બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 53 હજાર આંગણવાડીમાં 3.15 લાખ વૃક્ષોનું વાવેતર થશે, આ ખાસ અભિયાન હેઠળ CM ભૂપેન્દ્ર પટેલનો અનોખો પ્રયોગ
Last Updated: 12:44 PM, 5 August 2024
Gujarat Plantation of trees : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એક પેડ માં કે નામ' અભિયાન અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા 'એક પેડ માં કે નામ' વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું છે.
ADVERTISEMENT

સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
ADVERTISEMENT
દરેક વ્યક્તિ પોતાની માંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાને આ અભિયાનમાં રાખેલો છે. આ તરફ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત #एक_पेड़_मां_के_नाम અભિયાન અન્વયે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષારોપણ કરીને રાજ્યભરની આંગણવાડીઓમાં… pic.twitter.com/gFqzAMJ8DZ
— CMO Gujarat (@CMOGuj) August 5, 2024
ADVERTISEMENT
'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત મોટાપાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા
એટલું જ નહિ મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા-બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષપ્રેમ અને વૃક્ષોના ઉછેર, સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને રાજ્યની 53,065 આંગણવાડીમાં આ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત મોટાપાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી.
ADVERTISEMENT

આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે
ADVERTISEMENT
તદનુસાર આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સેક્ટર-3A ન્યૂની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરીને કરાવ્યો હતો. આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને 3.15 લાખથી વધુ વૃક્ષો 'એક પેડ માં કે નામ' અંતર્ગત વાવવામાં આવશે.

ADVERTISEMENT
મુખ્યમંત્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. તેમને ફળ-છોડ ના રોપાઓનું વિતરણ પણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિર્દશન નિહાળ્યું હતું.

વધુ વાંચો : ભોળાનાથની ભક્તિ કરવી મોંઘી! શ્રાવણ મહિનો શરૂ થતાં ફૂલનાં ભાવમાં 30 ટકાનો વધારો
આ દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન, તેમજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કાઉન્સિલરો, અગ્રણીઓ તથા સેક્ટરના વસાહતીઓ અને મહિલા બાળ કલ્યાણ સચિવ નિરાલા, કમિશનર રણજીત કુમાર, નિયામક કુમુદ બેન તેમજ શહેર-જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.