્ય સ્કુલ World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ