બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / 3 thousand kg of drugs caught from Porbandar sea, five sailors were arrested

નશાનો કારોબાર / પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, સંયુક્ત ઓપરેશનમાં 5 ઈરાનીની ધરપકડ

Vishal Dave

Last Updated: 11:09 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ પકડાયું છે.. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે.

ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ પકડાયું  છે..  નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે.

બોટ તેમજ પાંચેય ખલાસીઓ ઇરાનના 

દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું છે..  ચોક્કસ માહિતીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. .

સેટેલાઇટ ફોન સહિતની અન્ય સામગ્રી કબ્જે કરાઇ 

ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય સામગ્રી કબજે કરાઇ છે..ખલાસી ક્યાના છે તે તપાસ બાદ જ સામે આવશે. આ સમગ્ર ઓપરેશન સોમવારે મોડી રાત્રે પાર પડાયુ હતુ.. 

ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ 

ડ્રગ્સનો જે જ્થ્થો ઝડપાયો છે તેમાં ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે.. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોઇ શકે છે. 

અગાઉ પણ ઝડપાયો છે ડ્રગ્સનો જથ્થો 

રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડ્રગ્સ ઝડપાયું છે. અત્રે જણાવીએ કે, વર્તમાનમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું.   વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ