બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / 3 students drowned in canal while going to take selfie in Gandhinagar

સાવધાન / માતા-પિતાના શ્વાસ અધ્ધર કરી દે તેવો કિસ્સો, ગાંધીનગરમાં સેલ્ફી લેવા જતા 3 વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યાં, જુઓ શું બન્યું

Vishal Khamar

Last Updated: 04:22 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરનાં સુઘડ પાસે કેનાલમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનાં સમાચાર વાયુ વેગે વહેતા થયા ગાંધીનગર ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં મોરબીમાં 3 વર્ષીય બાળક કેનાલમાં ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.

  • ગાંધીનગરનાં સુઘટ પાસે સેલ્ફી લેવા જતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યા
  • અન્ય એક બનાવમાં મોરબીમાં 3 વર્ષીય બાળક કેનાલમાં ડૂબ્યું
  • ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયૂ  ઓપરેશન હાથ ધર્યુ

ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી કેનાલમાં અપમૃત્યુનાં બનાવો ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે આજે સુઘડ પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાનાં સમાચાર મળતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતું વિદ્યાર્થીઓની કોઈ ભાળ ન મળતા ત્યારે બાદ ફાયર બ્રિગેડે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાં સ્થળે આવી પહોંચી શોધખોળ સઘન બનાવી હતી.

સેલ્ફી લેવા જતા કેનાલમાં ડૂબ્યા
મળતી માહિતી મુજબ ગાંધીનગરનાં સુઘડ પાસેથી પસાર થતી કેનાલમાં બપોરનાં સુમારે કેટલાક યુવકો સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ અગમ્ય કારણોસર ત્રણેય યુવકો કેનાલમાં પડ્યા હતા. આ અંગે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ દ્વારા સ્થાનિક તરવૈયાઓને આ અંગેની જાણ કરતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પણ વિદ્યાર્થીઓની કોઈ ભાળ ન મળતા આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધટનાં સ્થળે આવી પહોંચી કેનાલમાં વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ઘટનાને પગલે રોડ ઉપર લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેથી થોડા સમય માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.  આ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ કેનાલ તરફ જવાનાં રસ્તાને કોર્ડન કર્યો હતો. 

ફાયર વિભાગે રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું
તો બીજી તરફ મોરબી ખાતે અવની ચોકડી પાસે બાળક કેનાલમાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ થતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી કેનાલમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે નેપાળી પરિવારનો 3 વર્ષીય દિકરો આયુષ કેનાલમાં પડતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. 12 વાગ્યાની આસપાસ બાળક કેનાલમાં પડ્યું હતું. બાળક કેનાલમાં પડતા સિંચાઈ વિભાગે પાણી પ્રવાહ બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ