બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કાનમાં જામેલો મેલ કેમ કાઢવો ન જોઈએ? આ 3 કારણથી સમજાઈ જશે, નહીં પડે જીદંગીભર તકલીફ
Last Updated: 03:27 PM, 8 December 2024
શું તમે જાણો છો કે કાનમાં જમા થયેલું વેક્સ કે મેલ એ કાનની સુરક્ષા માટે હોય છે. જો કે કાનનો મેલ સાફ કરવો જોઈએ કે નહીં તે ચર્ચાનો વિષય બની રહે છે, પણ અમુક વખતે તે સમસ્યા ઊભી કરતું હોવાથી અમુક લોકો તેને કોઈ પણ રીતે સાફ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ કાનમાંથી બધુ વેક્સ સાફ કરી દો છો તમારે તેમ નહીં કરવાના આ કારણો ખાસ વાંચવા જોઈએ.
ADVERTISEMENT
1) કાન સાફ કરવા જરૂરી નથી
ADVERTISEMENT
કાનની સફાઈ માટે કોઈ નિયમિત જાળવણીની જરૂર નથી. તે પોતાની રીતે જ સાફ થઈ જાય છે. જો તમે કાનના વેક્સને સાફ કરવા કે તેને કાનમાં જમા થતો રોકવા કાનમાં કોઇ પ્રવાહી નાખતા હોય તો તે બંધ કરી દો. વેક્સ કુદરતી રીતે અંદરથી આવે છે અને કુદરતી રીતે જ બહાર જાય છે. કેટલાક લોકોમાં વેક્સની સરેરાશ કરતાં વધુ માત્રા હોય છે અને અમૂકમાં તે સામાન્ય કરતાં વધુ સખત અને સૂકુ હોય છે.
2) મેલ સાફ કરવો જોખમી
કાનમાં રૂ કે પછી કાન સાફ કરવાની સળી નાખવાથી કાન અને પડદાને નુકસાન થઈ શકે છે. કોટન બડ્સનો ઉપયોગ કરવાથી તે વેક્સને વધુ અંદર ધકેલે છે. અને પછી તે સાફ કરવું વધુ મુશ્કેલ બની જાય છે આવા સંજોગોમાં કાનમાં દુખાવો કે સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. જો વેક્સ કાનના પડદાની નજીક જતું રહે છે તો તે સમસ્યા ઊભી કરી શકે છે.
વધુ વાંચો: યુવાનો બની રહ્યા છે 'સાયલન્ટ કીલર'ના ભોગ, આ કારણો જવાબદાર, લક્ષણો અવગણ્યા તો જીવ જશે
3) કાનની કરે છે સુરક્ષા
કાનમાં રહેલું વેક્સ કાનના રક્ષણ માટે હોય છે. તે તમારા કાનને વાયરલ, ફંગલ અને બેક્ટેરિયના આક્રમણથી સુરક્ષિત રાખે છે. અને કાનમાં જતાં જીવાણુઓને રોકે છે. આ સાથે કાનમાં જમા થયેલું વેક્સ કુદરતી મોઈશ્ચરાઈઝર છે, જે કાનની અંદરની ત્વચાને વધુ શુષ્ક બનતી અટકાવે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT